Uncategorized

ફ્રેન્ચ રાજનીતિ: લી પેનની વધતી તાકાત સંસદીય ચૂંટણીમાં મેક્રોનની મુશ્કેલી વધારશે

[ad_1]

પેરિસ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • ફ્રાન્સમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મેક્રોનનો ફરી વિજય, 20 વર્ષમાં આવું પ્રથમ વખત

ફ્રાન્સમાં યોજાયેલી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં વર્તમાન રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેક્રોન ફરી જીતી ગયા છે. તેની સાથે જ 2002 પછી સતત બીજી વખત જીતનાર તે પ્રથમ રાષ્ટ્રપતિ બની ગયા છે. આમ તો ફ્રાન્સમાં 1958થી લઈને અત્યાર સુધી ફક્ત 4 જ વખત આવું થયું છે. એવું મનાય છે કે અમેરિકા બાદ આ ચૂંટણીમાં રશિયાની અસર જોવા મળી.

લી પેનના પરાજયનું કારણ રશિયા પ્રત્યે તેમનું નરમ વલણ પણ મનાઈ રહ્યું છે. જ્યારે મેક્રોન ભલે જીતી ગયા હોય પણ સરકારને મજબૂત રીતે ચલાવવા અને નીતિઓને લાગુ કરવા માટે તેમને વધુ એક વિજયની જરૂર પડશે. તેમણે જૂનમાં સંસદીય ચૂંટણીમાં બહુમતી પ્રાપ્ત કરવી પડશે. મેક્રોન માટે આ સરળ નથી દેખાઈ રહ્યું કેમ કે તેમને બહુમતીથી દૂર કરવા વિરોધીઓએ એકજૂટ થવાનો નિર્ણય કર્યો છે. લી પેને મેક્રોનને રોકવા વિપક્ષને એકજૂટ થવા આમંત્રણ આપ્યું છે.

પરિણામ આવતા જ લી પેને કહ્યું કે લેજિસલેટિવ ચૂંટણીનો સંઘર્ષ અમે આજથી જ શરૂ કરી રહ્યા છીએ. જોર્ડના બારડેલા સહિત બીજા રાઉન્ડમાં મેક્રોનનો વિરોધ કરનારા તમામ ઉમેદવારો સાથે અમે આ લડાઈ લડીશું. આ લડાઇમાં જે પણ અમારો સાથ આપવા ઈચ્છે છે તેનું સ્વાગત છે. ચૂંટણીમાં ત્રીજા દાવેદાર રહેલા જીન લુક મિલેન્કો પણ મેક્રોનનો વિરોધ કરવાની તૈયારીમાં છે.

17% વધુ વોટ મળ્યા, ગત વખતે 33% અંતર હતું : બીજા તબક્કાના રવિવારે મતદાન બાદ મતગણતરીમાં મેક્રોનને 58.5% વોટ મળ્યા. તેમના હરીફ અને જમણેરી નેતા મેરિન લી પેનને 41.5% વોટ મળ્યા. આ રીતે મેક્રોનના 17% વોટ વધુ રહ્યા. મેક્રોનની જીત આ વખતે ગત ચૂંટણી જેટલી દમદાર નથી. ગત વખતે મેક્રોનને 66% અને લી પેનને 34% વોટ મળ્યા હતા.

લી પેને આ વખતે મેક્રોનની જીતના અંતરને અડધું ઘટાડી દીધું છે. અનેક પરંપરાગત મતદારોએ પણ બીજા રાઉન્ડમાં મેક્રોનને સાથ નહોતો આપ્યો. વિજય સાથે જ માર્ગો પર મેક્રોનનો વિરોધ : મેક્રોનના વિજયની જાહેરાત સાથે જ તેમની નીતિઓનો વિરોધ કરનારા લોકો માર્ગો પર ઊતરી દેખાવો કરવા લાગ્યા હતા. તેમાં સૌથી આગળ પર્યાવરણ સંરક્ષણ માટે કામ કરનાર સંસ્થાઓના લોકો હતા.

વિજયનો અર્થ : યુરોપ અને અમેરિકાને રાહત, ભારત સાથે સંબંધો વધશે
મેક્રોન ફરી જીતતા પીએમ મોદી સહિત દુનિયાના અનેક નેતાઓએ શુભેચ્છા પાઠવી હતી. એટલાન્ટિક કાઉન્સિલના યુરોપ સેન્ટરમાં ફેલો મેરી જર્સડેન મુજબ મેક્રોનના વિજયથી યુરોપિયન સંઘને મોટી રાહત મળી છે કેમ કે ત્યાં તેનું મોટું રોકાણ છે. મેરિને યુરોઝોન છોડવાની વકીલાત કરી હતી.

  • ન્યુયોર્ક ટાઈમ્સ અનુસાર નાટો વિરોધી મેરિન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન પ્રત્યે સહાનુભૂતિ રાખે છે. મેક્રોનના વિજયથી અમેરિકા અને તેના યુરોપિયન સહયોગીઓને મોટી રાહત મળી છે. મેક્રોનની જીતે ફ્રાન્સને જેનોફોબિક રાષ્ટ્રવાદથી બચાવી લીધું છે.
  • ફ્રાન્સ સાથે ભારતના સંબંધો મજબૂત થશે. મેક્રોનએ કહ્યું છે કે એજન્ડામાં ભારત ટોચની પ્રાથમિકતામાં છે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link