Uncategorized

SIIનો મોટો નિર્ણય: બ્રિટનમાં 2448 કરોડ રૂપિયાનું રોકાણ કરશે સીરમ ઈન્સ્ટીટ્યુટ, પીએમ જોનસને કહ્યું- રિસર્ચ અને ડેવલોપમેન્ટ સાથે વેક્સિન પણ તૈયાર થશે

[ad_1]

  • Gujarati News
  • International
  • Serum Institute To Invest Rs 2,448 Crore In UK, PM Jones Says Vaccine To Be Ready Along With Research And Development

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લંડનએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • પીએમ બોરિસ જોનસનના અધિકારી તરફથી આપવામાં આવેલી માહિતા મુજબ બ્રિટન અને ભારત મળીને વેક્સિન ક્ષેત્રમાં કામ કરશે
  • લગભગ 1 બિલિયન ડોલરનો ટ્રેડ અને રોકાણ આ અંતર્ગત કરવામાં આવશે, તેનાથી લગભગ 6500 નોકરીઓ સર્જાશે

કોરોનાની વેક્સિન બનાવી રહેલી વિશ્વની સૌથી મોટી કંપની સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયા(SII)એ બ્રિટનમાં 2448 કરોડ રૂપિયાનું રોકાણ કરવાનો નિર્ણય લીધી છે. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને સોમવારે આ અંગેની જાહેરાત કરી છે. જોનસનની ઓફિસ તરફથી કહેવામાં આવ્યું છે કે એ ખુશીની વાત છે કે સીરમ ઈન્સ્ટીટ્યુટે બ્રિટનમાં 240 મિલિયન પાઉન્ડ(લગભગ 2448 કરોડ રૂપિયા)નું રોકાણ કરવાનો નિર્ણય લીધો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત બ્રિટનમાં સેલ્સ ઓફિસ, ક્લિનીકલ ટ્રાયલ, રિસર્ચ અને ડેવલોપમેન્ટની સાથે શકય વેક્સિન બનાવવામાં આવશે.

ભારતની સાથે વેક્સિનને લઈને કરાર
પીએમ બોરિસ જોનસનના અધિકારી તરફથી આપવામાં આવેલી માહિતા મુજબ બ્રિટન અને ભારત મળીને વેક્સિન ક્ષેત્રમાં કામ કરશે. લગભગ 1 બિલિયન ડોલરનો ટ્રેડ અને રોકાણ આ અંતર્ગત કરવામાં આવશે. તેનાથી લગભગ 6500 નોકરીઓ સર્જાશે. તેના માટે મંગળવારે વડાપ્રધાન જોનસન અને નરેન્દ્ર મોદી વરચ્યુઅલ વાતચીત પણ કરશે. તે પછી જ તેની જાહેરાત થશે.

નેજલ વેક્સિનની ટ્રાયલ પણ શરૂ કરી
સીરમ ઈન્સ્ટીટ્યુટે બ્રિટનમાં નાકમાંથી આપવામાં આવતી નેજલ વેક્સિનના ફેઝ-1 નું ટ્રાયલ પણ શરૂ કરી દીધું છે. જો બધુ યોગ્ય રહ્યું તો નેજલ વેક્સિનનો એક જ ડોઝ દરેક પર અસર કરશે. ભારત બાયોટેકે પણ નેજલ વેક્સિનનું ટ્રાયલ ભારતમાં શરૂ કરી દીધુ છે.

પૂનાવાલાએ કહ્યું હતુ, ભારતમાં ધમકીઓ મળી રહી છે, પછીથી સ્પષ્ટતા કરી
સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયાના CEO અદાર પૂનાવાલાએ થોડા દિવસો પહેલા જ લંડનમાં ટાઈમ્સ UKને આપેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેમને ભારતમાં ધમકીઓ મળી રહી છે. આરોપ લગાવ્યો હતો કે ભારતના શક્તિશાળી નેતા અને બિઝનેસ નેતા તેમને ફોન કરીને ધમકાવી રહ્યાં છે. તેમાં કેટલાક મુખ્યમંત્રી પણ સામેલ છે. તમામ કોવીશીલ્ડનો સપ્લાઈ તાત્કાલિક કરવાની માંગણી કરી રહ્યાં છે. જોકે પછીથી તેમણે સ્પષ્ટતા કરી કે વેક્સિનનું પ્રોડક્શન એક ખાસ પ્રોસેસ દ્વારા કરવામાં આવે છે. અમે રાતોરાત મોટી સંખ્યામાં રસી ન બનાવી શકીએ. તેમણે કહ્યું કે ભારતની વસ્તી વધુ છે અને બધા માટે પુરતી વેક્સિન ઉપલબ્ધ કરાવવી તે સરળ કામ નથી. ઘણા મોટા દેશ અને કંપનીઓ ઓછી વસ્તી છતા વેક્સિનની તંગીનો સામનો કરી રહ્યાં છે.

ભારતમાં મળી રહી છે Y કેટેગરીની સિક્યોરિટી
પૂનાવાલાને ગત બુધવારે જ Y કેટેગરીની સિક્યોરિટી મળી હતી. કેન્દ્ર સરકારે અધિકારીઓને જણાવ્યું હતું કે પુનાવાલા પર ખતરાની શકયતાને જોતા તેમને સિક્યોરિટી આપવામાં આવી છે. હવે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ(CRPF)ના 4-5 કમાન્ડોઝ ની સાથે 11 સુરક્ષા કર્મચારીઓ દરેક સમયે પૂનાવાલાની સાથે રહેશે. આ સિક્યોરિટી કવર તેમને સમગ્ર દેશમાં મળશે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link