Uncategorized

અમેરિકામાં લોકડાયરાની જમાવટ: લાસવેગાસમાં કીર્તિદાન પર અમેરિકન ગોરીઓએ ડોલરનો વરસાદ કર્યો, USમાં 33 લોકડાયરા કરનાર ગઢવી પ્રથમ ગુજરાતી કલાકાર બન્યા

[ad_1]

રાજકોટ19 કલાક પહેલા

કીર્તિદાનના લોકડાયરામાં અમેરિકાની ગોરીઓને ઘેલુ લાગ્યુ અને ડોલરનો વરસાદ કર્યો.

  • એક મહિલાએ ડોલરની થપ્પી ઉડાડી કીર્તિદાનના ઓવારણા લીધા હતા
  • લાસવેગાસમાં કીર્તિદાન ગઢવીનો 33મો અને છેલ્લો લોકડાયરો યોજાયો હતો

ગુજરાતના જાણીતા કલાકાર કીર્તિદાન ગઢવી નવરાત્રિ પહેલાથી જ અમેરિકાના પ્રવાસે છે. ગઇકાલે તેમનો છેલ્લો લોકડાયરો અમેરિકાના લાસવેગાસમાં યોજાયો હતો. જેમાં ગુજરાતી મહિલાઓની સાથોસાથ અમેરિકન ગોરીઓને પણ ઘેલું લગાડ્યું હતું. કીર્તિદાને ‘શિવલહેરી કે દરબારમાં સબ કા ખાતા હૈ…’ ગાતા જ ગુજરાતી મહિલાઓની સાથોસાથ અમેરિકન ગોરીઓએ પણ ડોલરની થપ્પીઓનો વરસાદ કર્યો હતો. અમેરિકાની ધરતી પર 33 લોકડાયરા કરનાર કિર્તીદાન ગઢવી પ્રથમ ગુજરાતી કલાકાર બન્યા છે.

લાસવેગાસમાં છેલ્લા લોકડાયરામાં ગુજરાતીઓ મન મૂકીને વરસ્યા
લાસવેગાસમાં કીર્તિદાન ગઢવીનો 33મો અને છેલ્લો લોકડાયરો યોજાયો હતો. જેમાં ગુજરાતીઓ મન મૂકીને ડોલરનો વરસાદ કર્યો હતો. કીર્તિદાન છેલ્લા દોઢ મહિનાથી અમેરિકાના પ્રવાસે છે. અમેરિકાના અલગ અલગ શહેરોમાં વસતા ગુજરાતીઓએ કીર્તિદાનના લોકડાયરાનું આયોજન કર્યું હતું. છેલ્લા શોમાં ગુજરાતીઓને એવું ઘેલુ લાગ્યું કે મહિલાઓ પણ સ્ટેજ પર ચડીને કીર્તિદાન ગઢવી પર ડોલરનો વરસાદ કરતી નજરે પડી હતી. આ લોકડાયરા દરમિયાન એક મહિલાએ ડોલરની થપ્પી ઉડાડી કીર્તિદાનના ઓવારણા લીધા હતા.

મહિલાએ ડોલરની થપ્પી ઉડાડી કીર્તિદાનના ઓવારણા લીધા.

મહિલાએ ડોલરની થપ્પી ઉડાડી કીર્તિદાનના ઓવારણા લીધા.

9 દિવસ પહેલા એટલાન્ટામાં લોકડાયરો યોજાયો હતો
કીર્તિદાન ગઢવી 16 સપ્ટેમ્બરથી અમેરિકાના પ્રવાસે છે. અમેરિકાનાં અલગ અલગ શહેરોમાં વસતા ગુજરાતીઓ દ્વારા કીર્તિદાન ગઢવીના લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. 9 દિવસ પહેલા અમેરિકાના એટલાન્ટામાં લોકડાયરો યોજાયો હતો, જેમાં કીર્તિદાને ‘લીલી લીંબડી રે…લીલો નાગરવેલનો છોડ’ ગીત ગાતાં જ કીર્તિદાન ગઢવી પર અમેરિકામાં વસતી ગુજરાતી મહિલાઓએ પણ ડોલરની થપ્પી ઉડાડી હતી.

કીર્તિદાન પર ગુજરાતીઓએ મન મૂકીને ડોલરનો વરસાદ કર્યો.

કીર્તિદાન પર ગુજરાતીઓએ મન મૂકીને ડોલરનો વરસાદ કર્યો.

લોકગીત અને હિન્દી ફિલ્મોનાં ગીત ગાતાં ગુજરાતીઓ ઝૂમ્યા
અમેરિકાના એટલાન્ટામાં કીર્તિદાન ગઢવીએ લોકગીતો અને હિન્દી ફિલ્મોનાં ગીતો ગાતાં ગુજરાતી મહિલાઓ સહિત સૌકોઈ ઝૂમી ઊઠ્યા હતા. મહિલાઓ સ્ટેજ પર ચડીને કીર્તિદાન ગઢવી પર ડોલરનો વરસાદ કર્યો હતો. કીર્તિદાન ગઢવીના આ લોકડાયરામાં ગુજરાતીઓ ઉત્સાહમાં આવી ગયા હતા. બાદમાં એક અમેરિકન નાગરિક પણ ડોલરનો વરસાદ કરતો નજરે પડ્યો હતો.

સ્ટેજ પર ચડી અમેરિકન ગોરીએ કીર્તિદાન પર ડોલરનો વરસાદ કર્યો.

સ્ટેજ પર ચડી અમેરિકન ગોરીએ કીર્તિદાન પર ડોલરનો વરસાદ કર્યો.

આ પહેલાં હ્યુસ્ટનમાં ડોલરનો વરસાદ થયો હતો
થોડા દિવસ પહેલાં અમેરિકાના હ્યુસ્ટનમાં કીર્તિદાન ગઢવીનો લોકડાયરો યોજાયો હતો, જેમાં ગુજરાતીઓએ મન મૂકીને ડોલરનો વરસાદ કર્યો હતો. એમાં સ્ટેજ પર ડોલરની નોટો પથરાઇ ગઇ હતી. સૌરાષ્ટ્રમાં સંતવાણી કે લોકડાયરો હોય ત્યારે લાખો રૂપિયાની ઘોર થાય છે. ત્યારે આ પરંપરા અમેરિકામાં વસતા ગુજરાતીઓએ જાળવી રાખી હતી. અમેરિકામાં રૂપિયા નહીં, પણ ડોલરની ઘોર કરવામાં આવી હતી.

સિનિયર સિટીઝનોએ પણ ડોલરનો વરસાદ કર્યો.

સિનિયર સિટીઝનોએ પણ ડોલરનો વરસાદ કર્યો.

નવરાત્રિમાં ગુજરાતીઓ મન મૂકીને રાસ-ગરબા રમ્યા હતા
નવરાત્રિ પહેલાં અમેરિકાના શિકાગોમાં પ્રી-નવરાત્રિ કાર્યક્રમમાં ગુજરાતીઓએ મન મૂકીને રાસ-ગરબા કર્યા હતા, જેમાં કીર્તિદાનના ગરબાની રમઝટમાં ડોલર ઊડ્યા હતા. ત્યાર બાદ લોકગાયક કીર્તિદાન ગઢવીએ સોશિયલ મીડિયામાં લોકડાયરાની તસવીરો તથા વીડિયો શેર કર્યાં હતાં. અમેરિકાના શિકાગોમાં પ્રી-નવરાત્રિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તેમને બોલાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે કીર્તિદાનનો પહેલો કાર્યક્રમ અમેરિકાના શિકાગોમાં થયો હતો. ત્યાર બાદ ડલ્લાસ, હ્યુસ્ટન, ન્યૂજર્સી, એટલાન્ટા, લાસવેગાસ સહિત 33 જગ્યાએ લોકડાયરો યોજાયો હતો.

મહિલાઓએ ડોલરની થપ્પી ઉડાડી.

મહિલાઓએ ડોલરની થપ્પી ઉડાડી.

ગુજરાતીઓએ ડોલરનો વરસાાદ કર્યો.

ગુજરાતીઓએ ડોલરનો વરસાાદ કર્યો.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link