Uncategorized

T20 સીરિઝ: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી મેચ આજે, ભારત આજે મેચ જીતશે તો સીરિઝ પર કબજો કરી લેશે

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Cricket
  • The Second Match Between India And Australia Today, If India Wins The Match Today, They Will Capture The Series

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈ4 કલાક પહેલાલેખક: ચંદ્રેશ નારાયણન

  • કૉપી લિંક

ઓસ્ટ્રેલિયાની ટીમ રવિવારે ભારત સામે મેદાન પર ઉતરશે તો તેના માટે કરો યા મરોની સ્થિતિ હશે. ત્રણ મેચની સીરિઝમાં ટીમ ઈન્ડિયા 1-0થી આગળ છે. પ્રથમ મેચમાં લેગ સ્પિનર ચહલ જીતનો હીરો રહ્યો હતો. નટરાજન પ્રભાવશાળી રહ્યો. આ કારણે ટીમ 161 રનના સ્કોરનો બચાવ કરી શકી. રાહુલે અડધી સદી ફટકારી હતી. જોકે મિડલ ઓર્ડર સારું પ્રદર્શન કરી શક્યું નહીં પરંતુ જાડેજાએ 23 બોલમાં 44 રન ફટકારી સ્કોર સન્માનજનક બનાવ્યો હતો. જોકે, તે ઈજાગ્રસ્ત થતાં બહાર છે. સીરિઝમાં રહેવા ઓસ્ટ્રલિયાએ આ મેચ જીતવી જરૂરી છે. કેપ્ટન ફિન્ચ ઈજાગ્રસ્ત છે.

માર્ચ પછી પૂજારા-વિહારી પ્રથમ વખત રમશે : ઈન્ડિયા-એ અને ભારત-એ વચ્ચે રવિવારથી 3 દિવસની પ્રેક્ટિસ મેચ શરૂ થઈ રહી છે. ટેસ્ટ સીરિઝથી પહેલા આપણાં ટેસ્ટ ખેલાડીઓ માટે આ મહત્ત્વની છે. ચેતેશ્વર પૂજારા અને હનુમા વિહારીએ માર્ચ પછી કોઈ મેચ રમી નથી. બંને ખેલાડી આઈપીએલમાં રમતા નથી. આથી તેમના પર સૌથી વધુ નજર રહેશે. આ ઉપરાંત સાહાની ફિટનેસ પર પણ નજર રહેશે. નવદીપ સૈની, મોહમ્મદ સિરાજ અને ઉમેશ યાદવ પણ રમી શકે છે.

[ad_2]

Source link