Uncategorized

BJPમાં જોડાઈ શકે છે કેપ્ટન અમરિંદર સિંહ?: દિલ્હીમાં આજે સાંજે અમિત શાહ અને જેપી નડ્ડા સાથે થશે મુલાકાત, CM પદ પરથી રાજીનામું આપ્યા પછી ભાજપને વિકલ્પ ગણાવ્યો હતો

[ad_1]

નવી દિલ્હી8 મિનિટ પહેલા

  • કૉપી લિંક

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ આજે BJPના નેતા અને ગૃહમંત્રી અમિત શાહને સાજે મળે તેવી શક્યતા છે. રિપોર્ટ મુજબ, કેપ્ટન આજે બપોરે 3.30 વાગ્યે દિલ્હી માટે રવાના થશે. એમ કહેવાઈ રહ્યું છે કે દિલ્હીમાં કેપ્ટનની મુલાકાત ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા સાથે પણ થશે.

અમરિંદરે વિધાનસભા ચૂંટણી પહેલા જ મુખ્યમંત્રી પદ છોડવું પડ્યું
કેપ્ટન અમરિંદરે વિધાનસભા ચૂંટણી પહેલા જ મુખ્યમંત્રી પદ છોડવું પડ્યું. તે પછી કેપ્ટને નવજોત સિંહ સિદ્ધૂ રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો હોવાનું કહ્યું. કેપ્ટને સિદ્ધૂની પાક PM ઈમરાન ખાન અને પાક સેના પ્રમુખ બાજવા સાથેની દોસ્તીને ખતરનાક ગણાવી. ચરણજીત સિંહ ચન્નીને નવા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા પછી પણ કેપ્ટને ચિંતા વ્યક્ત કરી છે. કેપ્ટને કહ્યું કે પંજાબ બોર્ડર સ્ટેટ છે. પાકિસ્તાન સતત અહીં ડ્રોનથી હથિયાર અને નશા યુક્ત વસ્તુઓ મોકલી રહ્યું છે. ચરણજીત ચન્ની મંત્રી તરીકે સારા રહ્યાં છે, જોકે તેમને ગૃહવિભાગનો અનુભવ નથી. એવામાં પંજાબની સુરક્ષા બાબતે તે ચિંતિંત છે.

વિરોધ છતા સિદ્ધૂને સ્ટેટ કોંગ્રેસ ચીફ બનાવવામાં આવ્યા હતા
અમરિંદર સિંહે તા.18 સપ્ટેમ્બરે પંજાબના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. રાજીનામું આપતી વખતે તેમણે જણાવ્યું હતું કે તે નવજોત સિંહ સિદ્ધૂને રાજ્યના કોંગ્રેસ પ્રેસિડન્ટ તરીકે સ્વીકારવા તૈયાર નથી. આ સિવાય તે સિદ્ધૂને આગામી સીએમ તરીકે પણ સ્વીકારવા તૈયાર નથી. આ સિવાય તે આગામી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના ચહેરા તરીકે પણ હોવા જોઈએ. વર્ષની શરૂઆતમાં અમરિંદર સિંહના વિરોધ છતા સિદ્ધૂને સ્ટેટ કોંગ્રેસ ચીફ બનાવવામાં આવ્યા હતા.

ચંદ્રજીત સિંહ ચન્નીએ સુકાન સંભાળ્યું ​​​​​​
જોકે તે પછીથી પંજાબના મુખ્યમંત્રી તરીકે દલિત એવા ચંદ્રજીત સિંહ ચન્નીએ સુકાન સંભાળ્યું છે. તેમણે નાના ઘરો સુધી મફતમાં જળ પહોંચાડવાનું વચન આપ્યું છે. આ સિવાય પાવર ટેરિફ ઘટાડવાનો પણ તેમણે વાયદો કર્યો છે. વધુમાં તેમણે સામાન્ય માણસ માટે ટ્રાન્સપરન્ટ સરકારનો વાયદો કર્યો છે. સુખજિંદર સિંહ અને ઓપી સોનીએ પંજાબના નાયબ મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતા. બંનેને ગવર્નર બનવારીલાલ પુરોહિતે નાયબ મુખ્યમંત્રી તરીકેના શપથ લેવડાવ્યા ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાજર હતા.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link