Uncategorized

US રિપોર્ટમાં દાવો: ગલવાન ઘાટીમાં ઝપાઝપી ચીનનું ષડયંત્ર, આ ઘટનાના એક સપ્તાહ પૂર્વે તેણે 1000 સૈનિક ગોઠવ્યા હતા

[ad_1]

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વોશિંગ્ટન22 મિનિટ પહેલા

  • કૉપી લિંક

US પેનલના મતે ગલવાનમાં ઝપાઝપી પડોશીઓને દબાણમાં લાવવાના બેઈજીંગના અભિયાનનો એક ભાગ હતો- ફાઈલ ફોટો

અમેરિકાની ટોચની પેનલે દાવો કર્યો છે કે ગલવાન ઘાટીમાં 15 જૂનની રાત્રે થયેલી ઝપાઝપી એ ચીનનું ષડયંત્ર હતું. ચીનના રક્ષા મંત્રી જનરલ વેઈ ફેંગેની સલાહના આધારે આ ષડયંત્ર રચવામાં આવ્યુ હતું. તેમણે ચીન સરકારને અપીલ કરી હતી કે પોતાની સીમાઓ સ્થાપિત કરવા માટે ભારત-ચીન સરહદ પર સેનાનો ઉપયોગ કરવામાં આવે.

અહેવાલ પ્રમાણે ચીનનો ઉદ્દેશ જાપાનથી ભારત સુધી તેના પડોશી દેશોને ઉશ્કેરવાનો, સૈન્ય અને સંસદીય અથડામણ ઉભી કરવાનો છે. યુનાઈટેડ સ્ટેટ્સ ચીન ઈકોનોમિક એન્ડ સિક્યોરિટી રિવ્યુ કમીશન (USCC)એ બુધવારે એક અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો જેમા કહેવામાં આવ્યુ હતું કે ગલવાનમાં થયેલી ઝપાઝપી એક ષડયંત્ર હતું અને તેમાં જીવલેણ હુમલાની પણ આશંકા હતી તે વાતના પૂરાવા સામે આવ્યા છે.

સેટેલાઈટની તસવીરો પરથી જાણવા મળ્યુ છે કે સૈનિકો વચ્ચે થયેલી ઝપાઝપીના એક સપ્તાહ અગાઉ ચીને આ વિસ્તારમાં 1000 સૈનિકો ગોઠવ્યા હતા.

તણાવ વધારનારી ઘટના એક મહિના અગાઉ જ શરૂ થઈ ગઈ હતી

અહેવાલમાં કહેવામાં આવ્યુ છે કે જૂન 2020માં ચીનની પિપલ્સ લિબરેશન આર્મી (PLA) અને ભારતીય સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ ઘટના લાઈન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ (LAC) પર લદ્દાખની ગલવાન ઘાટીમાં થઈ હતી. આ ઘટનામાં ભારતના 20 સૈનિક શહીદ થયા હતા, જ્યારે ચીને તેના પક્ષે થયેલી જાનહાનિ અંગેની માહિતી છૂપાવી હતી.

વર્ષ 1975 બાદ આ પ્રથમ ઘટના હતી કે જ્યારે બન્ને પક્ષો વચ્ચે ઝપાઝપી થઈ હતી અને સૈનિકોએ જીવ ગુમાવ્યા હતા. આ વિસ્તારમાં મે મહિનાથી જ અનેક સેક્ટરોમાં તણાવ વધારનારી ઘટના તબક્કાવાર રીતે શરૂ થઈ હતી.

અહેવાલ પ્રમાણે બેઈજિંગે તેના પડોશીઓ વિરુદ્ધ એક મલ્ટીલેયર કેમ્પેઈનને વેગ આપ્યો છે. તેમા જાપાન, ભારત અને સાઉથ-ઈસ્ટ એશિયાના દેશો સાથે તેનો તણાવ વધ્યો છે. ત્યારબાદ ચીનના રક્ષા મંત્રીએ ચીન સરકારને સીમા પર સ્થિતિને સ્થિરતા આપવા સેનાનો ઉપયોગ કરવા વિનંતી કરી હતી.

ચીનનો ઉદ્દેશ તેના દાવાવાળા વિસ્તારો પર કબ્જો કરવાનો
આ અહેવાલાં બ્રુકિંગ્સ ઈન્સ્ટિટ્યુટની સિનિયર ફેલો તન્વી મદનને ટાંકવામાં આવી છે. તેમના મતે ચીનનો ઉદ્દેશ તેના દાવાવાળા વિસ્તારો પર કબ્જો કરવાનો હતો. સરકારે લાગ્યુ કે ગલવાન જેવા પગલાથી આમ કરી શકે છે. ચીને ભારતને LAC પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા અને અમેરિકા સાથે સંબંધો ઘનિષ્ઠ નહીં કરવા અંગે ચેતવણી આપી હતી. તેમ છતાં ચીનની આ ચાલ સફળ રહી નથી.

આ અહેવાલમાં વધુ એક ઘટનાને ટાંકી કહેવામાં આવ્યુ છે કે ઝપાઝપી સર્જાઈ તેના એક સપ્તાહ અગાઉ ચીન સરકારના અખબાર ગ્લોબલ ટાઈમ્સે તેમના નેતાઓના ઈરાદા અંગે સંકેત આપ્યા હતા. અખબારે એક એડિટોરિયલમાં ચેતવણી આપી હતી કે ભારત અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરમાં સામેલ થાય છે તો તેના કારોબારને મોટી અસર થશે.

જિનપિંગે સત્તા સંભાળી ત્યારબાદ ભારત સાથે સંઘર્ષ વધ્યો
US પેનલે કહ્યું છે કે બન્ને દેશ વચ્ચે સીમા પર અનેક વખત ઝપાઝપી થઈ ચુકી છે. જોકે, વર્ષ 2012માં શી જિનપિંગે સત્તા સંભાળી ત્યારબાદ તેમા વધારો થયો છે. આ સમયમાં બન્ને દેશોએ તેમની સીમા પર પાંચ મોટા ફેરફાર જોયા છે. આ વર્ષે LAC પર ચીન સરકારની ઉશ્કેરણીજનક વર્તણૂંકનું કારણ સ્પષ્ટ નથી.

ભારત અને ચીનના સૈનિક ઈસ્ટર્ન લદ્દાખમાં LAC પર મે મહિનાની શરૂઆતથી જ એકબીજાની સામે છે. જૂન મહિનામાં સ્થિતિ વધારે બગડી હતી. તેને લીધે ગલવાન ઘાટીમાં અથડામણ થઈ. તેમા બન્ને દેશને નુકસાન થયુ છે. ચીને એકતરફી રીતે સીમા પર યથાસ્થિતિ બદલવાનો પ્રયત્ન કર્યો છે. તેને લીધે આ અથડામણ થઈ હતી.

[ad_2]

Source link