Uncategorized

લેસ્બિયન કરવાચૌથ: ​​​​​​​ડાબરની જાહેરાતમાં લેસ્બિયન કપલ કરવાચૌથની ઉજવણી કરતું દેખાયું, લોકોએ વિરોધ કરતાં કહ્યું- હિન્દુ સંસ્કારોની મજાક છે આ

[ad_1]

એક કલાક પહેલા

  • કૉપી લિંક
  • LGBTQનું સમર્થન કરતાં લોકોએ આને પેટ્રિઆર્કીને LGBTQ સાથે જોડવાની નિંદા કરી

સમગ્ર દેશમાં રવિવારે કરવાચૌથની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે પરિણિત મહિલાઓ તેમના પતિના લાંબા અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરીને આખો દિવસ ઉપવાસ કરે છે. કરવાચૌથના દિવસે જ ડાબર કંપનીએ એક વીડિયો રીલિઝ કરી છે. જેમાં લેસ્બિયન કપલ કરવાચૌથની ઉજવણી કરતું દેખાય છે. આ વીડિયો જોઈને ઘણાં લોકો ગુસ્સે થયા છે.

22 ઓક્ટોબરે લોન્ચ કરવામાં આવેલી આ કમર્શિયલ જાહેરાતમાં બે યુવતીઓ તેમના કરવાચૌથની તૈયારી કરતી દેખાય છે. એકબીજાના ચહેરા પર બ્લીચ લગાવે છે. આ વીડિયોમાં તેઓ તહેવારની ચર્ચા કરે છે અને કહે છે કે આ દિવસે એક બીજા માટે ઉપવાસ કેમ કરવામાં આવે છે.

આ ક્લિપના અંતે ખબર પડે છે કે, બંને મહિલાઓ એકબીજા માટે ઉપવાસ રાખે છે. તેઓ આકાશમાં ચાંદો દેખે છે અને પછી એક બીજાને ચારણીમાં જોઈને કરવાચૌથનો ઉપવાસ તોડે છે.

ક્લિપનો અંત ડાબર બ્રાન્ડની બ્યૂટી પ્રોડક્ટ ફેમ સાથે થાય છે. આ જાહેરાતને ઈન્દ્રધનુષના રંગોમાં ‘ગ્લો વિથ પ્રાઈડ’ના હેશટેગ સાથે દર્શાવવામાં આવે છે. નોંધનીય છે કે, ઈન્દ્રધનુષનો ઝંડો LGBTQIA+ સામાજિક આંદોલનનું પ્રતિક છે.

ઓનલાઈન શેર કરવામાં આવતા આ વીડિયોને મિક્સ પ્રતિક્રિયા મળી છે. અમુક લોકો બ્રાન્ડની નવી પહેલને સમર્થન આપ્યું છે. જ્યારે અમુક લોકોએ તેની નિંદા કરીને કહ્યું છે કે, આ હિન્દુ સંસ્કારો સાથે રમત રમવામાં આવી રહી છે. LGBTQનું સમર્થન કરતાં લોકોએ આને પેટ્રિઆર્કીને LGBTQ સાથે જોડવાની નિંદા કરી છે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link