Uncategorized

‘ડૉક્ટર સ્ટ્રેન્જ’ ભારતમાં હોલિવૂડની ચોથી બિગેસ્ટ ઓપનર બની, પરંતુ KGF-2 પર બેનેડિક્ટનો જાદુ ન ચાલ્યો | ‘Doctor Strange’ becomes Hollywood’s fourth biggest opener in India, but Benedict’s magic did not work on KGF-2

[ad_1]

  • Gujarati News
  • Entertainment
  • ‘Doctor Strange’ Becomes Hollywood’s Fourth Biggest Opener In India, But Benedict’s Magic Did Not Work On KGF 2

16 કલાક પહેલા

સાઉથની ફિલ્મો ‘KGF-2’, ‘RRR’ અને ‘પુષ્પા’ પછી હવે હોલિવૂડની ફિલ્મો ઈન્ડિયન બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. 6 મેના રોજ રિલીઝ થયેલી બેનેડિક્ટ કમ્બરબેચ સ્ટારર ‘ડૉક્ટર સ્ટ્રેન્જ ઈન ધ મલ્ટીવર્સ ઓફ મેડનેસ’એ પહેલા દિવસે ઈન્ડિયન બોક્સ ઓફિસ પર રેકોર્ડ કમાણી કરી છે. ફિલ્મે ઓપનિંગ ડે પર ભારતમાં 27 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો છે. તે સાથે જ આ ફિલ્મ ઈન્ડિયામાં ચોથી બિગેસ્ટ હોલિવૂડ ઓપનર પણ બની ગઈ છે, પરંતુ બેનેડિક્ટનો જાદુ સુપરસ્ટાર યશની KGF-2 પર ન ચાલી શક્યો. KGF-2 હવે 23 દિવસમાં જ દુનિયાભરમાં ત્રીજી હાઈએસ્ટ ગ્રોસિંગ ઈન્ડિયન ફિલ્મ પણ બની ગઈ છે.

પહેલા દિવસે ઈન્ડિયામાં 27.50 કરોડની કમાણી કરી
તરણ આદર્શે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને જણાવ્યું કે, ડૉક્ટર સ્ટ્રેન્જે પહેલા દિવસે ઈન્ડિયામાં 27.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે. તેની સાથે આ ફિલ્મ ઈન્ડિયામાં ચોથી બિગેસ્ટ હોલિવૂડ ઓપનર બની ગઈ છે. આ લિસ્ટમાં વર્ષ 2019માં રિલીઝ થયેલી ‘એવેન્જર્સઃએન્ડગેમ’ (53.10 કરોડ) પહેલા નંબર પર છે. તેના પછી વર્ષ 2021માં રિલીઝ થયેલી ‘સ્પાઈડર મેનઃ નો વે હોમ’ (32.67 કરોડ) બીજા નંબરે છે અને વર્ષ 2018માં આવેલી ‘એવેન્જર્સઃ ઈન્ફિનિટી વોર’ (31.30 કરોડ) ત્રીજા નંબરે છે.

USમાં ઓપનિંગ ડે પર 277 કરોડની કમાણી કરી
1722 કરોડના બજેટમાં બનેલી ‘ડૉક્ટર સ્ટ્રેન્જ ઈન ધ મલ્ટીવર્સ ઓફ મેડનેસ’એ USમાં ઓપનિંગ ડે (ગુરુવાર) પર 277 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. સેમ રાયમીના ડાયરેક્શનમાં બનેલી ‘ડૉક્ટર સ્ટ્રેન્જ ઈન ધ મલ્ટીવર્સ ઓફ મેડનેસ’માં બેનેડિક્ટ કમ્બરબેચ સિવાય ચિવેટેલ એજિયોફોર, બેનેડિક્ટ વોંગ, જોચીતલ ગોમેજ, માઈકલ સ્ટુહલબર્ગ અને રેચલ મેકએડમ્સ પણ લીડ રોલમાં છે.

KGF-2 પર ‘ડૉક્ટર સ્ટ્રેન્જ’ની અસર ન પડી
‘ડૉક્ટર સ્ટ્રેન્જ ઈન ધ મલ્ટીવર્સ ઓફ મેડનેસ’ રિલીઝ થયા પછી પણ ઈન્ડિયન બોક્સ પર KGF-2ની કમાણીને કોઈ અસર નથી થઈ. KGF-2 બોક્સ ઓફિસ પર હજી પણ સતત રેકોર્ડ તોડી રહી છે. KGF-2એ 23 દિવસમાં જ લગભગ 1130 કરોડ રૂપિયાનો વર્લ્ડ વાઈડ બિઝનેસ કર્યો છે. એટલું જ નહીં ફિલ્મના હિન્દી વર્ઝને પણ 400 કરોડની કમાણીનો આંકડો પાર કરીને ઘણા રેકોર્ડ્સ પોતાના નામે કરી લીધા છે.

RRRને પછાડીને ત્રીજી હાઈએસ્ટ ગ્રોસિંગ ઈન્ડિયન ફિલ્મ બની KGF-2
રિપોર્ટ્સના અનુસાર, 100 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી KGF-2એ ચોથા અઠવાડિયાના બીજા દિવસે એટલે કે 23 દિવસમાં 9 કરોડ રૂપિયાનું વર્લ્ડ વાઈડ ગ્રોસ બોક્સ ઓફિસ કલેક્શન કર્યું. આ પહેલા ફિલ્મે ચોથા અઠવાડિયાના પહેલા દિવસે 11.46 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. તેમજ ફિલ્મે ત્રીજા અઠવાડિયામાં 140.55 કરોડ, બીજા અઠવાડિયામાં 223.51 કરોડ અને પહેલા અઠવાડિયામાં 720.31 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

તે મુજબ ચોથા અઠવાડિયાના બીજા દિવસે એટલે કે 23 દિવસમાં લગભગ 1131 કરોડ રૂપિયાનું વર્લ્ડ વાઈડ ગ્રોસ બોક્સ ઓફિસ કલેક્શન કર્યું છે. તે સાથે KGF-2 એસએસ રાજામૌલીની RRR (1125 કરોડ)ને પછાડીને વિશ્વમાં ત્રીજી હાઈએસ્ટ ગ્રોસિંગ ઈન્ડિયન ફિલ્મ બની ગઈ છે. તે ઉપરાંત KGF-2 (932 કરોડ) RRRને પછાડીને ઈન્ડિયન બોક્સ ઓફિસ પર ‘બાહુબલી-2’ પછી બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ પણ બની ગઈ છે.

હિન્દીમાં બીજી હાઈએસ્ટ ગ્રોસિંગ ફિલ્મ
તરણ આદર્શે જણાવ્યું કે, KGF-2ના હિન્દી વર્ઝને ઈન્ડિયામાં ચોથા અઠવાડિયાના બીજા દિવસે એટલે કે 23 દિવસમાં 3.85 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ પહેલા ફિલ્મે ચોથા અઠવાડિયાના પહેલા દિવસે 6.30 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. તેમજ ફિલ્મે ત્રીજા અઠવાડિયામાં 48.74 કરોડ, બીજા અઠવાડિયામાં 98.01 કરોડ અને પહેલા અઠવાડિયામાં 255.05 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ મુજબ ફિલ્મના હિન્દી વર્ઝને ચોથા અઠવાડિયાના બીજા દિવસે એટલે કે 23 દિવસમાં અત્યાર સુધી 401.80 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.

આ સાથે જ KGF-2 આમિર ખાનની દંગલ (387.38 કરોડ)ના લાઈફટાઈમ બિઝનેસને માત આપીને હિન્દીમાં બીજી હાઈએસ્ટ ગ્રોસિંગ ફિલ્મ પણ બની ગઈ છે. તરણને આશા છે કે KGF-2 પ્રભાસની ‘બાહુબલી-2’ (511 કરોડ) પછી હિન્દીમાં 500 કરોડનો આંકડો પાર કરનારી પહેલી ફિલ્મ પણ બની જશે.

14 એપ્રિલના રોજ રિલીઝ થઈ હતી ફિલ્મ
પ્રશાંત નીલના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં યશ એટલે કે રોકી ભાઈ સિવાય સંજય દત્ત, શ્રી નિધિ શેટ્ટી, પ્રકાશ રાજ અને રવીના ટંડન પણ લીડ રોલમાં જોવા મળી રહ્યા છે. ફિલ્મને 14 એપ્રિલ 2022ના રોજ હિન્દી, તેલુગુ, તમિલ, કન્નડ અને મલાયલમ ભાષામાં થિયેટરોમાં રિલીઝ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]