Uncategorized

શમીના કોચનો ઈન્ટરવ્યુ: દેશદ્રોહી અને પાકિસ્તાની કહેવામાં આવતા શમી હેરાન; આગામી મેચ પર ફોકસ કરો, પછી આ લોકો જ પ્રશંસા કરશે

[ad_1]

39 મિનિટ પહેલાલેખક: રાજકિશોર

  • કૉપી લિંક

ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી સોશિયલ મીડિયા પર પાકિસ્તાન સામેની મેચમાં ભારતને મળેલી હાર બાદ ટ્રોલ થયા અને તેમને દેશદ્રોહી અને પાકિસ્તાની કહેવામાં આવ્યા. આ કારણે તે હેરાન છે. જોકે તેમના કોચે તેમને આ વાતો પર ધ્યાન ન આપીને આગળની મેચ પર ફોકસ કરવા માટે કહ્યું છે.

રવિવારે ટી-20 વર્લ્ડ કપના સુપર-12 સ્ટેજમાં ભારતે પોતાની પ્રથમ મેચમાં પાકિસ્તાનના હાથે ખરાબ રીતે હારનો સામનો કરવો પડ્યો હતો. જે પછી મોહમ્મદ શમીને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવ્યો. હાર પછી તેને દેશદ્રોહી અને પાકિસ્તાની કહેવામાં આવ્યો.

શમીને આ પ્રકારના વ્યવહારની કલ્પના નહોતી. શમીએ પોતાના કોચ બદરુદ્દીન સિદ્દિક સાથે સોશિયલ મીડિયા પર આવી રહેલા નિવેદનો અંગે વાત કરી હતી. ભાસ્કરે બદરુદ્દીન સિદ્દિકી સાથે આ મુદ્દે વાતચીત કરી હતી. પ્રસ્તુત છે વાતચીતના મહત્ત્વના અંશ.

સવાલ- ટીમ ઈન્ડિયાની હાર પછી શમીને પાકિસ્તાની અને દેશદ્રોહી કહેવામાં આવી રહ્યાં છે. શું તમારી મોહમ્મદ શમી સાથે વાતચીત થઈ અને તેમણે શું કહ્યું?

જવાબ- શમી સોશિયલ મીડિયા પર ભારતની હાર પછી તેમને પાકિસ્તાની અને દેશદ્રોહી કહેવા પર હેરાન છે. તેમનું માનવું છે કે તેમણે ઘણી મેચોમાં શાનદાર દેખાવ કરીને ટીમને જીતાડી છે. એવામાં માત્ર એક મેચમાં ખરાબ દેખાવના આધારે આપણે તેમની પર આ પ્રકારના આરોપ કઈ રીતે લગાવી શકીએ. મેં તેમને સમજાવ્યા કે આ વાતો પર ધ્યાન ન આપો અને તમારો સંપૂર્ણ ફોકસ આગળની મેચો પર કરો. જે લોકો તમારી ટીકા કરી રહ્યાં છે, તે લોકો જ તમારી પ્રશંસા પણ કરવા લાગશે.

સવાલ- સોશિયલ મીડિયા પર જે રીતે તેમને ટ્રોલ અને અપશબ્દ કહેવામાં આવી રહ્યાં છે, શું તમે અને તમારા પરિવારના લોકો હેરાન છે?

જવાબ- જે લોકો તેમની પર દેશદ્રોહી અને પાકિસ્તાન સાથે મળવાનો આરોપ લગાવી રહ્યાં છે, તે મૂર્ખ છે. રોહિત શર્મા, લોકેશ રાહુલ પણ ઝડપથી આઉટ થઈ ગયા. ભુવનેશ્વર કુમારે પણ એક ઓવરમાં 10 રન આપ્યા. આવા સંજોગોમાં તો બધા લોકો દેશદ્રોહી જ થયા છે. કેટલાક અસામાજિક તત્વો મોહમ્મદ શમીને ટાર્ગેટ કરી રહ્યાં છે.

જો તેમનો દેખાવ કોઈ પણ અન્ય દેશની સામે ખરાબ થાત તો તેમને ટાર્ગેટ ન કરવામાં આવત. હું કે શમીનો પરિવાર સોશિયલ મીડિયા પર જે કઈ કહેવામાં આવી રહ્યું છે, તેને લઈને બિલકુલ હેરાન નથી. શમીએ ઘણી વખત પોતાને સાબિત કર્યા છે.

તેમની સાથે સમગ્ર દેશ અને ભારતીય ખેલાડીઓ છે. રમતમાં જાતિ અને ધર્મને કોઈ સ્થાન હોતુ નથી. ભારતીય ટીમમાં બધા ખેલાડીઓ સાથે મળીને રહે છે. બધા એક જ બોટલમાંથી પાણી પણ પીવે છે.

સવાલ- પાકિસ્તાની ન્યુઝ પેપર અને ત્યાંના રાજકારણીઓ કહી રહ્યાં છે કે ભારતમાં મુસ્લિમ સમુદાયના લોકો સુરક્ષિત નથી?

જવાબ- પાકિસ્તાન અને ત્યાંના રાજકારણીઓએ પોતાની તરફ જોવુ જોઈએ. પાકિસ્તાનથી વધુ મુસ્લિમ અહીં રહે છે અને પાકિસ્તાનથી વધુ સુરક્ષિત છે. મારી ઉંમર 50 વર્ષથી વધુ થઈ છે. મને ક્યારેય એવું લાગ્યું નથી. પાકિસ્તાનને હું એટલું જ કહીશ કે તે પોતાના દેશમાં જોવે અને પોતાના વિશે વિચારે. ભારતના મુસ્લમાનોને લઈને તેમણે ચિંતા કરવાની જરૂરિયાત નથી.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link