Uncategorized

કહેર મચાવનારા કોરોનાના 10 વેરિયન્ટ્સ: આલ્ફાથી લઈ ઓમીક્રોન સુધી: કોઈએ વિશ્વની મેડિકલ સેવાઓ ઠપ કરી હતી; તો કોઈ સુપર સ્પ્રેડર બન્યો

[ad_1]

  • Gujarati News
  • National
  • These Variants Of The Corona Virus Disrupted Medical Services Around The World; The Delta Variant Was The Most Dangerous

33 મિનિટ પહેલા

  • કૉપી લિંક

દક્ષિણ આફ્રિકાથી મળેલા કોરોનાના નવા વેરિયન્ટથી સમગ્ર વિશ્વની ચિંતામાં વધારો થયો છે. ઓમિક્રોન નામના આ વેરિયન્ટને વૈજ્ઞાનિકો ડેલ્ટા વેરિયન્ટ કરતા પણ વધુ ખતરનાક ગણાવી રહ્યા છે. તે ઝડપથી દુનિયાભરમાં ફેલાઈ રહ્યો છે. અત્યાર સુધીમાં 5 દેશોમાં આ વેરિયન્ટ પ્રવેશી ચૂક્યો છે. આ વેરિયન્ટ મલ્ટી મ્યૂટેશન સાથે શરીરની ઈમ્યૂન સિસ્ટમને પણ નષ્ટ કરી દે છે.

કોરોના ઝડપથી પોતાના અલગ-અલગ વેરિયન્ટ્સથી દુનિયાભરમાં ફેલાઈ રહ્યો છે. અત્યાર સુધી કોરોનાના અલગ-અલગ 10 વેરિયન્ટ્સ સામે આવી ચૂક્યા છે, જેવા કે આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા, ડેલ્ટા પ્લસ જેવા વેરિયન્ટ્સ ઓફ કંસર્ન. અને કપ્પા, લેમ્બ્ડા, ઈટા, આઈઓટા જેવા વેરિયન્ટ્સ ઓફ ઈન્ટ્રેસ્ટ. ડેલ્ટા વેરિયન્ટે વિશ્વમાં ખૂબ જ આતંક મચાવ્યો હતો અને ભારતમાં બીજી લહેરનું કારણ પણ ડેલ્ટા વેરિયન્ટ જ હતો. ઘણા લોકોએ બીજી લહેર દરમિયાન પોતાના જીવ ગુમાવ્યા. હવે આ નવા વેરિયન્ટ ઓમિક્રોને ફરીથી દેશના સ્વાસ્થ્ય મંત્રાલયોને દોડતા કર્યા છે. ચાલો, જાણીએ અત્યાર સુધી કોરોના ક્યા-ક્યા વેરિયન્ટ્સ કહેર મચાવી ચૂક્યા છે.

સૌ પ્રથમ સમજીએ વેરિયન્ટ શું હોય છે?
કોરોના વાઈરસ પોતાનું સ્વરુપ બદલનારો વાઈરસ છે. જ્યારે તે એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં જાય છે ત્યારે તે પોતાના રુપમાં પરિવર્તન કરે છે. આ પરિવર્તન દરમિયાન વાઈરસ પહેલા કરતા વધુ ખતરનાક બની જાય છે અથવા પહેલા કરતા નબળો બની જાય છે. વેરિયન્ટને બે કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે. પહેલી કેટેગરી વેરિયન્ટ ઓફ ઈન્ટ્રેસ્ટ અને બીજી કેટેગરી વેરિયન્ટ ઓફ કંસર્ન.

વેરિયન્ટ ઓફ ઈન્ટ્રેસ્ટ એટલે શું?
જ્યારે કોઈ વેરિયન્ટ મ્યૂટેશન બાદ પોતાની સંરચના અને સ્વભાવમાં ફેરફાર કરે તો તેને અલગ વેરિયન્ટ માનવામાં આવે છે. શરુઆતમાં કોઈ પણ વેરિયન્ટને વેરિયન્ટ ઓફ ઈન્ટ્રેસ્ટની કેટેગરીમાં જ રાખવામાં આવે છે. તેના પર વૈજ્ઞાનિકો રિસર્ચ કરે છે, ડેટા એકઠો કરે છે અને જાણવાનો પ્રયત્ન કરે છે કે વાઈરસનો આ વેરિયન્ટ ખતરનાક છે કે નહીં.

વેરિયન્ટ ઓફ કંસર્ન એટલે શું?
WHO પ્રમાણે વેરિયન્ટ ઓફ કંસર્ન વાઈરસનો એક પ્રકાર હોય છે જે ખૂબ જ ઝડપથી ફેલાય છે, મૃત્યુ દરને વધારે છે, વેક્સિનના પ્રભાવને ઘટાડે છે અને આનો કહેર એટલો વધી જાય છે કે દેશની મેડિકલ સેવા તેના સામે નિષ્ફળ સાબિત થઈ જાય છે. આ પ્રકારના વેરિયન્ટ પર નજર રાખવી ખૂબજ જરુરી હોય છે.

વેરિયન્ટ ઓફ કંસર્ન કેટેગરીના વેરિયન્ટ્સને જાણો

1. આલ્ફા વેરિયન્ટ
ગયા વર્ષના અંતમાં, કોરોનાના આલ્ફા વેરિયન્ટે સમગ્ર વિશ્વમાં કહેર મચાવ્યો હતો. તેને વૈજ્ઞાનિક ભાષામાં B.1.1.1.7 નામ આપવામાં આવ્યું છે. તે સૌપ્રથમ ઇંગ્લેન્ડમાં શોધાયો હતો. અહીંથી આ વેરિયન્ટ સમગ્ર વિશ્વમાં ફેલાયો હતો. અમેરિકામાં પણ આ વેરિયન્ટે ભારે તબાહી મચાવી હતી. આ વેરિયન્ટનો શિકાર બનેલા દર્દી મૃત્યુ પણ પામી શકતો હતો. શરુઆતમાં આ વેરિયન્ટ ખતરનાક હતો પરંતુ વેક્સિનેશનને કારણે આ વેરિયન્ટ કાબૂમાં આવી ગયો.

2. ડેલ્ટા વેરિયન્ટ
કોરોના વાયરસનો ડેલ્ટા વેરિયન્ટ સૌપ્રથમ ભારતમાં 2020માં જોવા મળ્યો હતો. તે B.1.617.2 ના વૈજ્ઞાનિક નામથી પણ ઓળખાય છે. તેને વિશ્વભરમાં કોરોનાનો સૌથી સંક્રમિત વેરિયન્ટ માનવામાં આવે છે. તે અત્યાર સુધીનો સૌથી ઘાતકી વેરિયન્ટ હતો. યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર, 3 જુલાઈના રોજ, યુ.એસ.માં ડેલ્ટા વેરિયન્ટના 51.7 ટકા કેસ નોંધાયા હતા. પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ અનુસાર, જૂનના મધ્ય સુધીમાં, યુકેમાં કુલ કોરોના સંક્રમિતોમાં ડેલ્ટા વેરિયન્ટના કેસો 99 ટકા હતા. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન જણાવે છે કે ડેલ્ટા વેરિયન્ટ 100 દેશોમાં મળી આવ્યો હતો.

3. બીટા વેરિયન્ટ
બીટા વેરિયન્ટ સૌપ્રથમ મે 2020માં દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યો હતો. ડિસેમ્બર 2020 માં, તેને વેરિયન્ટ ઓફ કંસર્નમાં સામેલ કરવામાં આવ્યો હતો. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી અનુસાર, તેમાં કોરોનામાંથી સાજા થયેલા લોકોને ફરીથી સંક્રમિત કરવાની ક્ષમતા હતી. આ સાથે, કેટલીક વેક્સિનો ઓછી અસરકારક હોવાની પણ ચર્ચા હતી. આ અસરગ્રસ્ત વ્યક્તિમાં વાયરલ લોડને વધારે છે. વૈજ્ઞાનિકોએ તેને (B.1.351), (B.1.351.2), (B.1.351.3) નામ આપ્યું.

4. ગામા વેરિયન્ટ
ગામા વેરિયન્ટ સૌપ્રથમ 2020માં બ્રાઝિલમાં જોવા મળ્યો હતો. જાન્યુઆરી 2021માં, તેને વેરિયન્ટ ઓફ કંસર્ન શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યો હતો. આ એક વાઈરસ છે જે અગાઉના વેરિયન્ટ્સ કરતાં પણ વધુ ઝડપથી ફેલાતો હોય છે. આ સાથે તે શરીરની રોગપ્રતિકારક શક્તિથી પણ બચી જાય છે.

5. ડેલ્ટા પ્લસ
આ નવો વેરિયન્ટ ડેલ્ટા પ્લસ (AY.1) ભારતમાં સૌથી પહેલા સામે આવેલા ડેલ્ટા (B.1.617.2)માં મ્યૂટેશનથી બન્યો હતો. આ સિવાય K41N નામનું મ્યુટેશન જે દક્ષિણ આફ્રિકામાં બીટા વેરિયન્ટમાં જોવા મળ્યું હતું તે પણ તેના લક્ષણો આપે છે. તેથી તે વધુ જોખમી છે. કેટલાક વાઇરોલોજિસ્ટને આશંકા હતી કે આ વેરિયન્ટ આલ્ફા કરતાં 35-60 ટકા વધુ સંક્રમિત હતો.

વેરિયન્ટ ઓફ ઈંટ્રેસ્ટની કેટેગરીથી વેરિયન્ટ્સને જાણો
1. કપ્પા વેરિયન્ટ
કોરોના વાઈરસના ડેલ્ટા પ્લસ વેરિયન્ટ બાદ કપ્પા વેરિયન્ટથી ડરનો માહોલ બની ગયો હતો. જોકે સરકારે કપ્પા વેરિયન્ટને ડેલ્ટા વેરિયન્ટની જેમ ઓફ કંસર્ન ન માનીને વેરિયન્ટ ઓફ ઈન્ટરેસ્ટની શ્રેણીમાં માન્યો હતો.પરંતું જ્યારે સ્વાસ્થ્ય મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સમાં આ વાઈરસ વિશે પૂછવામાં આવ્યું તો વીકે પોલે કહ્યું હતું કે કપ્પા કોઈ નવો વેરિયન્ટ નથી.

2. લેમ્બ્ડા વેરિયન્ટ
આ વેરિયન્ટની ઉત્પત્તિ દક્ષિણ અમેરિકાના પેરુમાં થઈ હતી તેવું કહેવામાં આવી રહ્યું છે. WHOએ પોતાના વિકલી રિપોર્ટમાં લેમ્બ્ડા વેરિયન્ટ વિશે જાણકારી આપી હતી. કોરોના વાઈરસનો લેમ્બ્ડા વાઈરસ એક જોખમી વેરિયન્ટ હતો. મલેશિયાના સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર આ વેરિયન્ટ 30 દેશોમાં ફેલાયો હતો.

3. ઈટા
ડિસેમ્બર 2020માં એક સાથે આ વેરિયન્ટના ઘણા દર્દીઓ જોવા મળ્યા હતાં. તેને માર્ચ 2021માં વેરિયન્ટ ઓફ ઈન્ટ્રેસ્ટની કેટેગરીમાં સામેલ કરવામાં આવ્યો હતો.

4. આઈઓટા
નવેમ્બર 2020માં સૌથી પહેલા આ વેરિયન્ટ અમેરિકામાં જોવા મળ્યો હતો, તેને WHOએ માર્ચ 2021માં વેરિયન્ટ ઓફ ઈન્ટ્રેસ્ટમાં સામેલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link