Uncategorized

IPL ઓક્શનમાં 10 નવા ચહેરા: 20 લાખ કિંમતવાળા સોલંકી અને દેવધર પર લાગી શકે છે કરોડોની બોલી; 31 બોલ પર 77 રન બનાવનાર અર્જુન તેંડુલકરનો દાવો પણ મજબૂત

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Cricket
  • Solanki And Deodhar Worth Rs 20 Lakh May Be Bid For Crores; Arjun Tendulkar, Who Scored 77 Off 31 Balls, Also Has A Strong Claim

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવી દિલ્હી2 કલાક પહેલા

  • કૉપી લિંક

IPLની 14મી સીઝન માટે મિની ઓક્શન આવતીકાલે ચેન્નઈમાં થશે. આ વખતે ઓક્શનમાં ભારતના ઘરેલુ ટૂર્નામેન્ટ્સમાં નીકળેલા અનેક શાનદાર ખેલાડીઓ સામેલ થઈ રહ્યાં છે. આ ખેલાડીઓએ ડોમેસ્ટિક લેવલ પર પોતાની યોગ્યતા પુરવાર કરી છે. 20 લાખ બેઝ પ્રાઈઝ ધરાવનાર વડોદરાના વિષ્ણુ સોલંકી, કેદાર દેવધર, અવિ બરોત જેવા બેટ્સમેન પર કરોડોની બોલી લાગી શકે છે. તેમનો ટી-20માં સ્ટ્રાઈક રેટ 120થી વધુની છે.

હાલમાં જ એક ટૂર્નામેન્ટમાં 31 બોલ પર 77 રન બનાવનાર અર્જુન તેંડુલકર પર પણ ફ્રેન્ચાઈઝીની નજર રહેશે. જાણીએ તે 10 નવા ચહેરા અંગે જેના પર IPL ઓક્શનમાં સારી બોલી બોલાય શકે છે.

1. વિષ્ણુ સોલંકી (બેઝ પ્રાઈઝઃ 20 લાખ રૂપિયા)
વડોદરાના આ ખેલાડીએ સૈયદ મુશ્તાક અલી ટૂર્નામેન્ટના નોકઆઉટ રાઉન્ડમાં પોતાના પરફોર્મન્સથી સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. તેને ટૂર્નામેન્ટમાં 8 મેચમાં 53.40ના સરેરાશથી 267 રન બનાવ્યા. આ દરમિયાન તેની સ્ટ્રાઈક રેટ 128.36ની રહી. જેમાંથી 219 રન તેને અંતિમ 5 મેચમાં બનાવ્યા. સોલંકીએ છેલ્લી 5 ઈનિંગમાં 28, 59, 71 (ક્વાર્ટરફાઈનલ), 12 (સેમીફાઈનલ), 49 (ફાઈનલ) રન બનાવ્યા. સોલંકીએ ટૂર્નામેન્ટમાં 21 ચોગ્ગા અને 12 છગ્ગા લગાવ્યા. જો કે તેની ટીમને ફાઈનલમાં તમિલનાડુ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

2. લુકમાન મેરીવાલા (બેઝ પ્રાઈઝઃ 20 લાખ રૂપિયા)
29 વર્ષના ફાસ્ટ બોલર લુકમાન સૈયદ મુશ્તાક અલી ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ મેળવનાર બીજો બોલર રહ્યો. તેને 8 મેચમાં 6.51ની ઈકોનોમીથી 15 વિકેટ લીધી. જેમાં એક ઈનિંગમાં 5 વિકેટ પણ સામેલ છે. ટૂર્નામેન્ટ દરમિયાન તેની સરેરાશ 13.26ની રહી. એટલે કે દરેક 13 બોલ પર તેને વિકેટ મળી. IPL ઓક્શનમાં અનેક ટીમ પાસે સારા પેસ બોલર્સની ખોટ છે. એવામાં લુકમાન એક સારો ઓપ્શન સાબિત થઈ શકે છે.

3. કેદાર દેવધર (બેઝ પ્રાઈઝઃ 20 લાખ રૂપિયા)
વડોદરાના કેદાર સૈયદ મુશ્તાક અલી ટૂર્નામેન્ટના બીજા હાઈએસ્ટ રન સ્કોરર છે. તેઓએ 2021ની સીઝનમાં 69.80ની સરેરાશથી 349 રન બનાવ્યા. આ દરમિયાન તેની સ્ટ્રાઈક રેટ 113.68ની રહી. ટોપ રન સ્કોરર નારાયણ જગદીશન પહેલાંથી જ IPL ફ્રેન્ચાઈઝી સાથે જોડાય ગયો છે. એવામાં દેવધર અનેક ફ્રેન્ચાઈઝની નજરમાં હોય શકે છે. તેને ટૂર્નામેન્ટમાં 35 ચોગ્ગા અને 11 છગ્ગા લગાવ્યા. તેનો હાઈએસ્ટ સ્કોર નોટઆઉટ 99 રન રહ્યો. કૃણાલ પંડયાની ગેરહાજરીમાં તેને પોતાની કેપ્ટનશીપ હેઠળ ટીમને ટૂર્નામેન્ટના ફાઈનલમાં પણ પહોંચાડી હતી.

4. મોહમ્મદ અઝહરુદ્દીન (બેઝ પ્રાઈઝઃ 20 લાખ રૂપિયા)
સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ટૂર્નામેન્ટમાં કેરળના ઓપનર મોહમ્મદ અઝહરુદ્દીનએ ટૂર્નામેન્ટ ઈતિહાસનો બીજી સૌથી ફાસ્ટ સેન્ચુરી મારી હતી. તેને 37 બોલમાં સેન્ચુરી મારી હતી. તેને પોતાની તાબડતોડ ઈનિંગથી અનેક મોટા ખેલાડીઓને પાછળ છોડી દિધા. ટૂર્નામેન્ટમાં અઝહરુદ્દીન 53.50ની સરેરાશ અને 194.54ની સ્ટ્રાઈક રેટથી 214 રન બનાવી ચુક્યો છે. આ વિકેટકીપર બેટ્સમેને ટી-20માં 19 મેચમાં 144.80ની સ્ટ્રાઈક રેટથી 404 રન બનાવ્યા છે.

5. શેલ્ડન જેક્સન (બેઝ પ્રાઈઝઃ 20 લાખ રૂપિયા)
34 વર્ષના સૌરાષ્ટ્રના આ બેટ્સમેને ટૂર્નામેન્ટમાં પોતાના એક્સપીરિંયનો ભરપૂર ઉપયોગ કર્યો. તેને પુડ્ડુચેરી માટે 5 મેચમાં 80.66ની સરેરાશથી 242 રન બનાવ્યા. આ દરમિયાન તેનો હાઈએસ્ટ સ્કોર નોટઆઉટ 106 રન રહ્યો. આ સીઝનમાં તેને એક સેન્ચુરી અને એક હાફ સેન્ચુરી મારી. સાથે જ 20 ચોગ્ગા અને 13 છગ્ગા પણ લગાવ્યા. જેક્સનને 2012માં કોલકાતા નાઈટરાઈડર્સે સાઈન કર્યો હતો. જે બાદ 2013માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ખરીદ્યો હતો. જો કે તે વધુ મેચ ન રમી શક્ય અને તેને રિલીઝ કરી દેવામાં આવ્યો. ફોર્મમાં ચાલી રહેલો જેક્સન IPLની 14મી સીઝનમાં કોઈ પણ ટીમ માટે ફાયદાકારક ડીલ સાબિત થઈ શકે છે.

6. અતીત સેઠ (બેઝ પ્રાઈઝઃ 20 લાખ રૂપિયા)
આ બોલિંગ ઓલરાઉન્ડર સૈયદ મુશ્તાક ટૂર્નામેન્ટમાં કન્સિસટન્ટ પરફોર્મર રહ્યો. કેપ્ટને જ્યારે પણ તેની બોલિંગ પર મદાર રાખ્યો ત્યારે તેને વિકેટ લઈને પોતાની યોગ્યતા દેખાડી. તેનું પરિણામ એ રહ્યું કે તે ટૂર્નામેન્ટમાં ટોપ-10 વિકેટ ટેકરમાંથી એક છે. તેને 8 મેચમાં 7.10ની ઈકોનોમી અને 18.63ની સરેરાશથી 11 વિકેટ લીધી. તેને અત્યાર સુધીમાં 34 ટી-20 મેચ રમ્યા. જેમાં 71.50ની સરેરાશથી 143 રન બનાવ્યા અને 7.55ની ઈકોનોમીથી 46 વિકેટ લીધી. ફર્સ્ટ ક્લાસમાં તેને 21 મેચમાં 29.36ની સરેરાશથી 734 રન અને 64 વિકેટ મેળવી છે.

7. અવિ બરોત (બેઝ પ્રાઈઝઃ 20 લાખ રૂપિયા)
ગુજરાતના આ બેટ્સમેને સૈયદ મુશ્તાક ટ્રોફીની 2021ની સીઝનમાં પોતાની શાનદાર બેટિંગથી સૌને પ્રભાવિત કર્યા. ટૂર્નામેન્ટ દરમિયાન તેને લાંબા શોટને બદલે ઓર્તોડોક્સ શોટ્સ માર્યા. ટૂર્નામેન્ટમાં તે સૌથી વધુ રન બનાવવાના મામલામાં નારાયણ જગદીશન, કેદાર દેવધર, પ્રભસિમરન સિંહ પછી ચોથા નંબરે રહ્યો. બરોતે ટૂર્નામેન્ટમાં 5 મેચમાં 56.60ની સરેરાશથી 283 રન બનાવ્યા. આ દરમિયાન તેની સ્ટ્રાઈક રેટ 180થી વધુની રહી. આ સીઝનમાં તેનો હાઈએસ્ટ સ્કોર 122 રનનો રહ્યો. શાનદાર બેટિંગના કારણે તે અનેક ટીમની રડાર પર હશે.

8. જલજ સક્સેના (બેઝ પ્રાઈઝઃ 30 લાખ રૂપિયા)
ઈન્દોરના જલજની સૌથી મોટી ખાસિયત છે કે તે એક ઓલરાઉન્ડર પ્લેયર છે. જલજ આ પહેલાં પણ મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ માટે IPL રમી ચુક્યો છે. તે સ્થાનિક ક્રિકેટનો મોટો ખેલાડી છે. 34 વર્ષના જલજે ઉંમરને પોતાની અડચણ ન માનતા આ વર્ષે સૈયદ મુશ્તાકમાં 5 મેચમાં 6.26ની ઈકોનોમી અને 11.90ની સરેરાશથી 10 વિકેટ લીધી. ઘરેલુ ક્રિકેટની વાત કરો, તો તેઓએ 59 ટી-20માં 16.94ની સરેરાશથી 661 રન બનાવ્યા અને 6.84ની ઈકોનોમીથી 59 વિકેટ લીધી છે.સાથે જ 126 ફર્સ્ટ ક્લાસ મેચમાં 35.98ના સરેરાશથી 6,334 રન અને 347 વિકેટ લીધી. શાનદાર ફોર્મમાં ચાલી રહેલા જલજ કોઈ પણ ટીમ માટે એક સારા ઓપ્શન સાબિત થઈ શકે છે.

9. જય બિષ્ટ (બેઝ પ્રાઈઝઃ 20 લાખ રૂપિયા)
મુંબઈના 25 વર્ષના બેટિંગ ઓલરાઉન્ડર જય બિષ્ટ છેલ્લાં કેટલાંક મેચથી શાનદાર ફોર્મમાં છે. તેને સૈયદ મુશ્તાક ટૂર્નામેન્ટની છેલ્લી 4 ઈનિંગમાં 26,69, 30 અને 92 રન ઠપકાર્યા છે. બિષ્ટે ઉત્તરાખંડથી રમતા 5 મેચમાં 54.25ની સરેરાશ અને 133.95ની સ્ટ્રાઈક રેટથી 217 રન બનાવ્યા. આ દરમિયાન તેને 24 ચોગ્ગા અને 6 છગ્ગા માર્યા. બિષ્ટે અત્યાર સુધીમાં 28 ટી-20માં 902 રન બનાવ્યા અને 7.72ની ઈકોનોમીથી 2 વિકેટ લીધી. તો, 26 ફર્સ્ટ ક્લાસ મેચમાં તેને 33.02ની સરેરાશથી 1,486 રન અને 3.48ની ઈકોનોમીથી 15 વિકેટ લીધી.

10 અર્જુન તેંડુલકર (બેઝ પ્રાઈઝઃ 20 લાખ રૂપિયા)
સચિન તેંડુલકરનો પુત્ર અર્જુન તેંડુલકરે હજુ સુધી સીનિયર લેવલે પરફોર્મ નથી કર્યું, પરંતુ બોલિંગ ઓલરાઉન્ડર હોવાને કારણે તેનું ભવિષ્ય ઉજ્જવલ માનવામાં આવે છે. લેફ્ટ હેન્ડેડ ફાસ્ટ બોલરની સાથે સાથે તે લોઅર ઓર્ડરનો સારો બેટ્સમેન પણ છે. તેનું ઉદાહર તેને હાલમાં 73મી પોલીસ ઈન્વિટેશન શીલ્ડ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં આપ્યું હતું. અર્જુને MIG ક્રિકેટ ક્લબ તરફથી રમતા 31 બોલમાં અણનમ 77 રન બનાવ્યા હતા. આ સાથે જ 3 વિકેટ પણ લીધી હતી. તેમના કારણે ટીમે ઈસ્લામ જિમખાનાને 194 રને હરાવ્યું હતું. સાથે જ તે એક બ્રાંડ પણ છે, જે દર્શકોને તેમની ટીમ સાથે જોડી શકે છે.

[ad_2]

Source link