Uncategorized

સૌથી મોટા ઈશ્યૂની તારીખ નક્કી: Paytmનો IPO માર્કેટમાં 8 નવેમ્બરે ખુલશે, 18 નવેમ્બરે સ્ટોક એક્સ્ચેન્જમાં શેરનું લિસ્ટિંગ થઈ શકે છે

[ad_1]

  • Gujarati News
  • Business
  • Paytm’s IPO To Open In The Market On November 8, Shares May Be Listed On The Stock Exchange On November 18

9 કલાક પહેલા

  • કૉપી લિંક

મર્ચન્ટ કંપની Paytmનો IPOની તારીખ નક્કી થઈ ગઈ છે. Paytmનો IPO સબ્સક્રિપ્શન માટે 8 નવેમ્બરે ખુલશે અને 10 નવેમ્બેર બંધ થઈ જશે. જે બાદ 18 નવેમ્બરે શેર્સ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થઈ શકે છે. આ ભારતના ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો IPO બનવા જઈ રહ્યો છે.

વન97 કોમ્યુનિકેશનના નામથી લિસ્ટ થશે શેર્સ
પેટીએમની પેરેન્ટ કંપની વન97 કોમ્યુનિકેશન છે. તેથી સ્ટોક એક્સચેન્જ પર વન97 કોમ્યુનિકેશનના નામથી જ પેટીએમના શેર્સ લિસ્ટ થશે. પેટીએમના IPOની સાઈઝ પર 16,600 કરોડ રૂપિયાથી વધારીને 18,300 કરોડ કરી દીધી છે. પેટીએમની ઓફર ફોર સેલ (OFS)ની મદદથી 10 હજાર કરોડ રૂપિયા, જ્યારે નવા શેર (IPO)થી 8,300 કરોડ રૂપિયા ભેગા કરવાની યોજના છે.

પહેલાં એકસરખી રકમ ભેગી કરવાની યોજના હતી
પેટીએમ દ્વારા પહેલાં નવા શેર અને ઓફર ફોર સેલથી એકસરખી રકમ એકઠી કરવાનો પ્લાન હતો, પરંતુ કંપનીએ IPO બજારમાં જોવા મળતા ઉત્સાહને કારણે ઓફર ફોર સેલથી ભેગી કરવાની રકમ 2 હજાર કરોડ રૂપિયા વધારી દીધી છે. ઓફર ફોર સેલનો અર્થ છે કે કંપનીના હાલ રોકાણકાર પોતાનો હિસ્સો IPOમાં વેચશે.

OFSમાં કોણ કરશે કેટલું વેચાણ?

  • કંપનીના ટોચના અધિકારી વિજય શેખર શર્મા 402 કરોડ રૂપિયાના શેર વેચશે.
  • એન્ટીફિન પોતાની પાસે રહેલા 4,074 કરોડ રૂપિયાના શેર ખુલ્લા બજારમાં વેચશે.
  • ચીનનું અલીબાબા ગ્રુપ પોતાની ભાગીદારીના 784 કરોડ રૂપિયાના શેર કાઢશે.
  • આ ઉપરાંત અનેક કંપનીઓ પણ IPOમાં પેટીએમમાંથી પોતાની ભાગીદારી વેચશે.

કોલ ઈન્ડિયાના નામે છે સૌથી મોટો ઈશ્યૂનો રેકોર્ડ
પેટીએમ પહેલાં કોલ ઈન્ડિયા સૌથી મોટો IPO લાવ્યા હતા. કોલ ઈન્ડિયાએ 2010માં IPOથી 15,299 કરોડ રૂપિયા ભેગા કર્યા હતા. જો કે પેટીએમનો રેકોર્ડ વધુ દિવસ સુધી નહીં રહે કેમકે ચાલુ નાણાકીય વર્ષમાં LIC પોતાનો IPO લઈને આવશે. જેની મદદથી LIC 80 હજાર કરોડથી 1 લાખ કરોડ રૂપિયા એકઠાં કરી શકે છે.

વ

નવેમ્બર મહિનો થશે હિટ
નવેમ્બરમાં ભારતીય IPO બજારની દ્રષ્ટીએ અત્યારસુધીની સૌથી વધુ રકમ એકઠી કરવામાં ટોપ પર હશે. નવેમ્બરની શરૂઆતમાં જ 3 IPO આવી રહ્યાં છે. 1લી નવેમ્બરે પોલિસી બજારની સાથે વધુ બે કંપનીઓ લગભગ 6,500 કરોડ રૂપિયા એકઠાં કરવા માટે માર્કેટમાં ઉતરશે. તો પેટીએમ આ મહિનામાં જ 18,300 કરોડ રૂપિયા ભેગા કરશે. એવામાં આ ચાર IPOથી જ નવેમ્બરમાં લગભગ 25 હજાર કરોડ રૂપિયાની રકમ ભેગી કરાશે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link