Uncategorized

સબમરિન ‘INS વેલા’ પર પહોંચ્યું ભાસ્કર: દરિયામાં વધશે ભારતીય નેવીની તાકાત, આ સાઈલેન્ટ કિલરમાં છે સ્ટેલ્થ ફ્યૂચર અને એડવાન્સ્ડ સોનાર સિસ્ટમ

[ad_1]

  • Gujarati News
  • National
  • The Indian Navy’s Strength Will Increase At Sea, This Silent Killer Has Stealth Future And Advanced Sonar System

મુંબઈ12 મિનિટ પહેલાલેખક: વિનોદ યાદવ

  • કૉપી લિંક

સ્કાર્પીન ડિઝાઈન, કલવરી શ્રેણીની આ ચોથી સબમરીન છે, જેને 25 નવેમ્બરે નેવી પ્રમુખ એડમિરલ કરમબીર સિંહ નેવલ ડોકયાર્ડમાં સામેલ કરશે.

  • 17 ફેબ્રુઆરી 2020ના રોજ પ્રથમ વખત સમુદ્રી ટ્રાયલનો સામનો આ સબમરીને કર્યો

સ્કોર્પીન ક્લાસની ચોથી સબમરીન INS વેલા લગભગ 11 મહિના સુધી વિવિધ પ્રકારના પરીક્ષણ પછી નેવીમાં સામેલ થવા સંપૂર્ણ તૈયાર છે. તેનુ 25 નવેમ્બરે નેવીમાં કમિશનિંગ છે. લગભગ 67.5 મીટર લાંબી અને 12.3 ઉંચી આ સબમરીન 300-400 મીટર સુધી સમુદ્રના ઉંડાણમાં જવામાં સક્ષમ છે. INS વેલા દુશ્મનોનો શિકાર કરવા સક્ષમ છે. કારણ કે તેની અંદર ગોઠવવામાં આવેલા ઉપકરણો ખૂબ જ ઓછો અવાજ કરે છે.

દેશમાં જ બન્યા છે તેના તમામ ઉપકરણ
ભાસ્કરની ટીમ લોન્ચિંગ પહેલા આ સબમરીન પર પહોંચી અને તેની ખાસિયતોને સમજી. સબમરીનના કેપ્ટન અનીષ મૈથ્યૂએ વાતચીત દરમિયાન કહ્યું કે આત્મનિર્ભર ભારતના સમયમાં INS વેલામાં લાગીલે મુખ્ય બેટરી સંપૂર્ણ રીતે સ્વદેેશ નિર્મિત છે. આ સિવાય તેમાં ઉપયોગમાં આવતા ઘણા ઉપકરણ દેશમાં જ બનેલા છે.

બેટરીથી ચાલે છે આ સબમરીન
તેમણે જણાવ્યું કે આ કન્વેન્શનલ સબમરીન હોવાના કારણે તે બેટરી અને ડિઝલ બંને મોડમાં ચાલવામાં સક્ષમ છે. આ સબમરીને મુખ્ય રીતે ડિઝલથી બેટરીને ચાર્જ કરે છે અને પછીથી બેટરીથી સબમરીન ચાલે છે. કેપ્ટન મેથ્યૂના જણાવ્યા અનુસાર, તેની સ્ટેલ્થ ફ્યૂચર અત્યાધુનિક છે. નેવીમાં સામેલ થનારી INS વેલામાં 10 ઓફિસર્સ અને 35 નેવી સૈનિક તહેનાત રહેશે. એમ કહેવામાં આવી રહ્યું છે કે સમુદ્રની ઉડાઈમાં આ સબમરીન લગભગ 45 દિવસ સુધી રહેવા સક્ષમ છે.

6 મે 2019એ INS વેલા લોન્ચ થઈ હતી. 17 ફેબ્રુઆરી 2020ના રોજ પ્રથમ વખત સમુદ્રી ટ્રાયલનો સામનો આ સબમરીને કર્યો. નેવીની એમડીએલએ આ વર્ષે 9 ડિસેમ્બર 2021ના રોજ INS વેલાને સોંપી હતી.

વેલા સબમરીન દુશ્મનના ક્ષેત્રમાં ખૂબ જ ઝડપથી પ્રવેશ કરે છે.

વેલા સબમરીન દુશ્મનના ક્ષેત્રમાં ખૂબ જ ઝડપથી પ્રવેશ કરે છે.

વોર કરવામાં પ્રભાવી
INS વેલાના સોનાર ઓપરેટર વિશાલ સામાને કહ્યું છે કે ફ્રાન્સની મદદથી આ સબમરીનનું નિર્માણ મુંબઈ સ્થિત મેસર્સ એમડીએલમાં થયું છે. તેનું સોનાર અત્યાધુનિક હોવાના કારણે તે નાની-નાની ગતિવિધિને પણ પકડી લે છે. તેમણે જણાવ્યું કે આ સબમરીનને એ રીતે ડિઝાઈન કરવામાં આવી છે કે તે સમુદ્રની અંદર છુપાઈને દુશ્મન પર હુમલો કરી શકે અને તેને ખત્મ કરી શકે.

આ સબમરીન તમામ અગ્રણી બંદરો અને સમુદ્રી ટાયલ્સને પુરી કરી ચૂકી છે.

આ સબમરીન તમામ અગ્રણી બંદરો અને સમુદ્રી ટાયલ્સને પુરી કરી ચૂકી છે.

આ સબમરીનમાં આ છે ખાસ
આ પહેલા INS કલવરી પછી સબમરીન ખંડેરી અને સબમરીન કરંજ નેવીમાં સામેલ થઈ અને હવે ચોથી સબમરીન INS વેલા સામેલ થવા જઈ રહી છે. INS વેલા સબમરીન અત્યાધુનિક સ્ટેલ્થ ફ્યૂચર, હથિયાર સિસ્ટમ, એડવાન્સ્ડ સોનાર, રડાર, ઈલેક્ટ્રોનિક સર્વિલાન્સ સેન્સર અને સેટેલાઈટ કમ્યુનિકેશન સિસ્ટમથી લેન્સ છે. આ સબમરી કલવરી કલાસની છ સબમરીનમાં ચોથી છે.

તાજેતરના વર્ષોમાં સ્કાર્પીન ડિઝાઈનની પ્રોજેક્ટ-75 કલવરી શ્રેણીની 3 સબમરીન INS કલવરી, ખંડેરી અને કરંજ કમીશન થઈ ચૂકી છે.

તાજેતરના વર્ષોમાં સ્કાર્પીન ડિઝાઈનની પ્રોજેક્ટ-75 કલવરી શ્રેણીની 3 સબમરીન INS કલવરી, ખંડેરી અને કરંજ કમીશન થઈ ચૂકી છે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link