Uncategorized

હાફિઝ સઇદને સજા: જમાત-ઉદ-દાવાના આતંકીને ટેરર ફંડિંગના વધુ બે કેસમાં 32 વર્ષ જેલની સજા; અત્યાર સુધીમાં 7 કેસમાં 68 વર્ષ કૈદ

[ad_1]

  • Gujarati News
  • International
  • Jamaat ud Dawa Terrorist Sentenced To 32 Years In Prison In Two More Terror Funding Cases; So Far 68 Years Imprisonment In 7 Cases

લાહોર2 કલાક પહેલા

  • કૉપી લિંક

પાકિસ્તાનની એન્ટી ટેરરિઝમ કોર્ટે જમાદ-ઉદ-દાવાના આતંકી હાફિઝ સઇદને ટેરર ફાયનાન્સિંગના 2 કેસમાં 32 વર્ષની સજા સંભળાવી છે. 26/11ના મુંબઈ હુમલામાં આ માસ્ટરમાઈન્ડને અત્યાર સુધીમાં કુલ 7 કેસમાં 68 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. જો કે તે વાતના પુરતા પુરાવા છે કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના જાપ્તા હેઠળ છે અને તે જેલની બદલે પોતાના ઘરમાં જ રહી રહ્યો છે. સઇદ લગભગ બે વર્ષથી કોઈ પબ્લિક પ્લેટફોર્મ પર જોવા નથી મળ્યો.

વધુ સમય નહીં રહે જેલમાં
ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં હાફિઝ સઇદના વકીલે કહ્યું- સઇદને વધુ સમય સુધી જેલમાં નહીં કાઢવા પડે. તેની તમામ સજા એકસાથે જ ચાલશે અને થોડો સમયમાં જ કોર્ટ આ અંગેની તસવીર સ્પષ્ટ કરી દેશે.

શુક્રવારે એન્ટી ટેરરિઝ્મ કોર્ટના જજ એજાજ અહમ ભુટ્ટરે પંજાબમાં નોંધાયેલા બે કેસમાં સઇદને સજાની જાહેરાત કરી હતી. આ કેસ કાઉન્ટર ટેરરિઝમ કોર્ટ પંજાબ તરફથી નોંધાયો હતો.

પાકિસ્તાનના કેટલાંક પત્રકારોએ ગત વર્ષે જૂનમાં જણાવ્યું હતું કે હાફિઝ સઇદને FATFમાં બ્લેક લિસ્ટ થવાના ડરને કારણે ISIની નજર હેઠળ રાખવામાં આવ્યો છે.

પાકિસ્તાનના કેટલાંક પત્રકારોએ ગત વર્ષે જૂનમાં જણાવ્યું હતું કે હાફિઝ સઇદને FATFમાં બ્લેક લિસ્ટ થવાના ડરને કારણે ISIની નજર હેઠળ રાખવામાં આવ્યો છે.

દંડ પણ ભરવો પડશે
સઇદને શુક્રવારે જે બે કેસમાં સજા સંભળાવવામાં આવી છે, તેમાં પહેલો કેસ 2019નો છે. જેમાં તેને 15.5 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. બીજો કેસ માત્ર એક વર્ષ પહેલા એટલે કે 2021નો છે. જેમાં તેને 16.5 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. બંને સજા એકસાથે જ ચાલશે. આ ઉપરાંત આ આતંકીને 3.40 લાખ રૂપિયા (પાકિસ્તાની કરન્સી)નો દંડ પણ ભરવો પડશે.

સઇદના વકીલનું કહેવું છે કે કોર્ટના આદેશ બાદ તેને લાહોરના કોટ લખપત જેલ લઈ જવાયો હતો. તે ત્યાં 2019થી બંધ છે. અમેરિકાએ તેના વિરૂદ્ધ 1 કરોડ ડોલરનું ઈનામ રાખ્યું છે. 2008માં થયેલા મુંબઈ હુમલાનો તે માસ્ટર માઈન્ડ છે. આ હુમલામાં 166 લોકોના મોત નિપજ્યા હતા.

હાફિઝ સઇદ 2008ના મુંબઈ હુમલાનો માસ્ટરમાઈન્ડ છે. આ હુમલામાં 166 લોકો મોત નિપજ્યા હતા. જેમાં કેટલાંક વિદેશી નાગરિક પણ હતા.

હાફિઝ સઇદ 2008ના મુંબઈ હુમલાનો માસ્ટરમાઈન્ડ છે. આ હુમલામાં 166 લોકો મોત નિપજ્યા હતા. જેમાં કેટલાંક વિદેશી નાગરિક પણ હતા.

ISIની નજરકેદમાં છે
ગત વર્ષે જૂનમાં એક સમાચારે હાફિઝ સઇદ અંગે ફરી ચર્ચા શરૂ થઈ હતી. 23 જૂને પાકિસ્તાનના લાહોરના જૌહરમાં એક વિસ્ફોટ થયો હતો. જેમાં 3 લોકોના મોત અને 17 લોકો ઘાયલ થયા હતા. મીડિયા રિપોટ્સમાં દાવો કરાયો હતો કે વિસ્ફોટ મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ આતંકી હાફિઝ સઇદના ઘરની પાસે થયો હતો. હાલ તે જેલમાં છે. જો કે પાકિસ્તાનના કેટલાંક પત્રકારો દાવો કરે છે કે તે ISIના નજરકેદમાં છે હાલ તે લાહોરના તે ઘરમાં જ રહે છે જ્યાં બ્લાસ્ટ થયો હતો.

લાહોર પોલીસના જણાવ્યા મુજબ આ વિસ્ફોટમાં લગભગ 30 કિલોગ્રામ વિસ્ફોટકનો ઉપયોગ કરાયો હતો. જેમાં વિદેશમાં બનેલા સામાનનો ઉપયોગ થયો હતો. વિસ્ફોટના કારણે ઘટનાસ્થળે ત્રણ ફુટ ઊંડો અને 8 ફુટ પહોળો ખાડો પડી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link