Uncategorized

NRIની હત્યાનો મામલો: અમેરિકામાં સુરતના ભરથાણાનાં દંપતી પર ફાયરિંગ કરનારની ધરપકડ, મોટેલમાં બુલેટપ્રૂફ કાચ હોવા છતાં હોલમાંથી ફાયરિંગ કર્યું

[ad_1]

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરતએક દિવસ પહેલા

  • હત્યારો હકીમ ઈવાન મોટેલમાં જ રહેતો હતો, મિત્રોને લઈને મોટેલમાં રહેવા માટે આવતાં ઉષાબેન સાથે રકઝક થઈ હતી

અમેરિકામાં સ્થાયી થયેલા ભરથાણાનાં કણબી પટેલ દંપતીની મોટેલમાં બુલેટપ્રૂફ કાચ હોવા છતાં નશાખોર હકીમ ઈવાન નામના વિદેશી નાગરિકે કાચના નાના હોલમાંથી ફાયરિંગ કર્યું હતું, જેમાં 58 વર્ષીય ઉષાબેન પટેલને છાતીમાં ગોળી વાગતાં મોત થયું હતું, જયારે તેમના પતિ દિલીપભાઈની ઉપર પણ હકીમ ઈવાને ફાયરિંગ કર્યુ હતું, જોકે તેમને ઘૂંટણના ભાગમાં સામાન્ય ઈજા થઈ હતી.

વધુમાં દિલીપભાઈના મિત્ર અને સુરતના ભરથાણા ગામે રહેતા મોહનભાઈ છીમકાભાઈ પટેલે જણાવ્યું હતું કે હત્યારા હકીમ ઈવાન દિલીપભાઈની મોટેલમાં લાંબા સમયથી રહેતો હતો અને હત્યારાનું રૂમનું ભાડું પણ તેની માતા ભરતી હતી. હત્યારો શુક્રવારે રાત્રે મિત્રોને લઈને રૂમ પર આવ્યો હતો, જેથી દિલીપભાઈની પત્નીએ મિત્રોને લઈને આવવાની ના પાડી હતી, જેથી હત્યારાએ ઉષાબેન સાથે રકઝક કરી હતી.

ઝડપાયેલો આરોપી-હત્યારો હકીમ ઈવાન.

ઝડપાયેલો આરોપી-હત્યારો હકીમ ઈવાન.

હત્યારાએ ઉષાબેનને છાતીમાં ગોળી મારી દેતાં તેઓ ત્યાં જ ઢળી પડયાં હતાં. હત્યારાએ દિલીપભાઈને પણ ગોળી મારી હતી, જોકે તેમનો બચાવ થયો હતો. હત્યારાએ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યા પછી ગર્ન લોક થઈ જતાં દિલીપભાઈનો જીવ બચી ગયો હતો. બાકી તેમના જીવને પણ જોખમ હતું. અમેરિકાની પોલીસે હત્યારા હકીમ ઈવાનને પકડી લીધો હતો. સુરતથી અંતિમવિધિમાં દિલીપભાઈના મિત્ર મોહનભાઈ પટેલ પત્ની સાથે અમેરિકા જવા આવતીકાલે સુરતથી નીકળશે. દિલીપભાઈની પત્ની ઉષાબેનની અંતિમવિધિ અમેરિકામાં 10મી તારીખે રાખવામાં આવી છે. આ ઘટના અમેરિકાના એલ્કટોનના મેરીલેન્ડમાં મોટેલમાં બની છે. દિલીપભાઈ પત્ની સાથે મોટેલમાં રહે છે. ભરથાણામાં તેમનું મકાન પણ છે.

દંપતી મેરીલેન્ડમાં મોટેલનો બિઝનેસ 20 વર્ષથી કરે છે
ભરથાણાનું દંપતી મેરીલેન્ડમાં મોટેલનો બિઝનેસ 20 વર્ષથી કરે છે. આ બાબતે કોઈ સત્તાવાર માહિતી હજુ સુધી મળી નથી. વધુમાં, દંપતીના સંબંધીઓ મારફત જાણવા મળ્યું કે મોટેલમાં મોડી રાતે પતિ-પત્ની બેઠાં હતાં એ સમયે અજાણ્યા શખસોએ ફાયરિંગ કર્યું હતું. શા માટે ફાયરિંગ કર્યું એની માહિતી નથી. પરિવારમાં તેમનો મોટો પુત્ર કેયૂર મેરીડ છે, જયારે કેતુલના લગ્ન બાકી છે. ભરથાણામાં તેનું બંધ મકાન છે.

પતિ-પત્ની મોટેલ પર હતાં ને ફાયરિંગ થયું
અમેરિકામાં મોટેલ ઉધોગ સાથે જોડાયેલા અને મૂળ સુરતના ભરથાણાના પટેલ પરિવાર છેલ્લાં 20 વર્ષથી અમેરિકાના મેરીલેન્ડમાં સ્થાયી થયો છે. પતિ દિલીપ અને પત્ની ઉષા શુક્રવારે પોતાની મોટેલ પર હતાં ત્યારે કેટલાક અજાણ્યા ઈસમો આવીને ફાયરિંગ કરી દંપતીને ગંભીર ઇજા કરીને ભાગી છૂટ્યા હતા.

મોટો દીકરો પણ મોટેલના વ્યવસાય સાથે સંકળાયેલો
છેલ્લા કેટલાક સમયથી અમેરિકામાં રહેતા ગુજરાતીઓ પર સતત હુમલા અને વેપારના સ્થળ પર લૂંટના ઇરાદે તેમના પર ફાયરિંગની ઘટના બનતી આવી છે. ત્યારે આ વખતે સુરતના પરિવારનું દંપતી ભોગ બનતાં સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ દંપતીને બે બાળકો છે, જેમાંથી મોટો દીકરો પણ મોટેલ ઉદ્યોગ સાથે જોડાયેલો છે. સુરત ખાતે તેમના સંબંધી રહે છે પણ તેમનું સુરત ખાતેનું મકાન હાલમાં બંધ છે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link