Uncategorized

SRKના બિઝનેસ ઇન્વેસ્ટમેન્ટ્સ: એક્ટિંગ ઉપરાંત શાહરુખ બિઝનેસમાં પણ છે અવ્વલ, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટની સાથે IPL ટીમનો છે માલિક

[ad_1]

મુંબઈ13 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • શાહરુખ બિઝનેસમાં પણ માહિર છે

શાહરુખ ખાન ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો એક એવો હિસ્સો છે, જેને ક્યારેય અલગ કરી શકાય નહીં. શાહરુખ ખાન એક્ટિંગ ઉપરાંત ફિલ્મ પ્રોડક્શન સહિત ઘણાં બિઝનેસ કરે છે. શાહરુખ ખાન હાલમાં દીકરાના ડ્રગ્સ કેસને કારણે ચર્ચામાં છે.

બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ

શાહરુખ ખાન દુનિયા માટે પોતાનામાં જ એક બ્રેન્ડ છે. તેની લોકપ્રિયતાને કારણે તેની પાસે લાંબી બ્રાન્ડ એન્ડોર્સમેન્ટની યાદી છે. તે સોફ્ટ ડ્રિંક્સ, ઘડિયાળ, મોબાઇલ તથા શાનદાર કાર સહિત વિવિધ બ્રાન્ડને એન્ડોર્સ કરે છે.

KKR ફ્રેન્ચાઇઝીનો માલિક

શાહરુખ ખાને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં રોકાણ કર્યું છે. શાહરુખ એક્ટ્રેસ જૂહી ચાવલા-જય મહેતાની સાથે KKR (કોલકાતા નાઇટ રાઇડર્સ) ફ્રેન્ચાઇઝીનો માલિક છે. 2017માં શાહરુખે પત્ની ગૌરી સાથે ક્રિકેટ સાઉથ આફ્રિકાની ટી20 ગ્લોબલ લીગમાં ફ્રેન્ચાઇઝી ખરીદી છે.

કિડ્ઝાનિયા​​​​​​​

શાહરુખને ફેમિલીમેન તરીકે ઓળખવામાં આવે છે. શાહરુખે કિડ્ઝાનિયામાં 26% હિસ્સો ખરીદ્યો છે. કિડ્ઝાનિયા બાળકો માટે ઇન્ટરનેશનલ એજ્યુકેશન સિરીઝ છે. મુંબઈમાં બાદ નોઇડામાં પણ કિડ્ઝાનિયા શરૂ કરવામાં આવ્યું છે.

રેડ ચિલીઝ VFX કંપની

2006માં શાહરુખ ખાને વિઝ્યુઅલ ઇફેક્ટની દુનિયામાં પગલું ભર્યું હતું. થોડાં વર્ષ પહેલાં શાહરુખે મુંબઈમાં હાઇલી એડવાન્સ VFX સ્ટુડિયો શરૂ કર્યો હતો. શાહરુખની કંપની બોલિવૂડના અનેક પ્રોજેક્ટ્સ માટે જાણીતી છે. 2017માં સ્ટુડિયોના ઇનોગ્રેશન દરમિયાન શાહરુકે કહ્યું હતું, ‘મુંબઈના 25 વર્ષ મને મારું જીવન આપ્યું છે. RC VFX (રેડ ટિલીઝ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ)ની નવી ઓફિસના ઇનોગ્રેશનમાં પહેલી જ વાર. મને લાગે છે કે મેં કંઈક સારું કામ કર્યું છે.’

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link