Uncategorized

શું ટીમ ઈન્ડિયાને ખતરામાં નાંખશે ગાંગુલી: ઓમિક્રોનનો ડર છતાં સાઉથ આફ્રિકા ટૂર યથાવત રાખવા માગે છે BCCI, અધ્યક્ષે કહ્યું- હજુ ઘણો સમય છે

[ad_1]

  • Gujarati News
  • Sports
  • BCCI Wants To Keep South Africa Tour Intact Despite Fears Of Omicron, Says Chairman

મુંબઈ36 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધની ટેસ્ટ સીરીઝ સમાપ્ત થયા બાદ ભારતીય ટીમ સાઉથ આફ્રિકા જશે. જ્યાં ટીમ ત્રણેય ફોર્મેટમાં યજમાન સાઉથ આફ્રિકાની સાથે સીરીઝ રમશે. જો કે છેલ્લાં કેટલાંક દિવસથી સાઉથ આફ્રિકામાં કોરોનાનો નવો વેરિયન્ટ એમિક્રોનના કારણે સંક્રમણના નવા કેસમાં વધારો થયો છે.

આ કારણે ICCએ બાજુના દેશ ઝિમ્બાબ્વેમાં ચાલી રહેલી મહિલા વર્લ્ડ કપ માટેની ક્વોલિફાયર મેચને રદ કરી દીધી છે. તો સાઉથ આફ્રિકામાં રમી રહેલા નેધરલેન્ડ્સની ટીમે પણ પોતાની લિમિટેડ ઓવરની સીરીઝને અધવચ્ચે જ છોડીને ઘરે પરત ફરવાનો નિર્ણય કર્યો છે. તેમ છતાં સમાચાર સામે આવી રહ્યાં છે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) આ મહિને શરૂ થનારી ટૂરમાં ભારતીય ટીમને મોકલવા માગે છે. BCCI હાલ સાઉથ આફ્રિકામાં રમી રહેલા ઈન્ડિયા-એની ટીમને પાછી નથી બોલાવી. ભારત-એ અને સાઉથ આફ્રિકા-એ વચ્ચે બે અનઓફિશિયલ ટેસ્ટ મેચની સીરીઝનો બીજો મુકાબલો રમાઈ રહ્યો છે.

ગાંગુલીએ કહ્યું- સરકારની વાત માનીશું પરંતુ હજુ ટૂર કેન્સલ નથી થઈ
BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું કે જો સરકાર તરફથી આ ટૂરને લઈને કોઈ દિશા-નિર્દેશ આવશે તો તેનું પાલન થશે. જો કે હાલ જે સ્થિતિ છે, તે દ્રષ્ટીએ ભારતીય ટીમના કાર્યક્રમમાં કોઈ જ ફેરફાર કરાયો નથી.

ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ મુંબઈ ટેસ્ટ પછી કરવામાં આવશે વિચાર
ગાંગુલીએ કહ્યું કે આ ટૂરને લઈને અંતિમ નિર્ણય કરતાં પહેલાં હજુ આપણી પાસે ઘણો સમય છે. ભારતને ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ 3 ડિસેમ્બરથી મુંબઈમાં સીરીઝની બીજી અને અંતિમ ટેસ્ટ મેચ રમવાની છે. સાઉથ આફ્રિકાની સાથે પહેલી ટેસ્ટ 17 ડિસેમ્બરથી શરૂ થવાની છે, એટલે કે આપણી પાસે હજુ આ અંગે વિચાર કરવા માટે ઘણો સમય છે.

જો કોઈ અઘટીત ઘટના નહીં બને તો ટૂર યથાવત રહેશે તે નિશ્ચિત
ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ બીજી ટેસ્ટ મેચ 7 ડિસેમ્બરે સમાપ્ત થશે. જેના એક-બે દિવસ પછી ભારતીય ટીમને ચાર્ટર્ડ પ્લેનથી જ્હોનિસબર્ગ માટે રવાના થવાનું છે. BCCIના સૂત્રો મુજબ આ પહેલાં કોઈ અઘટીત ઘટના નહીં ઘટે તો ભારતીય ટીમ સાઉથ આફ્રિકા જશે તે લગભગ નિશ્ચિત છે. આ ટૂર ત્યારે જ રદ કે સ્થગિત થશે જ્યારે સરકાર BCCIને ત્યાં ટીમ મોકલવા માટે સ્પષ્ટપણે ઈનકાર કરી દેશે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link