Uncategorized

USમાં ઇલેક્ટોરલ વોટ્સ કાઉન્ટિંગ આજે: બાઇડનની જીત પર બંધારણીય મહોર લાગશે, જાણો અમેરિકન સંસદ કઈ રીતે રાષ્ટ્રપ્રમુખ ચૂંટણીને અંજામ આપશે

[ad_1]

  • Gujarati News
  • International
  • Biden’s Victory Will Have A Constitutional Seal, Find Out How The US Parliament Will Conduct The Presidential Election

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વોશિંગ્ટન39 મિનિટ પહેલા

અમેરિકામાં આજે ઈલેક્ટોરલ કોલેજના વોટોની ગણતરી થશે. એ પછી ડેમોક્રેટ પાર્ટીના જો બાઇડન (પ્રેસિડેન્ટ ઈલેક્ટ)ની જીત પર મહોર લાગી જશે. બાઈડન 20 જાન્યુઆરીએ રાષ્ટ્રપ્રમુખપદના શપથ લેશે. શપથવાળા દિવસને ઇનોગ્યુરેશન ડે કહેવાય છે.

અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ ચૂંટણી 3 નવેમ્બરે થઈ હતી. ઈલેક્ટોરલ કોલેજ વોટિંગ 14 ડિસેમ્બરે થયું હતું. હવે ઈલેક્ટોરલ કોલેજ વોટોની ઔપચારિક ગણતરી અમેરિકન સંસદનાં બંને ગૃહો સંયુક્ત રીતે કરશે. બીજા શબ્દોમાં કહીએ તો સેનેટ અને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ (HOR)ની કમ્બાઈન્ડ મીટિંગ થશે. અહીં આ પ્રોસેસને સમજવાની કોશિશ કરીએ.

આ છે વ્યવસ્થા
સેનેટના 100 અને HORના 435 સભ્ય સાથે બેસશે. આ મીટિંગ HOR બિલ્ડિંગમાં થશે. એને તમે આપણી લોકસભા જેવું માની શકો છો. 3 નવેમ્બરે રાષ્ટ્રપ્રમુખ ચૂંટણી સાથે જ HORના 435 અને સેનેટના એક તૃતીયાંશ (33) સભ્યોની પણ ચૂંટણી થઈ. સાંસદોના શપથ રાષ્ટ્રપ્રમુખના શપથ ગ્રહણ અગાઉ થાય છે, આથી તેઓ બંધારણીય રીતે દેશના ભાવિ રાષ્ટ્રપ્રમુખના નામ પર મહોર લગાવે છે.
સંયુક્ત બેઠકની અધ્યક્ષતા ઉપરાષ્ટ્રપ્રમુખ (આ વખતે માઈક પેન્સ) કરે છે. આલ્ફાબેટિકલી દરેક રાજ્યના બેલેટ બોક્સ ખોલવામાં આવે છે. નામ લઈને જણાવાય છે કે કયા ઈલેક્ટરે કયા કેન્ડિડેટને વોટ આપ્યો છે.

મુકાબલો ટાઇ થાય તો?
માનો કે બંને કેન્ડિડેટ્સને 269-269 વોટ મળે તો શું થશે? આ સ્થિતિમાં એ જ સમયે સંસદ આકસ્મિક ચૂંટણી (કન્ટિજન્ટ ઈલેક્શન) કરશે. એમાં પણ એક પેચ છે. જો રાષ્ટ્રપ્રમુખનો મામલો ફસાય તો HOR અને જો ઉપરાષ્ટ્રપ્રમુખ નક્કી ન થઈ શકતા હોય તો સેનેટ નિર્ણય કરે છે.

રાષ્ટ્રપ્રમુખના મામલે દરેક રાજ્યનો એક જ વોટ હશે, એટલે કે 50 રાજ્ય અને એટલા જ એટલે કે 50 વોટ. જે કેન્ડિડેટને 26 કે એનાથી વધુ વોટ મળશે તે જીતી જશે. ઉપરાષ્ટ્રપ્રમુખ મામલે સેનેટના 100 સભ્યો વોટ કરે છે. જેને 51 વોટ મળે છે તે જીતી જાય છે. 1836માં એવું થઈ ચૂક્યું છે.

ટ્રમ્પની જીદનું શું થશે?
ટ્રમ્પે ન તો અત્યારસુધી હાર માની છે અને ન તો પ્રેસિડેન્ટ ઈલેક્ટને અભિનંદન આપવાની પરંપરા નિભાવી છે. તેઓ ઈલેક્શન ફ્રોડનો દાવો કરી રહ્યા છે, પરંતુ ઈલેક્ટોરલ કોલેજ વોટિંગમાં બાઈડનની જીત નક્કી થઈ ચૂકી છે, એથી તેમનું કાઉન્ટિંગ ઔપચારિકતા જ છે.

આ વખતે શું કંઈક અલગ થઈ શકે છે?
મિસૌરીના સેનેટર જોશ હોલે કહે છે, તેઓ ઈલેક્ટોરલ કોલેજની કાઉન્ટિંગ પર વાંધો નોંધાવશે, પરંતુ અમેરિકન મીડિયા રિપોર્ટ્સ જણાવે છે કે એનાથી કોઈ ફરક પડવાનો નથી. બાઈડનને 306 અને ટ્રમ્પને 232 વોટ મળી ચૂક્યા છે, આથી કોંગ્રેસમાં થનારી ગણતરી માત્ર ઔપચારિકતા છે. આનું એક કારણ એ પણ છે કે અમેરિકામાં દરેક રાજ્યનું પોતાનું બંધારણ છે અને રાજ્ય પોતાના ઈલેક્ટર્સ વોટ્સને સર્ટિફાઈડ કરીને મોકલે છે, એટલે કે શંકાને કોઈ સ્થાન રહેતું નથી.

સંસદમાં કાઉન્ટિંગને પડકારવાથી શું થશે
‘શિકાગો ટ્રિબ્યુન’ના અનુસાર, HORમાં ડેમોક્રેટ્સની બહુમતી છે. આ ઉપરાંત અનેક રિપબ્લિકન સાંસદ એવા છે, જેઓ જાહેરમાં કહી ચૂક્યા છે કે બાઈડન જ પ્રેસિડેન્ટ ઈલેક્ટ છે. મિચ મેક્ડોનેલ જેવા સિનિયર રિપબ્લિકન સાંસદ તો પોતાની પાર્ટીના અન્ય સાથીઓને કહી રહ્યા છે કે તેઓ કાઉન્ટિંગમાં કોઈ અવરોધ ન નાખે.

પેન્સ માટે મુશ્કેલ શા માટે?
અમેરિકામાં સામાન્ય રીતે રાષ્ટ્રપ્રમુખ બે કાર્યકાળ પૂરા કરે છે. ટ્રમ્પને પ્રથમ કાર્યકાળ પછી હારનો સામનો કરવો પડ્યો. સંયુક્ત સત્રની અધ્યક્ષતા વાઈસ-પ્રેસિડેન્ટ માઈક પેન્સ કરશે. તેમણે ડેમોક્રેટ પાર્ટીના જો બાઈડનનું નામ રાષ્ટ્રપ્રમુખ અને કમલા હેરિસનું નામ ઉપરાષ્ટ્રપ્રમુખ તરીકે જાહેર કરવું પડશે. આ અસહજ સ્થિતિ હશે, કેમ કે તેઓ ખુદ રિપબ્લિકન છે. આ ઉપરાંત તેમના બોસ એટલે કે ટ્રમ્પ હાર માનવાનો ઈનકાર કરતા રહ્યા છે.

[ad_2]

Source link