Uncategorized

KKR v/s GT મેચ LIVE: મુશ્કેલીમાં મુકાયા નાઈટ રાઈડર્સ, 40 રનમાં 4 વિકેટ ગુમાવી; જીતવા માટે 157નો ટાર્ગેટ

[ad_1]

20 મિનિટ પહેલા

IPLમાં શનિવારે રમાઈ રહેલી પહેલી મેચમાં ગુજરાતે કોલકાતાને જીતવા માટે 157 રનનો ટાર્ગેટ આપ્યો છે. જેના જવાબમાં કોલકાતાએ 4 વિકેટના નુકસાને 30+ રન કર્યા છે. અત્યારે રિંકુ સિંહ અને વેંકટેશ અય્યર બેટિંગ કરી રહ્યા છે. મેચનો લાઈવ સ્કોર જોવા માટે અહીં ક્લિક કરો…

ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 156 રન કર્યા હતા. આ દરમિયાન કેપ્ટન હાર્દિક પંડ્યાએ સિઝનની ત્રીજી ફિફ્ટી ફટકારી તો બીજી બાજુ કોલકાતાના આંદ્રે રસેલે છેલ્લી ઓવરમાં 5 રન આપી 4 વિકેટ લીધી હતી.

કોલકાતાની ખરાબ શરૂઆત
ટાર્ગેટ ચેઝ કરતા KKRની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. જેની પહેલી ઓવરમાં સેમ બિલિંગ્સ (4) અને ત્રીજી ઓવરમાં સુનીલ નરેન (5) આઉટ થઈ ગયા હતા. આ બંને વિકેટ મોહમ્મદ શમીએ લીધી હતી. ત્યારપછી નીતીશ રાણા અને શ્રેયસ અય્યર આઉટ થઈ જતા કોલકાતાની ટીમ મુશ્કેલીમાં મુકાઈ હતી. ટીમે 34 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી.

હાર્દિકનું જોરદાર કમબેક
હાર્દિક પંડ્યાએ ટૂર્નામેન્ટમાં સતત ત્રીજી ફિફ્ટી ફટકારી પ્લેઈંગ ઈલેવનમાં શાનદાર કમબેક કર્યું હતું. તેણે 36 બોલમાં પોતાની IPL કારકિર્દીની 7મી ફિફ્ટી ફટકારી છે. જોકે ત્યારપછી હાર્દિક 49 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકારી 67 રન કરી આઉટ થઈ ગયો હતો.

સાહા અને હાર્દિકની પાર્ટરનશિપ

  • રિદ્ધિમાન સાહા અને હાર્દિક પંડ્યાએ બીજી વિકેટ માટે 50 બોલમાં 75 રન જોડ્યા હતા.
  • બંને ખેલાડીઓએ કોલકાતાના બોલરોને ખૂબ જ મુશ્કેલીમાં મુક્યા હતા. તેવામાં આ પાર્ટનરશિપ ઉમેશ યાદવે સાહાને આઉટ કરીને તોડી હતી.
  • સાહા 25 બોલમાં 25 રન કરીને પેવેલિયન પરત ફર્યો હતો. તેનો કેચ વેંકટેશે બેકવર્ડ પોઈન્ટ પર પકડ્યો હતો.

પાવરપ્લેમાં ગુજરાતનું પ્રદર્શન
પહેલી 6 ઓવરમાં ગુજરાતનું પ્રદર્શન સારુ રહ્યું હતું. ટીમે આ દરમિયાન ગિલની વિકેટ ગુમાવ્યા પછી પણ શાનદાર બેટિંગ કરી હતી. જેમાં જોવા જઈએ તો હાર્દિક પંડ્યા નંબર-3 પર આવતા અલગ પ્લાન જોવા મળ્યો હતો. તમને જણાવી દઈએ કે પાવરપ્લે સુધી ગુજરાતનો સ્કોર 47 રન હતો. જેમાં ટીમે કુલ 4 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો.

ગિલ 7 રન કરી આઉટ
ટોસ જીતી પહેલા બેટિંગ કરતા ગુજરાત ટાઈટન્સની શરૂઆત ખરાબ રહી હતી. બીજી ઓવરના પહેલા બોલ પર જ શુભમન ગિલ 7 રન કરી પેવેલિયન ભેગો થઈ ગયો હતો. ટિમ સાઉથીએ શાનદાર બોલ પર તેને કોટબિહાઈન્ડ આઉટ કરાવ્યો હતો. તમને જણાવી દઈએ કે ગિલ સતત ઘણી મેચથી નિષ્ફળ જઈ રહ્યો છે.

  • ગિલ છેલ્લી 4 ઈનિંગમાં ફરી એકવાર 20+ સ્કોર કરી શક્યો નથી.
  • આ સિઝનમાં અત્યારસુધી 7 મેચમાં 29.57ની એવરેજથી 207 રન કર્યા છે.

IPL 2022માં ટીમનું ગણિત
કોલકાતાએ અત્યાર સુધી રમાયેલી 7 મેચોમાં માત્ર ત્રણ મેચ જીતી છે જ્યારે ગુજરાતે છ મેચ રમીને 5 મેચ જીતી છે. ગુજરાતની ટીમ દરેક રીતે મજબૂત દેખાઈ રહી છે. તેના તમામ ખેલાડીઓ એક યુનિટ તરીકે રમતા જોવા મળે છે, જ્યારે તેનાથી વિપરિત કોલકાતા કેમ્પમાં કેપ્ટન અને કોચના વિવાદના સમાચાર સામે આવી રહ્યા છે.

બંને ટીમની પ્લેઇંગ-11

  • કોલકાતા નાઈટ રાઈડર્સઃ વેંકટેશ અય્યર, સુનીલ નરેન, શ્રેયસ અય્યર, નીતીશ રાણા, સેમ બિલિંગ્સ, રિંકૂ સિંહ, આંદ્રે રસેલ, ટિમ સાઉથી, શિવમ માવી, ઉમેશ યાદવ, વરુણ ચક્રવર્તી
  • ગુજરાત ટાઈટન્સઃ શુભમિન ગિલ, ઋિદ્ધિમાન સાહા, હાર્દિક પંડ્યા, અભિનવ મનોહર, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, યશ દયાળ, અલ્ઝારી જોસેફ, લોકી ફર્ગ્યુસન, મોહમ્મદ શમી

ગુજરાત ચેમ્પિયન ટીમની જેમ રમી રહ્યું છે
ગુજરાત માટે સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો હાર્દિક પંડ્યા ફિટનેસની સમસ્યાને કારણે કોઈપણ મેચમાં નહીં રમે તો ટીમ કેવું પ્રદર્શન કરશે. ડેવિડ મિલર અને રાશિદ ખાને ચેન્નાઈ સુપર કિંગ્સ સામે તોફાની બેટિંગ કરીને જવાબ આપ્યો. 184ના સ્ટ્રાઈક રેટથી 51 બોલમાં અણનમ 94 રન કરીને મિલરે સાબિત કર્યું કે ગુજરાતનો મિડલ ઓર્ડર ફક્ત હાર્દિક પર આધારિત નથી.

આ સિવાય ભાસ્કર સાથેની વાતચીતમાં બેટિંગ પર પોતાની મહેનતનો ખુલાસો કરનારા રાશિદ ખાને ચેન્નાઈના સ્ટ્રાઈક બોલર ક્રિસ જોર્ડનની 1 ઓવરમાં 25 રન આપીને મેચનો માર્ગ સંપૂર્ણપણે બદલી નાખ્યો હતો.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link