Uncategorized

કેટ-વિકીના લગ્ન: કેટરીનાની મમ્મીનો ફોન નીચે પડી ગયો, શોપિંગમાં બિઝી હોવાથી મોબાઇલ તરફ ધ્યાન પણ ના ગયું

[ad_1]

મુંબઈએક કલાક પહેલા

  • કેટરીનાની મમ્મી શોપિંગમાં વ્યસ્ત
  • કારમાં બેસતી વખતે મોબાઇલ ફોન પડી ગયો

કેટરીના કૈફ તથા વિકી કૌશલ 9 ડિસેમ્બરે રાજસ્થાનના સવાઈ માધોપુરની સિક્સ સેન્સ બરવાડા હોટલમાં લગ્ન કરવાના છે. લગ્નની તમામ તૈયારીઓ લગભગ પૂરી થઈ ગઈ છે. લગ્નના ફંક્શન ત્રણ દિવસ સુધી ચાલશે. શાહી લગ્ન પહેલાં કેટરીનાની મમ્મી સુઝાનનો એક વીડિયો સો.મીડિયામાં ઘણો જ વાઇરલ થયો છે. આ વીડિયોમાં કેટરીનાની મમ્મી શોપિંગ કરતાં જોવા મળ્યા હતા. કારમાં બેસતા સમયે સુઝાનનો ફોન પડી ગયો હતો અને યુઝર્સે ચિંતા વ્યક્ત કરી હતી.

સો.મીડિયામાં વીડિયો વાઇરલ
ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ સો.મીડિયામાં કેટરીનાની મમ્મીનો એક વીડિયો શૅર કરીને કહ્યું હતું, ‘મુંબઈમાં કેટરીના કૈફની મમ્મી ખરીદી કરતાં જોવાં મળ્યાં.’ આ વીડિયોમાં કેટરીના કૈફની મમ્મી કોઈ સ્ટોરમાંથી બહાર આવે છે.

ફોન નીચે પડી જાય
વીડિયોમાં જોવા મળે છે કે સુઝાન પોતાની કારનો દરવાજો ખોલીને અંદર બેસે છે. દરવાજો બંધ કરતાં સમયે ફોન નીચે પડી જાય છે અને કાર જતી રહે છે. આ વીડિયો સો.મીડિયામાં ઘણો જ વાઇરલ થયો છે.

યુઝર્સે કહ્યું, ફોન નીચે પડી ગયો
વીડિયો જોયા બાદ સો.મીડિયા યુઝર્સે ચિંતા વ્યક્ત કરી હતી. કેટલાંક યુઝર્સે કહ્યું હતું કે તેમને કદાચ ફોનની જરૂર નથી. એક યુઝરે કહ્યું હતું, ‘એટલું કહી દો કે તેમણે ફોન લીધો કે નહીં? ના લીધો હોય તો હું આવી જાઉં.’ અન્ય એકે કમેન્ટ કરી હતી, ‘વિકી તથા કેટરીનાના લગ્નનું ગેસ્ટ લિસ્ટ ફોનમાં હશે, જોઈ લો.’ અન્યે કહ્યું હતું, ‘હવે શોપિંગ કેવી રીતે કરશે.’ કેટલાંક યુઝર્સે કહ્યું હતું કે ફોટોગ્રાફર્સે તરત જ ફોન પડી ગયાની માહિતી તેમને આપી દેવાની જરૂર હતી.

આ સેલેબ્સ લગ્નમાં હાજરી આપી
કેટરીના તથા વિકીએ હજી સુધી પોતાના લગ્નની ઓફિશિયલી જાહેરાત કરી નથી, પરંતુ ગેસ્ટ લિસ્ટ સામે આવ્યું છે. આ ગેસ્ટ લિસ્ટ પ્રમાણે, કરન જોહર, ફરાહ ખાન, શશાંક ખૈતાન, વરુણ ધવન-નતાશા દલાલ, કિઆરા અડવાણી, સિદ્ધાર્થ મલ્હોત્રા, કબીર ખાન, વિરાટ કોહલી-અનુષ્કા શર્મા, શાહરુખ ખાન ખાસ હાજર રહેશે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link