Uncategorized

બોલિવૂડ-સાઉથ સિનેમાનો વિવાદ: અજય દેવગનનો કિચ્ચા સુદીપને સવાલ- જો હિંદી રાષ્ટ્રીય ભાષા નથી તો પછી તમારી ફિલ્મ ડબ કેમ કરો છો?

[ad_1]

મુંબઈએક કલાક પહેલા

  • કૉપી લિંક

અજય દેવગને કન્નડ સ્ટાર કિચ્ચા સુદીપને જડબાતોડ જવાબ આપ્યો છે. સુદીપે કહ્યું હતું કે હિંદી હવે રાષ્ટ્ર ભાષા નથી. આ નિવેદન અંગે અજયે સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરી હતી. આ સાથે જ કિચ્ચાને સવાલ પણ કર્યો હતો કે જો હિંદી રાષ્ટ્રીય ભાષા નથી તો સાઉથ ઇન્ડસ્ટ્રીના મેકર્સ પોતાની ફિલ્મ હિંદીમાં ડબ કેમ કરે છે?

અજયનો કિચ્ચા સુદીપને જડબાતોડ જવાબ
અજય દેવગને પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, ‘કિચ્ચા સુદીપ મારા ભાઈ, તમારા મતે જો હિંદી આપણી રાષ્ટ્રીય ભાષા નથી તો તમે તમારી માતૃભાષાની ફિલ્મને હિંદીમાં ડબ કરીને કેમ રિલીઝ કરો છો? હિંદી અમારી માતૃભાષા તથા રાષ્ટ્રીય ભાષા હતી, છે અને હંમેશાં રહેશે. જન ગણ મન.’

અજય દેવગન ઉપરાંત સિને સંગઠન FWICE (ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝ)એ સુદીપના નિવેદનનો વિરોધ કર્યો છે. સંગઠનના પ્રેસિડન્ટ બીએન તિવારીએ કહ્યું હતું, ‘કિચ્ચા સુદીપનું નિવેદન બેજવાબદાર છે. અમે આ નિવેદનની કડક શબ્દોમાં નિંદા કરીએ છીએ. તેણે માફી માગવી જ જોઈએ. જો તે આગળ પણ આ જ રીતે વાત કરશે તો અમે તેની તથા સાઉથની અન્ય ફિલ્મને નોર્થમાં રિલીઝ તથા વોર્મ વેલકમ અંગે બીજીવાર વિચાર કરીશું.’

ડિરેક્ટર રાજ શાંડિલ્યે કહ્યું હતું, ‘કિચ્ચા સુદીપને પૂછવું જોઈએ કે જો બોલિવૂડ સાઉથમાં સ્ટ્રગલ કરે છે તો તે લોકો હિંદીમાં પોતાની ફિલ્મ ડબ કરીને કેમ ચલાવે છે? તે કેમ એમને એમ નથી ચલાવતા. દરેક એક્ટરને રાઇટરની જરૂર હોય છે કે તે ભૂલથી પણ ખોટું નિવેદન આપી ના દે. મારા મતે સુદીપને સારા ડાયલોગ રાઇટરની જરૂર છે. તે સુદીપને જણાવી શકે કે ક્યારે શું બોલવું જોઈએ.’

બોલિવૂડ હવે પેન ઇન્ડિયા ફિલ્મ બનાવી રહ્યું છે
કિચ્ચા સુદીપે હિંદી ભાષા અંગે વિવાદિત નિવેદન આપ્યું હતું. તેણે એક ઇવેન્ટમાં કહ્યું હતું કે હિંદી હવે રાષ્ટ્ર ભાષા રહી નથી. બોલિવૂડ પેન ઇન્ડિયા ફિલ્મ બનાવવામાં સ્ટ્રગલ કરી રહ્યું છે, જ્યારે સાઉથ ઇન્ડસ્ટ્રી પહેલેથી જ સફળ રહી છે. ‘KGF 2’ની સફળ થતાં કિચ્ચાએ આ નિવેદન આપ્યું હતું. 14 એપ્રિલના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મે કમાણીના અનેક રેકોર્ડ્સ તોડ્યા છે.

સો.મીડિયામાં સુદીપનો એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ કહે છે કે પેન ઇન્ડિયા ફિલ્મ કન્નડમાં બનાવવામાં આવી છે. આ સાંભળીને સુદીપ બોલે છે, ‘હું કરેક્શન કરવા માગું છું. હિંદી હવે રાષ્ટ્રીય ભાષા રહી નથી. બોલિવૂડ હવે પેન ઇન્ડિયા ફિલ્મ બનાવી રહ્યું છે. તે લોકો તમિળ તથા તેલુગુમાં ફિલ્મ ડબ કરીને સફળતા મેળવવા સંઘર્ષ કરે છે. તેમ છતાં સફળતા મેળવી શક્યા નથી, પરંતુ આજે અમે લોકો એવી ફિલ્મ બનાવી રહ્યા છે, જે દરેક જગ્યાએ જોવાય છે અને તેના વખાણ થાય છે.’

હિંદી બેલ્ટમાં સાઉથની ફિલ્મ હિટ રહી
તમિળ, તેલુગુ તથા કન્નડની ફિલ્મ સાઉથ ઉપરાંત હિંદી બેલ્ટમાં પણ લોકપ્રિય થઈ છે. આ ફિલ્મ કમાણી પણ બોલિવૂડની ફિલ્મ કરતાં વધુ કરે છે. ‘KGF’ પહેલાં ‘RRR’, ‘પુષ્પા’, ‘બાહુબલી’એ હિંદી બેલ્ટમાં સારો બિઝનેસ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link