Uncategorized

ગૌરવ: ભરૂચના કિષ્ના ગૃપનું મલેશિયામાં કલાના આંતરરાષ્ટ્રીય ઉત્સવમાં પર્ફોમન્સ, વિશ્વની 22 એન્ટ્રીમાં પસંદગી પામી

[ad_1]

ભરૂચ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • ગૃપના સભ્યોએ વર્ચ્યુઅલ રીતે પરફોર્મ કરીને ભારત,ગુજરાત અને ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું

ભરૂચના કૃષ્ના ગ્રુપના સભ્યોએ મલેશિયા ખાતે સંગીત અને કલાના આંતરરાષ્ટ્રીય ઉત્સવમાં પ્રથમ વખત પરફોર્મ કરીને ગુજરાત અને જિલ્લાનું નામ રોશન કર્યું છે.આ સંગીત અને કલાના આંતરરાષ્ટ્રીય ઉત્સવમાં પ્રાર્થના પટેલ, દિશા વણઝા, રિયા મહેતા, સુનરુત પટેલ,યશ્વી સોની, આરુષિ મોદી, કુંજ જોશી, રિદ્ધિશ પટેલ, પ્રણવ કાલે,આદિત્ય વણઝારા, દીપ પટેલનો સમાવેશ કરાયો હતો.જયારે સંગીત ટીમમાં – મનન ત્રિવેદી, હરનીશ પટેલ, સંદિપ મૈસૂર્યા, આકાર સુરતીએ પરફોર્મ કર્યું હતું. આ તમામ ગ્રુપના સ્પર્ધકોએ મલેશિયા ખાતે પરફોર્મ કરીને સિદ્ધિ હાંસલ કરી છે.

સારાવાક ઇન્ટરનેશનલ ફેસ્ટિવલ મ્યુઝિક એન્ડ આર્ટસ (SIFMA) દ્વારા દરેક પ્રતિભાને એકસાથે લાવીને શરૂઆત કરી છે.આ ફેસ્ટિવલ વૈશ્વિક મંચ પર સંગીત અને કલાના ગતિશીલ ક્ષેત્રને પુનર્જીવિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. સમગ્ર વિશ્વમાંથી આવેલી 22 એન્ટ્રીમાંથી ભારતમાંથી માત્ર ભરૂચના ક્રિષ્ના ગ્રુપના સભ્યોએ આંતરરાષ્ટ્રીય સ્તરે પરફોર્મ કરીને ખ્યાતિ પ્રાપ્ત કરી છે.આ ઇવેન્ટ 21 મી નવેમ્બરના રોજ સાંજના 5થી7 www.SIFMA.com દ્વારા ભરૂચની કૃતિ વર્ચ્યુઅલ રીતે લાઈવ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link