Uncategorized

PMનું આટલું અપમાન: લાઈવ સેશનમાં એક કોલરે ઈમરાન ખાનને વાંદરો, ભાગેડું અને શરમ વિનાનો કહ્યો; આ વાઈરલ VIDEOની મજા લો

[ad_1]

  • Gujarati News
  • International
  • In The Live Session, A Caller Called Imran Khan A Monkey, A Runaway And Shameless; Enjoy This Viral VIDEO

ઈસ્લામાબાદ4 કલાક પહેલા

28 માર્ચે પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં ઈમરાન ખાન સરકાર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન થવાનું હતું. બધું જ નિશ્ચિત હતું કે ઈમરાન હવે પોતાની ખુરશી ગુમાવી રહ્યાં છે. આ વચ્ચે ડેપ્યુટી સ્પીકરે બંધારણના નામે રમત રમી. પ્રસ્તાવ ફગાવવામાં આવ્યા બાદ નેશનલ એસેમ્બલી જ ભંગ કરી દીધી. જો કે હાલ દેશમાં તેમના વિરુદ્ધ કેટલો ગુસ્સો છે તેનો ખ્યાલ ત્યારે આવ્યો જ્યારે ઈમરાન એક લાઈવ સેશનમાં યૂઝર્સના ફોન કોલ્સના જવાબ આપી રહ્યાં હતા. એક શખ્સે તેમને વાંદરો અને ભાગેડું પણ કહી દીધો

ઘટના શું છે
ઈમરાન ખાને સરકાર બચાવવા માટે ડેપ્યુટી સ્પીકરની મદદથી અવિશ્વાસ પ્રસ્તાવ ફગાવવા માટે ષડયંત્ર રચ્યું હતું. હાલ આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. પોલિટિકલ માઈલેજ મેળવવા અને લોકોનો ગુસ્સો ઠંડો કરવા માટે ઈમરાને અનેક વખત ટીવી પર આવીને પોતાની વાત પણ રજૂ કરી. ક્યારેક રાષ્ટ્રના નામે સંદેશ આપ્યો તો ક્યારેક ફોન કોલ્સના જવાબ. મોટા ભાગના કોલર્સ પહેલેથી જ સેટ હતા. એટલે કે ઈમરાનના જ સમર્થક હતા. તમામ વ્યવસ્થા હોવા છતાં ક્યાંક ગરબડ જોવા મળી અને ઈમરાને અપમાનિત થવું પડ્યું.

યાકૂબ સાહેબનો અંદાજ
આ મામલો રવિવારનો છે. ઈમરાન લાઈવ સેશનમાં કોલર્સને જવાબ આપી રહ્યાં હતા. ત્યારે એક કોલર લાઈન પર આવ્યો. આ જનાબનો અંદાજ તેમના મોઢે જ સાંભળી લઈએ. એન્કરે કહ્યું- વઝીર-એ-આઝમ(વડાપ્રધાન) સાહેબને સવાલો કરો તે પહેલાં તમારું નામ જણાવો.

આખી વાતચીતની મજા માણો
કોલરઃ મોહમ્મદ યાકૂબ કુરૈશી વાત કરી રહ્યો છું, ચોલિસ્તાનથી. વઝીર-એ-આઝમને મારો એક સવાલ છે. તમે તો કહેતા હતા કે હું છેલ્લા બોલ સુધી લડીશ. તો પછી તમને શું થયું? હવા નીકળી ગઈ કે હવા ટાઈટ થઈ ગઈ? તમે તો મજબૂર બની ગયા ભાગી જવા માટે. કયાંક આ વિપક્ષ અને મૌલાના ફઝલ-ઉર-રહમાન (વિપક્ષી ગઠબંધનના PDMના ચીફ)નો ડર તો નથી કે તમે તહરીક-એ-અદમ-એહતમાદ (અવિશ્વાસ પ્રસ્તાવ) ફેસ કરવાને બદલે આર્ટિકલ 5નું બહાનું બનાવીને ભાગી ગયા. બીજી વાત એ છે કે આ બધું થયા છતાં તમારા મોઢામાં શરમનો એક છાંટો પણ જોવા નથી મળતો. અવામની પણ તમને ચિંતા નથી. એવું લાગે છે કે જાણે તમે ખુરશીથી ચિપકી ગયા છો. વાંદરાની જેમ જિદ કરી રહ્યાં છો કે આ ખુરશી મારે જ જોઈએ, મારે કંઈ નહીં ફક્ત આ ખુરશી જ જોઈએ.

(આટલી વાત સાંભળીને ઈમરાન ભોંઠા પડ્યા અને એન્કરને કોલ કટ કરવાનું કહ્યું)

એન્કરે યાકૂબને ટોક્યો, કહ્યું- તમે ફક્ત સવાલ કરો અને તે પણ મુખ્તસર (સંક્ષેપમાં). યાકૂબના આ કોલમાં છેલ્લે છેલ્લે કહ્યું- ખાન સાહેબ આવું ન હોય.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link