Uncategorized

DGCAએ તપાસ શરૂ કરી: ઈન્ડિગોના 7 પાયલટ ઈમરજન્સી ફ્રિકવન્સી પર કરી રહ્યાં હતા સેલેરીની વાત, હવે કાર્યવાહી થશે

[ad_1]

  • Gujarati News
  • National
  • Indigo’s 7 Pilots Were Talking About Celery On Emergency Frequency, Now Action Will Be Taken

38 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • સાતેય પાયલટ 121.5 MHz અભદ્ર ભાષામાં પણ વાતો કરી રહ્યાં હતા
  • પાયલટની અંદરોઅંદરની વાતચીત માટે 123.45 MHz ફ્રિકવન્સી નિર્ધારીત છે

એરલાઈન કંપની ઈન્ડિગોના ઓછામાં ઓછા સાત પાયલટ આપત્તિજનક ભાષાનો ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું છે. અને તે પણ ઈમરજન્સી સમયે ઉપયોગમાં લેવામાં આવતી ફ્રિકવન્સી પર પગાર મુદ્દે કથિત રીતે આપત્તિજનક ભાષાનો ઉપયોગ કરતા હોવાની વાત સામે આવી છે. સૂત્રો દ્વારા ગુરુવારે આ વાતની જાણકારી આપવામાં આવી છે. આ તમામ પાયલટ ઓછી સેલેરીના મુદ્દે “121.5 મેગાહર્ટઝ ફ્રિકવન્સી” પર આપત્તિજનક ભાષામાં પોતાનો ગુસ્સો જાહેર કરતા હતા. આ ફ્રિકવન્સીનો ઉપયોગ વિમાનમાં ઈમરજન્સી સમયે કોમ્યુનિકેશન માટે કરવામાં આવે છે.

આ વાત સામે આવતા DGCA દ્વારા સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરી દીધી છે. જો કે ઈન્ડિગો દ્વારા હજુ સુધી આ મુદ્દે કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.

આ કારણે ઈન્ડિગોના પાયલટની વાત સામે આવી
મળતી માહિતી મુજબ આ ઘટના 9 એપ્રિલની છે. જેમાં ઈન્ડિગો ફ્લાઈટના પાયલટ અંદરોઅંદર તે રેડિયો ફ્રિકવન્સી (121.5 MHz) પર વાત કરી રહ્યાં હતા જે ઈમરજન્સી સમયે ઉપયોગમાં લેવાય છે. આ ફ્રિકવન્સી તે સમયે જ કોમ્યુનિકેશન માટે ઉપયોગમાં લેવાય છે જ્યારે વિમાન કોઈ મુસીબતમાં હોય. તેથી આ ફ્રિકવન્સી પર આવતા-જતા તમામ સંદેશાઓ પર ATC સતત ધ્યાન રાખે છે. આ કારણે જ ઈન્ડિગો પાયલટની આ અનૌપરચારિક વાત પકડાઈ હતી.

અંદરોઅંદર વાતચીત માટે અલગ ફ્રિકવન્સી
સામાન્ય રીતે પાયલટની અંદરોઅંદરની વાતચીત માટે 123.45 MHz ફ્રિકવન્સી નિર્ધારીત છે. ATC આ ફ્રિકવન્સી પર ધ્યાન નથી આપતું. પરંતુ ઈન્ડિગોના પાયલટ આ ફ્રિકવન્સીની બદલે ઈમરજન્સી રેડિયો ફ્રિકવન્સી પર ન માત્ર વાત કરી રહ્યાં હતા પરંતુ અભદ્ર ભાષાનો ઉપયોગ પણ કરી રહ્યાં હતા. તેમની વચ્ચે થયેલી ચર્ચાનો વિષય તેમની સેલરી સાથે જોડાયેલા તે મુદ્દાઓ હતા જેના પર તેઓ મેનેજમેન્ટથી નાખુશ હતા.

સેલેરીને લઈને કેટલાંક પાયલટ સસ્પેન્ડ
ઈન્ડિગોએ હાલ થોડા દિવસ પહેલાં જ પોતાના કેટલાંક પાયલટને સસ્પેન્ડ કર્યા હતા. આ લોકો સેલેરી સાથે જોડાયેલા મુદ્દે 5 એપ્રિલે હડતાળની યોજના બનાવી રહ્યાં હતા. કોરોનાના સમયગાળામાં સેલેરીમાં કપાત થયો હતો જે હવે ભરપાઈ કરવામાં આવે તેવી માગ ન માનવાને કારણે ઈન્ડિગોના મેનેજમેન્ટ વિરૂદ્ધ આ હડતાળની યોજના હતી.

ઈન્ડિગોએ હાલમાં સેલેરીમાં વધારો જાહેર કર્યો છે
ઈન્ડિગોએ 1 એપ્રિલે પોતાના પાયલટની સેલેરીમાં 8%ના વધારાની જાહેરાત કરી હતી. સાથે જ 6.5% જેટલો પગાર નવેમ્બરમાં વધારવામાં આવશે તેવો વાયદો પણ કર્યો હતો. જો કે પાયલટનું કહેવું છે કે કોરોનાના સમયમાં તેમની સેલેરી 30% જેટલી કાપવામાં આવી હતી. તેથી વધારો પણ તે હિસાબે જ થવો જોઈએ.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link