Uncategorized

Senha Dubey: જાણો કોણ છે ભારતનાં દમદાર યંગ ઓફિસર, જેમણે UNમાં ઈમરાન ખાનને આપ્યો જડબાંતોડ જવાબ

[ad_1]

  • Gujarati News
  • National
  • Know IFS Sneha Dubey Profile, Know Who Is Ifs Sneha Dubey Who Gave Befitting Reply To Imran Khan At UN

7 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • સ્નેહા 2012 બેચનાં IFS ઓફિસર છે, તેમણે પ્રાથમિક અભ્યાસ ગોવાથી કર્યો છે

દર વખતની જેમ આ વખતે પણ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કાશ્મીરની વાત કરી હતી, પરંતુ ભારતે આ વખતે પણ ઈમરાન ખાનની બોલતી બંધ કરી દીધી હતી. આ વખતે ભારત તરફથી જવાબ આપવા માટે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતનાં પ્રથમ સચિવ સ્નેહા દુબે હતાં. સ્નેહા દુબેએ યુએન બેઠકમાં ઈમરાન ખાનને જડબાંતોડ જવાબ આપીને તેમની બોલતી બંધ કરી દીધી હતી.

સ્નેહા દુબેએ રાઈટ ટુ રિપ્લાયનો ઉપયોગ કરીને ઈમરાન ખાનને જવાબ આપતાં કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીર અને લદાખ ભારતનાં અભિન્ન અંગ હતાં, છે અને રહેશે. એમાં એ વિસ્તારો પણ સામેલ છે, જે પાકિસ્તાનના ગેરકાયદે કબજામાં છે. અમે પાકિસ્તાનને ભારતના જે વિસ્તારો પર ગેરકાયદે કબજો કર્યો છે એને તરત ખાલી કરવાનું જણાવીએ છીએ. સ્નેહા દુબેના આવા આકરા જવાબ પછી સોશિયલ મીડિયા પર #SnehaDubey ટ્રેન્ડ કરવા લાગ્યું હતું. ટ્વિટરથી લઈને ફેસબુક લોકો આ દમદાર મહિલા અધિકારી વિશે સર્ચ કરવા લાગ્યા હતા, તો આવો, જાણીએ કે સ્નેહા દુબે કોણ છે અને તેઓ યુએનના સ્ટેજ પર કેવી રીતે પહોંચ્યાં…

સ્નેહાને ફરવાનો ઘણો શોખ છે.

સ્નેહાને ફરવાનો ઘણો શોખ છે.

સ્નેહા 2012 બેચનાં મહિલા IFS ઓફિસર
ઈમરાન ખાનની બોલતી બંધ કરનાર સ્નેહા દુબેએ પહેલા પ્રયત્નમાં જ યુપીએસસીમાં સફળતા મેળવી લીધી છે. તેઓ 2012નાં મહિલા આઈએફએસ ઓફિસર છે. આઈએફએસ બન્યા પછી તેમની નિમણૂક વિદેશ મંત્રાલયમાં કરવામાં આવી હતી. ત્યાર પછી વર્ષ 2014માં ભારતીય દૂતાવાસ મેડ્રિડમાં તેમની નિમણૂક કરવામાં આવી હતી. અમુક વર્ષો પછી તેમની સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતનાં પ્રથમ સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી. સ્નેહા દુબેને પહેલેથી જ આંતરરાષ્ટ્રીય મુદ્દે ખૂબ રસ હતો, તેથી તેમણે ભારતીય વિદેશસેવામાં જવાનો નિર્ણય કર્યો હતો.

સ્નેહાના પિતા એક મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી કરે છે, માતા ટીચર છે.

સ્નેહાના પિતા એક મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી કરે છે, માતા ટીચર છે.

પ્રાથમિક શિક્ષણ ગોવામાં અને પછી JNUમાં એમએ અને MPhil
સ્નેહા જ્યારે 12 વર્ષનાં હતા ત્યારથી ભારતીય વિદેશસેવામાં સામેલ થવા માગતાં હતાં. વર્ષ 2011માં તેમણે પહેલા જ પ્રયત્ને સિવિલ સેવા પરીક્ષા પાસ કરી લીધી હતી. હરવા-ફરવાનાં શોખીન સ્નેહાનું માનવું છે કે આઈએફએસ ઓફિસર બનવાને કારણે તેમને દેશનું પ્રતિનિધિત્વ કરવાનો સારો મોકો મળશે. સ્નેહા તેમના પરિવારમાંથી સરકારી સેવામાં સામેલ થનારી પહેલી વ્યક્તિ છે. સ્નેહાએ જેએનયુમાં એમએ અને MPhil કર્યું છે. સ્નેહાએ પ્રાથમિક શિક્ષણ ગોવામાંથી કર્યું છે. ત્યાર પથી તેમણે પુણેના ફર્ગ્યુસન કોલેજથી સ્નાતક કર્યું છે. તેમના પિતા એક મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરે છે, જ્યારે માતા એક સ્કૂલમાં ટીચર છે.

જાણો સ્નેહા દુબેએ કેવી રીતે ઈમરાનની બોલતી બંધ કરી દીધી
સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતનાં પ્રથમ સચિવ સ્નેબા દુબેએ કહ્યું હતું કે પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને ભારતના આંતરિક મુદ્દાઓને દુનિયાના સ્ટેજ પર લાવવા અને જુઠ્ઠાણાં ફેલાવીને પ્રતિષ્ઠિત સ્ટેજની છબિ ખરાબ કરવાનો પ્રયત્ન કર્યો છે. અમે તેમના આ પ્રયત્નના જવાબમાં રાઈટ ટુ રિપ્લાયનો ઉપયોગ કર્યો છે. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રસંઘના આ સ્ટેજનો દુરુપયોગ કર્યો છે. સ્નેહા દૂબેએ વધુમાં કહ્યું હતું કે તમે આતંકવાદીઓને ઉછેરો છો. લાદેનને શહીદ કહો છો, કાશ્મીરનાં સપનાં છોડી દો.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link