Uncategorized

FIIની આક્રમક ખરીદીથી રોકાણકારો ઉત્સાહમાં: નિફ્ટી માટે 14400 રેઝિસ્ટન્સ અને 14000 મહત્ત્વનાં સપોર્ટ લેવલ્સ

[ad_1]

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ10 દિવસ પહેલાલેખક: મહેશ ત્રિવેદી

  • કૉપી લિંક
  • હાલના મથાળે વેચવું નહીં, હોલ્ડ કરવું કે નવું ખરીદવું તે વિચારવું પડે તેવી શેરબજારોની તેજી

કેલેન્ડર વર્ષ 2021નો પ્રારંભ સેન્સેક્સમાં 900+ પોઇન્ટ્સના સુધારા તેમજ 50000 પોઇન્ટની ઐતિહાસિક સપાટી ભણી આગેકૂચ સાથે થઇ રહ્યો છે. નિફ્ટી 14200નું પ્રથમ બેરિયર કૂદાવવા ઉપરાંત 14300નું સેકન્ડ બેરિયર પણ ક્રોસ કરી 14500 ભણી આગળ વધવા સજ્જ બન્યો છે. બેન્કિંગ-એનબીએફસી, આઇટી- ટેકનોલોજી, ફાર્મા- હેલ્થકેર, સીડી(કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ) – સીજી (કેપિટલ ગુડ્સ), સ્મોલકેપ- મિડકેપની જોડીમાં તમામ ઇન્ડાઇસિસ તેજીના ગરબાની રમઝટ મચાવી રહ્યા છે. સામાન્ય રોકાણકારોને તેજીનો અતિરેક લાગે છે. પરંતુ એફઆઇઆઇ, એચએનઆઇ તેમજ માર્કેટ પંડિતો આને તેજીની શરૂઆત ગણાવી રહ્યા છે. જાન્યુઆરી-2020ના ટોપથી માર્કેટમાં હજી 16 ટકા સુધારો થયો છે. તો માર્ચ-2020ની બોટમથી 43.99 ટકાનો ઊછાળો નોંધાયો છે. નવા વર્ષે સૌ સારા વાના થઇ રહ્યા હોય તેમ અમેરીકન ચૂંટણી પરીણામની અનિશ્ચિતતા દૂર થવા સાથે ઘરઆંગણે જીએસટી કલેક્શન, મેન્યુ. પીએમઆઇ, સર્વિસ પીએમઆઇ સહિતના ઇકોનોમિક ડેટા પોઝિટિવ ઇન્ડિકેશન આપી રહ્યા છે.

હાલના મથાળે વેચવું નહિં, હોલ્ડ કરવું કે નવું ખરીદવું તે વિચારવું પડે તેવી શેરબજારોની તેજી ચાલી રહી છે. જે ભારતીય શેરબજારોના ઇતિહાસમાં સૌથી લાંબી અને અવિરત તેજી છે. જે લોકો તેજીની ગાડીમાં પહેલા સ્ટેશનેથી બેસવામાં રહી ગયા છે. તેઓ ટેક્નો- ફન્ડામેન્ટલી સાઉન્ડ સ્ક્રીપ્સ શોધીને બુક કરી શકે તેટલો અવકાશ હોવાનું મોટાભાગના બજાર પંડિતો માની રહ્યા છે. જોકે, આવી રેલીમાં ટ્રેડ કરવું સૌથી વધુ મુશ્કેલ બની રહેતું હોય છે. કારણકે વેચ્યા પછી પણ ભાવમાં 20-30 ટકાનો ઉછાળો આવે તો વસવસો થઇ જાય. અને મોટાભાગના 100માંથી 95 ટકા રોકાણકારો તેમની Sixth Sense એમ કહેતી હોય કે, ખરીદો, ખરીદો પણ ખરીદી નહિં કરી શકવાનો ખરખરો કરી રહ્યા છે. તેમણે પ્રવાહ પ્રમાણે શઢ ફેરવીને ડેસ્ટિનેશન ચેન્જ કરતાં રહેવું પડે.

હા એક વાત ખાસ ધ્યાનમાં રહે કે જો કાયદેમેં રહેગા વોહી ફાયદેમેં રહેગા મુજબ સ્ટોપલોસ કે સાથ ચલો. ટેકનિકલ ઇન્ડિકેટર્સઃ માર્કેટમાં અનિશ્ચિત તેજીનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ટેકનિકલી નિફ્ટી માટે 14400- 14500ના લેવલ નજીકના રેઝિસ્ટન્સ લેવલ્સ ગણવા. નીચામાં 14300- 14150- 14000 પોઇન્ટની સપાટી મહત્વના સપોર્ટ લેવલ્સ ગણવા. તેનાથી નીચે જાય તો માર્કેટમાં પ્રોફીટ બુકિંગ પ્રેશર શરું થયેલું જાણવું. જેમાં નિફ્ટી 13900 સુધી ઘટી શકે. પરંતુ હાલના તબક્કે ટ્રેડર્સ માટે સ્ટોક સ્પેસિફિક એપ્રોચ અને સ્ટોપલોસ સાથે રાખવો હિતાવહ રહેશે. સેન્સેક્સમાં સળંગ 10 સપ્તાહની તેજી જોવા મળી છે. જેમાં સેન્સેક્સે 9169 પોઇન્ટનો સુધારો નોંધાવ્યો છે.

સેન્સેક્સમાં સળંગ 10 સપ્તાહની તેજી

સપ્તાહાન્ત સેન્સેક્સ
29 ઓક્ટો. 39614
6 નવે. 41893
14 નવે. 43638
20 નવે. 43882
27 નવે. 44150
4 ડિસે. 45080
11 ડિસે. 46099
18 ડિસે. 46961
24 ડિસે. 46974
1 જાન્યુ. 47869
8 જાન્યુ. 48783

2077: સ્ટોપલોસ સાથે લોંગટર્મ સ્ટોક્સ
વિક્રમ સંવત 2077ની શરૂઆતમાં તા. 27 નવેમ્બરના રોજ આ કોલમ દ્વારા કરાયેલી ભલામણની છેલ્લી સ્થિતિ મુજબ શેરબજારોએ રોકાણકારોને કમાણી જ કમાણી કરાવી છે.

કંપની 27 નવે. છેલ્લો ટાર્ગેટ સ્ટોપલોસ ભલામણ
અદાણી પાવર 38.25 53.55 70/75 44 ખરીદો/જાળવો
ભારતી 463 540 575 512 જાળવો/ખરીદો
ICICI 473 542 550 495 જાળવો/ખરીદો
ઇન્ડસઇન્ડ 849 939 1500 875 જાળવો/ખરીદો
આટીસી 194 201 280 195 જાળવો/ખરીદો
લાર્સન 1116 1373 1500 1160 ખરીદો/જાળવો
એસબીઆઇ 244 286 350 257 જાળવો/ખરીદો
પાવરગ્રીડ 193 204 225 190 જાળવો/ખરીદો
હિન્દ કોપર 41.45 67.55 55 57.5 જાળવો/ખરીદો

નોંધઃ અત્રે અપાયેલી ભલામણ માત્ર માર્ગદર્શન માટે છે. આખરી નિર્ણય અભ્યાસ અને નિષ્ણાતની સલાહ અનુસાર લેવા વિનંતી.

સપ્તાહ દરમિયાન ધ્યાનમાં રાખવા જેવા શેર
અદાણી પાવર, હિન્દુસ્તાન કોપર, મેઘમણી ઓર્ગેનિક્સ, તાતા પાવર, તાતા સ્ટીલ, તાતા મોટર, કેડિલા હેલ્થકેર, પીએનબી, ગોદરેજ પ્રોપર્ટીઝ
ઇન્ડિયન બેન્ક (છેલ્લોઃ 87.10, ટાર્ગેટઃ 112)
અહલુવાલિયા કોન્ટ્રાક્ટ્સ (છેલ્લોઃ 264.10, ટાર્ગેટઃ 330)

[ad_2]

Source link