Uncategorized

રશિયા-યુક્રેન યુદ્ધ LIVE: ઝેલેન્સ્કીએ ચેતવણી આપી, યુક્રેનને વધુ હથિયાર ન મળ્યા તો યુદ્ધમાં વધુ લોહી રેડાશે

[ad_1]

3 કલાક પહેલા

શિયા-યુક્રેન વચ્ચે 48 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. હજુ તે ખબર નથી કે આ યુદ્ધ હજુ કેટલી તારાજી કરશે. આ વચ્ચે યુક્રેનની રાજધાની કીવમાં હજુ સુધી 720 મૃતદેહ મળી આવ્યા છે. મૃત્યુ પામનાર તમામ નાગરિક છે. તો 200થી વધુ લોકો ગુમ થઈ ગયા હોવાનું સામે આવ્યું છે.

તો બીજી તરફ રશિયન સેના રાજધાની કીવ પર કબજો મેળવવા માટે જોરદાર હુમલાની તૈયારીમાં છે. પૂર્વી યુક્રેન પર જોરદાર હુમલા માટે રશિયા મોટા પાયે તૈયારીઓ કરી રહ્યું છે. સૈન્ય પ્રવૃતિઓની એક સેટેલાઈટ તસવીર સામે આવી છે. આ તસવીરમાં બેલ્ગોરોદમાં રશિયન કાફલાની તહેનાતી જોવા મળે છે.

રશિયન સેના પર નજર રાખનારી અમેરિકાની મેક્સાર ટેક્નોલોજીએ આ તસવીર જાહેર કરી છે. જેમાં રશિયાના ટેન્ક જોવા મળે છે.

રશિયન સેના પર નજર રાખનારી અમેરિકાની મેક્સાર ટેક્નોલોજીએ આ તસવીર જાહેર કરી છે. જેમાં રશિયાના ટેન્ક જોવા મળે છે.

બ્રિટને 178 રશિયન અલગતાવાદીઓ પર લગાવ્યા પ્રતિબંધ
બ્રિટિશ સરકારે બુધવારે રશિયા વિરૂદ્ધ વધુ પ્રતિબંધ મુક્યા છે. બ્રિટને કથિત દોનેત્સ્ક અને લુહાંસ્ક પીપલ્સ રિપબ્લિક્સના સ્વઘોષિત વડાપ્રધાન સહિત 178 રશિય અલગતાવાદીઓ પર પ્રતિબંધ લગાવ્યા છે. આરોપ છે કે આ લોકો યુક્રેનના આ વિસ્તારમાં રશિયાના ગેરકાયદે કબજાઓનું સમર્થન કરે છે.

વધુ હથિયાર નહીં મળે તો છેલ્લે આ યુદ્ધમાં હજુ ઘણું લોહી રેડાશેઃ ઝેલેન્સ્કી
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ કહ્યું કે જો અમને વધુ હથિયાર નહીં મળે તો આ યુદ્ધમાં વધુ લોહી રેડાશે તેમજ પીડા અને વિનાશ જોવા મળશે. એક વીડિયો સંબોધનમાં ઝેલેન્સ્કીએ કહ્યું કે રશિયાએ જે યોજના બનાવી હતી તેની તુલનાએ ઘણી સારી રીતે લાંબા સમયથી અમે અમારી સુરક્ષા કરી રહ્યાં છીએ. પરંતુ રશિયામાં હજુ પણ યુક્રેન વિરૂદ્ધ હુમલાઓ કરવાની ક્ષમતા છે. અને જો યુક્રેનની આઝાદી છીનવાય જશે તો તેમનું આગામી નિશાન પોલેન્ડ, મોલ્ડોવા, રોમાનિયા અને બાલ્ટિક દેશ હશે.

યુક્રેન પહોંચ્યા પોલેન્ડ અને ત્રણ બાલ્ટિક દેશના રાષ્ટ્રપતિ
પોલેન્ડના રાષ્ટ્રપતિ આંદ્રેજ ડૂડા અને ત્રણ બાલ્ટિક રાષ્ટ્રોના રાષ્ટ્રપતિ રશિયન હુમલાને કારણે યુક્રેનને રાહત સામગ્રી ઉપલબ્ધ કરાવવાની વાતચીત પહેલા યુદ્ધ પ્રભાવિત દેશ પહોંચ્યા છે. ડૂડાના કર્મચારી પોવેલ સજરોતે કહ્યું કે પોલેન્ડના રાષ્ટ્રપતિ લિથુઆનિયા, લાતવિયા અને એસ્ટોનિયાના રાષ્ટ્રપતિની સાથે હજુ યુક્રેનનાં જ છે. તેઓ રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે મુલાકાત પહેલા કીવની મુલાકાત લઈ રહ્યાં છે.

યુક્રેનનો દાવો- યુદ્ધમાં રશિયાના 19,800 સૈનિકોના મોત

રશિયન હુમલામાં જીવ ગુમાવનાર બાળકોની સંખ્યા 191 થઈ
યુક્રેન દ્વારા દાવો કરાયો છે કે રશિયન હુમલામાં જીવ ગુમાવનાર બાળકોની સંખ્યા વધીને 191 થઈ છે. તો 349 બાળકો ઘાયલ છે.

પુતિનની નજીકનો માણસ પકડાયો
રશિયન રાષ્ટ્રપતિ પુતિનનો નજીકનો માણસ વિક્ટર મેદવેદચુકને યુક્રેનની ગુપ્તચર એજન્સીએ પકડી લીધો છે. રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ પકડાયેલા મેદવેદચુકની એક તસવીર સોશિયલ મીડિયામાં શેર કરી છે. મીડિયા રિપોટ્સ મુજબ રશિયન હુમલો શરૂ થયો તે પહેલા યુક્રેનમાં વિપક્ષી નેતા મેદવેદચુકને દેશદ્રોહ કેસમાં નજરકેદ રાખવામાં આવ્યો હતો પરંતુ તે યુદ્ધ શરૂ થયા બાદ ગુમ થઈ ગયો હતો.

વિપક્ષી રાજનેતા મેદવેદચુક, પુતિનને પોતાની નાની દીકરીના ગોડફાધર ગણાવે છે.

વિપક્ષી રાજનેતા મેદવેદચુક, પુતિનને પોતાની નાની દીકરીના ગોડફાધર ગણાવે છે.

તો રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ રશિયાની સામે એક પ્રસ્તાવ રાખ્યો છે. તેમને રશિયાને કહ્યું કે જો તમે મેદવેદચુકને સુરક્ષિત રાખવા માગો છો તો કેદી બનાવવામાં આવેલા યુક્રેનના નાગરિકોને મુક્ત કરી દો.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link