Uncategorized

KGF 2: સાત દિવસમાં જ ‘બાહુબલી 2’, ‘સંજુ’ ને ‘દંગલ’નો રેકોર્ડ તોડીને નંબર 1 ફિલ્મ બની, કમાણી 700 કરોડને પાર

[ad_1]

મુંબઈ24 મિનિટ પહેલા

  • ‘KGF 2’ 14 એપ્રિલે વિશ્વભરમાં રિલીઝ થઈ છે

‘KGF 2’એ બોક્સ ઓફિસ પર સુનામી લાવી દીધી છે. આ ફિલ્મે પહેલાં જ વીકમાં ‘બાહુબલી 2’નો રેકોર્ડ તોડી નાખ્યો છે. ફિલ્મના હિંદી વર્ઝને અત્યાર સુધી સૌથી ઝડપથી 250 કરોડથી વધુ કમાણી કરીને નંબર વન ફિલ્મ બની છે. સાતમા દિવસે ફિલ્મના હિંદી વર્ઝને 16 કરોડની કમાણી સાથે કુલ 255 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મે વર્લ્ડવાઇડ 700 કરોડથી વધુની કમાણી કરી છે.

સાત દિવસમાં 250 કરોડને પાર
‘KGF 2’એ માત્ર સાત દિવસમાં 250 કરોડથી વધુની કમાણી કરી છે. ‘બાહુબલી 2’ રિલીઝના આઠ દિવસ બાદ 250 કરોડથી વધુની કમાણી કરી શકી હતી. ‘દંગલ’, ‘સંજુ’ તથા ‘ટાઇગર જિંદા હૈ’ આ ત્રણેય ફિલ્મે રિલીઝના 10મા દિવસે 250 કરોડથી વધુની કમાણી કરી હતી.

હિંદી વર્ઝને સાત દિવસમાં કેટલી કમાણી કરી?
‘KGF 2’ને એક્સટેન્ડેડ વીકનો ફાયદો મળ્યો છે. આ ફિલ્મ ગુરુવાર, 14 એપ્રિલના રોજ રિલીઝ થઈ હતી.

દિવસ કમાણી (કરોડમાં)
પહેલો 53.95
બીજો 46.79
ત્રીજો 42.90
ચોથો 50.35
પાંચમો 25.57
છઠ્ઠો 19.14
સાતમો 16.35
ટોટલ 255.05

‘KGF 2’નું વર્લ્ડવાઇડ કલેક્શન

દિવસ કમાણી (કરોડમાં)
પહેલો 165.37
બીજો ​​​​​​​ 139.25
ત્રીજો ​​​​​​​ 115.08
ચોથો ​​​​​​​ 132.13
પાંચમો ​​​​​​​ 73.29
છઠ્ઠો ​​​​​​​ 51.68
સાતમો 43.51
ટોટલ 720.31

રિલીઝના પ્રથમ અઠવાડિયે સૌથી વધુ કમાણી કરનારી ટોપ 10 ફિલ્મ

ફિલ્મનું નામ કમાણી (કરોડમાં)
KGF 2 255.05
બાહુબલી 2 247
વૉર 238.35
સુલ્તાન​​​​​​​ 229.16
ટાઇગર જિંદા હૈ 206.04
સંજુ ​​​​​​​ 202.51
દંગલ 197.54
ધૂમ 3 188.99
બજરંગી ભાઈજાન ​​​​​​​ 184.62
પીકે 183.09

​​​​​​​

KGF 2’ને ‘જર્સી’થી કોઈ જોખમ નહીં
‘જર્સી’ 22 એપ્રિલના રોજ રિલીઝ થઈ રહી છે. ‘KGF 2’ની હાલમાં બોલબાલા છે. જોકે, આ ફિલ્મની કમાણી પર કોઈ બ્રેક લાગે તેમ લાગતું નથી. ફિલ્મે સાત દિવસમાં દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ, મહારાષ્ટ્ર તથા ગુજરાત સર્કિટમાંથી કમાણી કરી છે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link