Uncategorized

UAEમાં ‘બિલિયન ચિયર્સ’: વિશ્વની સૌથી ઊંચી બિલ્ડિંગ ‘બુર્જ ખલીફા’ પર ઈન્ડિયન ટીમ છવાઈ, T-20 વર્લ્ડ કપ જર્સીનો વીડિયો શેર કર્યો

[ad_1]

એક કલાક પહેલા

  • કૉપી લિંક

ઈન્ડિયન ક્રિકેટ ટીમ આગામી T-20 વર્લ્ડ કપની જર્સી બુધવારે જાહેર કરી દીધી છે અને આને ‘બિલિયન ચિયર્સ’ નામ આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ જર્સી દર્શકોથી પ્રેરણા મેળવીને બનાવવામાં આવી હોવાના સમાચારો પણ સામે આવી રહ્યા છે. તેવામાં ઈન્ડિયાની આ જર્સીની ઝાંખીને વિશ્વની સૌથી ઊંચી બિલ્ડિંગ ‘બુર્ઝ ખલીફા’ પર પણ પ્રકાશિત કરવામાં આવી હતી. જેનો વીડિયો BCCIએ શેર કર્યો હતો. આ વીડિયો જોઈને સોશિયલ મીડિયા પર ઈન્ડિયન ફેન્સ પણ ઉત્સાહમાં આવી ગયા છે.

ઈતિહાસમાં પહેલી વાર ફેન્સને ડેડિકેટ કરતી જર્સી
ઈન્ડિયન ક્રિકેટના ઈતિહાસમાં પહેલી વાર ફેન્સની યાદગીરી અને તેમના પ્રેમની ઝાંખીને સંબોધીને કોઈ જર્સીને લોન્ચ કરાઈ છે. આ જર્સીમાં ફેન્સના ચિયર કરતા અવાજોની સાઉન્ડ વેવ પેટર્નને ડાર્ક બ્લૂ તથા બ્લૂ કલરમાં પ્રિન્ટ કરવામાં આવી છે.

BCCI પ્રેસિડેન્ટ ગાંગુલીનો ઘટસ્ફોટ
સૌરવ ગાંગુલીએ આ જર્સી અંગે ઘટસ્ફોટ કરતા કહ્યું હતું કે ઈન્ડિયન ક્રિકેટ ટીમને સપોર્ટ કરવા માટે ફેન્સ વિદેશમાં પણ પહોંચી જાય છે. દુનિયાના કોઈપણ દેશમાં ઈન્ડિયન ટીમ મેચ રમવા જાય, ત્યાંના સ્ટેડિયમમાં ઈન્ડિયન ફેન્સ ટીમને ચિયર કરવા માટે પહોંચી જ જાય છે. તેવામાં ફેન્સના સાઉન્ડ વેવ પેટર્નની જર્સી પહેરીને ઈન્ડિયન ટીમ આ ટૂર્નામેન્ટમાં પોતાનું બેસ્ટ આપવા માટે મેદાનમાં ઉતરશે.

T-20 વર્લ્ડ કપ ટીમમાં થયો ફેરફાર
BCCI આગામી T-20 વર્લ્ડ કપ માટે ટીમમાં મોટો ફેરફાર કર્યો છે. ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરને ટીમની મુખ્ય T-20 ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, જ્યારે ઓલરાઉન્ડર અક્ષર પટેલ, જે પહેલાથી જ ટીમમાં છે. તેને 15 સભ્યોની ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. તેવામાં હવે અક્ષરને સ્ટેન્ડ બાય ખેલાડીની યાદીમાં સામેલ કરવામાં આવ્યો છે. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનું ફોર્મ ખરાબ હોવા છતા ટીમમાં સામેલ છે.

BCCIએ ટ્વિટ કરીને આપી જાણકારી
BCCIએ નવી જર્સી લોન્ચ કરતા કે.એલ. રાહુલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, રવિન્દ્ર જાડેજા અને બુમરાહનો નવી જર્સી સાથે ફોટો મુકીને એક ટ્વિટ દ્વારા લોકોને આ નવી જર્સી વિશે જાણાકારી આપી છે.

ભારતીય ક્રિકેટ ટીમના સત્તાવાર કિટ સ્પોન્સર્સ એમપીએલ સ્પોર્ટ્સ દ્વારા આ જર્સી લોન્ચ કરવામાં આવી છે. તેમણે કહ્યું આ માત્ર એક ટીમ નથી, તેઓ ભારતનું ગૌરવ છે. આ માત્ર જર્સી નથી, તે એક અબજ ચાહકોનો આશીર્વાદ છે. ટીમ ઇન્ડિયાને ચિયર્સ કરવા તૈયાર રહો.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link