Uncategorized

BCCIની પહેલી પસંદ પોન્ટિંગ હતા: રાહુલ દ્રવિડ પહેલા રિકી પોન્ટિંગને અપ્રોચ કરાયા, પરંતુ તેને ઓફર નકારી કાઢી; શ્રીલંકાના મહેલા જયવર્ધને પણ રાજી ન થયા

[ad_1]

એક કલાક પહેલા

  • કૉપી લિંક

પૂર્વ ઓસ્ટ્રેલિયન દિગ્ગજ કેપ્ટન રિકી પોન્ટિંગે ટીમ ઈન્ડિયાના હેડ કોચ બનવા માટે BCCIની ઓફર નકારી કાઢી હતી. રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે BCCIએ રિકી પોન્ટિંગને રવિ શાસ્ત્રી પછી ઈન્ડિયન ટીમના કોચ તરીકે પસંદ કરવાની વાત રજૂ કરી હતી, પરંતુ તેમણે ઈન્ડિયન ટીમના કોચ બનવાની ના પાડી દીધી હતી. અત્યારે રિકી પોન્ટિંગ IPL ટીમ દિલ્હી કેપિટલ્સના હેડ કોચ તરીકે કામ કરે છે.

પોન્ટિંગથી પહેલા જયવર્ધનેને તક અપાઈ હતી
રિકી પોન્ટિંગથી પહેલા BCCIના પૂર્વ શ્રીલંકન કેપ્ટન મહેલા જયવર્ધનેને હેડ કોચ પદ માટે અપ્રોચ કરાયો હતો, પરંતુ તેણે આ ઓફર નકારી કાઢી હતી. પોન્ટિંગ અને મહેલા જયવર્ધને IPLમાં અલગ-અલગ ટીમના હેડ કોચ છે. બંને દિગ્ગજોનો IPLમાં કોચ તરીકે રેકોર્ડ પણ સારો છે. મહેલા જયવર્ધને 2017માં મુંબઈ સાથે જોડાયા હતા અને તેમની કોચિંગમાં MIએ 2019 અને 2020 IPL ટાઈટલ પણ જીત્યું હતું. વળી પોન્ટિંગના કાર્યકાળમાં દિલ્હી છેલ્લા 3 વર્ષોથી સતત પ્લેઓફમાં સ્થાન મેળવી રહી છે.

દ્રવિડ લેશે રવિ શાસ્ત્રીનું સ્થાન
દુબઈમાં BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહે રાહુલ દ્વવિડ સાથે બેઠક કરી હતી અને તેણે T-20 વર્લ્ડ કપ પછી ઈન્ડિયન ટીમ સાથે કાર્યભાર સંભાળવા જાણ કરી છે. દ્રવિડ 2023ના વનડે વર્લ્ડ કપ સુધી ઈન્ડિયન ટીમનો કોચ બનીને રહેશે. દ્રવિડ સિવાય પારસ મ્હામ્બ્રેને બોલિંગ કોચ તરીકે પસંદ કરાયા છે. તેમનો કાર્યકાળ પણ 2023 વર્લ્ડ કપ સુધી રહેશે. BCCના સૂત્રે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને કહ્યું હતું કે- રાહુલ દ્રવિડ એકમાત્ર ઉમેદવાર હતો. સાચુ કહીએ તો બીજો કોઈ વિકલ્પ જ નથી.

ટૂંક સમયમાં NCAના અધ્યક્ષ પદેથી રાજુનામું આપશે
દ્રવિડ અત્યારે નેશનલ ક્રિકેટ એકેડમી NCAના અધ્યક્ષ છે. શુક્રવારે રાત્રે IPL ફાઇનલ દરમિયાન BCCI અધિકારીએ ટાઇમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું હતું કે રાહુલ દ્રવિડ ઈન્ડિયન ટીમનો હેડ કોચ બનશે. તે
ટૂંક સમયમાં NCA ચીફ પદેથી રાજીનામું આપી દેશે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link