Uncategorized

એશિયન બેડમિન્ટન ચેમ્પિયનશિપ: ચીની ખેલાડીને હરાવી સેમિફાઈનલમાં પીવી સિંધુની એન્ટ્રી, એક મેડલ તો હવે પાક્કો

[ad_1]

35 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ઓલિમ્પિક મેડલિસ્ટ પીવી સિંધુ એશિયન બેડમિન્ટન ચેમ્પિયનશિપની મહિલા સિંગલ્સની સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે. તેણે એક રોમાંચક મેચમાં ચીનની હી બિંગ જિયાઓને 21-9, 13-21, 21-19થી હરાવી હતી. આ જીતની સાથે સિંધુએ ટૂર્નામેન્ટમાં એક મેડલ પાક્કો કરી લીધો છે. એશિયન બેડમિન્ટન ચેમ્પિયનશિપ ટૂર્નામેન્ટ લગભગ 2 વર્ષ પછી ફરીથી આયોજિત થઈ રહી છે. કોરોનાને કારણે 2 વર્ષ સુધી આને રદ કરાઈ હતી.

વર્લ્ડ રેન્કિંગમાં 7મા અને આ ટૂર્નામેન્ટમાં ચોથા નંબર પર રહેલી સિંધુએ 2014મા ગિમચિયોનમાં રમાયેલી આ ટૂર્નામેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. સિંધુએ પાંચમા નંબર પર સ્થિત ચીની ખેલાડીને હરાવી આ સિદ્ધિ મેળવી હતી.

બિંગ સાથેની મેચની હાઈલાઈટ્સ
પહેલા સેટમાં 11-2ની લીડ લીધા પછી બિંગને કમબેક કરવાની તક જ સિંધુએ આપી નહોતી. ત્યારપછી બીજા સેટમાં ચીનની બિંગ જિયાઓએ કમબેક કર્યું અને પહેલા 6-4 અને પછી 11-10થી લીડ મેળવી લીધી હતી. બ્રેક પછી ચીની ખેલાડીએ 19-12ની લીડ બનાવી અને 13-21થી જીતી લીધી હતી.

ત્રીજા સેટમાં શરૂઆતમાં સ્કોર 2-2ની બરાબરી પર હતો. ત્યારપછી સિંધુએ 11-5ની લીડ લીધી હતી. જોકે બાઉન્સ બેક કરીને બિંગે 18-16 સુધી ગેમ લાવી દીધી હતી. પરંતુ છેવટે સિંધુએ શાનદાર ગેમપ્લાન સાથે 21-19થી આ મેચ પોતાને નામ કરી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link