Uncategorized

આર્થિક મોરચે સારા સમાચાર!!: ભારતીય અર્થતંત્ર વિકાસના પાટા પર દોડવા લાગ્યું, બીજા ત્રિમાસિક ગાળામાં GDP વૃદ્ધિમાં 8.4 ટકાનો બમ્પર ઉછાળો

[ad_1]

20 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સંકળાયેલા આઠ સેક્ટરમાં ઓક્ટોબર દરમિયાન 7.5 ટકા વૃદ્ધિ નોંધાઈ
  • અગાઉના એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળામાં જીડીપીમાં 20.1 ટકા ઉછાળો આવેલો

ભારતીય અર્થતંત્રમાં નાણાકીય વર્ષ 2021-22ના બીજા ત્રિમાસિક ગાળામાં 8.4 ટકાનો બમ્પર ઉછાળો આવ્યો છે. અગાઉના એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળામાં જીડીપીમાં 20.1 ટકા જેટલો વિક્રમજનક ઉછાળો આવ્યો હતો. ગયા વર્ષે સમાન અવધીમાં દેશમાં કોવિડ-19 મહામારીને લીધે દેશમાં લોકડાઉનની સ્થિતિ પ્રવર્તેલી હોવાથી આર્થિક મોરચે લગભગ તમામ કામગીરી અટકી પડેલી હતી.

આ સંજોગોમાં એપ્રિલ-જૂન 2020 દરમિયાન GDP 24.4 ટકાનો ઘટાડો થયો હતો. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)એ આ અગાઉ જુલાઈ-સપ્ટેમ્બર દરમિયાન 7.9 ટકા GDP વૃદ્ધિનો અંદાજ વ્યક્ત કર્યો હતો, જેની તુલનામાં આજે આ આંકડા 8.4 ટકા જાહેર થયા છે.

ગયા વર્ષે કોરોના મહામારીથી અર્થતંત્ર પર સંકટના વાદળ ઘેરાયેલા

અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીને લીધે ભારતીય અર્થતંત્રને ગયા વર્ષે ભારે અસર થઈ હતી. નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં GDPમાં 23.9 ટકાનો તીવ્ર ઘટાડો થયો હતો. ત્યારબાદ બીજા ત્રિમાસિક ગાળામાં GDPમાં 7.5 ટકાનો ઘટાડો થયેલો.

અલબત ત્રીજા ત્રિમાસિક ગાળામાં GDP ફક્ત 0.4 ટકા રહેલો. ચોથા ત્રિમાસિક ગાળામાં એટલે કે જાન્યુઆરી-માર્ચમાં GDP ગ્રોથ રેટ 1.6 ટકા નોંધાયો હતો.એકંદરે નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન જીડીપી -7.3 ટકા રહ્યો હતો.

મહત્વના સેક્ટરમાં વૃદ્ધિ 7.5 ટકા નોંધાઈ

  • દરમિયાન ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સંકળાયેલા આઠ સેક્ટરમાં ઓક્ટોબર દરમિયાન 7.5 ટકા વૃદ્ધિ નોંધાઈ છે, જે એક વર્ષ અગાઉ સમાન અવધી દરમિયાન -0.5 ટકા હતી, તેમ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી સત્તાવાર આંકડાકીય માહિતીમાં જણાવાયું હતું.
  • કોલસા, ક્રુડ ઓઈલ, કુદરતી ગેસ, રિફાઈનરી ઉત્પાદનો, ખાતર, સ્ટીલ, સિમેન્ટ અને વીજળી એમ કુલ આઠ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં ઉત્પાદન ઓક્ટોબર,2020 દરમિયાન -0.5 ટકા હતો. આ વર્ષના સપ્ટેમ્બરમાં ચાવીરૂપ સેક્ટરમાં વૃદ્ધિ 4.5 ટકા રહી હતી.

રેટિંગ એજન્સીઓએ કેવા અંદાજ દર્શાવેલા

  • બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન તમામ એજન્સીઓએ GDP ગ્રોથ 7થી 9 ટકા વચ્ચે અંદાજ લગાવવામાં આવેલો. RBIએ બીજા ત્રિમાસિક ગાળામાં GDP ગ્રોથ 7.9 ટકા રહેવાનો અંદાજ હતો. ઈન્ડિયા રેટિંગ એજન્સીએ બીજા ત્રિમાસિક ગાળામાં ગ્રોથ 8.3 ટકા રહેવાનો અંદાજ દર્શાવ્યો હતો. એજન્સી પ્રમાણે સમગ્ર નાણાકીય વર્ષ દરમિયાન GDPમાં સતત 9.4 ટકા રહી શકે છે.
  • જ્યારે ICRAએ નાણાકીય વર્ષ 2021-22ના બીજા ત્રિમાસિક ગાળા માટે પોતાનો GDP ગ્રોથનો અંદાજ વધી 7.9 ટકા રહ્યો હતો. ICRAના જણાવ્યા પ્રમાણે નાણાકીય વર્ષ 2022ના બીજા ત્રિમાસિક ગાળામાં આર્થિક ક્ષેત્રે પ્રવૃત્તિઓને ઔદ્યોગિક અને સેવા સેક્ટરમાં વોલ્યુમમાં નોંધપાત્ર વધારો થયો છે.

શું હોય છે GDP

કોઈ પણ દેશની સીમામાં એક ચોક્કસ સમય દરમિયાન નિર્માણ કરવામાં આવેલા તમામ ઉત્પાદનો અને સેવાઓના કુલ મૂલ્યને ગ્રોસ ડોમેસ્ટીક પ્રોડક્શન (GDP) કહેવામાં આવે છે. કોઈ પણ દેશની આર્થિક સ્થિતિને સમજવા માટે GDP ને એક ચોક્કસ લેવલનું માપ માનવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link