Uncategorized

વોકલ ફોર લોકલ: દિવાળીની નવી જાહેરાતમાં શાહરુખ ખાને ઘરની નજીકની દુકાનમાંથી ખરીદી કરવાનું કહ્યું, ચાહકોએ વખાણ કર્યા

[ad_1]

મુંબઈ2 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • શાહરુખની નવી દિવાળી જાહેરાત રિલીઝ
  • ચાહકોએ આ જાહેરાતના ભરપૂર વખાણ કર્યા

બોલિવૂડના બાદશાહ એટલે કે શાહરુખ ખાન હાલમાં ચર્ચામાં છે. શાહરૂખનો દીકરો આર્યન ખાન ડ્રગ્સ કેસમાં ફસાયો છે અને જેલમાં છે. જોકે, શાહરુખ ખાન બીજાના જીવનમાં ખુશીઓ આવે તેવું કામ કરી રહ્યો છે. હાલમાં જ કેડબરીની એક જાહેરાતમાં શાહરુખ ખાન જોવા મળ્યો હતો. સો.મીડિયા યુઝર્સે આ જાહેરાતના ઘણાં જ વખાણ કર્યા હતા.

શાહરુખ લોકલ માટે વોકલ થયો
શાહરુખ ખાનની નવી કેડબરી જાહેરાત રિલીઝ થઈ છે. આ જાહેરાતની ટૅગલાઇન છે, ‘માત્ર કેડબરીની જાહેરાત નથી.’ જાહેરાતમાં શાહરુખ ખાન લોકલ માટે વોકલ થતો જોવા મળે છે. આ જાહેરાતના માધ્યમથી શાહરુખ સંદેશો આપે છે કે દરેકની દિવાળી સ્વીટ હોવી જોઈએ. આથી જ આ દિવાળીએ શોપિંગ પોતાના ઘરની આસપાસ આવેલી દુકાનોમાંથી કરો. તમે કપડાં, ચંપલ તથા ચશ્મા સહિતની વસ્તુઓ ઘરની નજીકની દુકાનોમાંથી કરો અને તેમની દિવાળી સ્વીટ બનાવો.

સો.મીડિયામાં યુઝર્સે જાહેરાતના વખાણ કર્યા
શાહરુખ ખાન દેશના નાના બિઝનેસનો બ્રાન્ડ એમ્બેસેડર બન્યો છે. જાહેરાતમાં શાહરુખ ખાન ક્રીમ રંગની શેરવાનીમાં જોવા મળે છે.

દીકરાને કારણે ટેન્શનમાં છે
શાહરુખ ખાન હાલમાં દીકરો આર્યન જેલમાં હોવાથી ઘણો જ ચિંતામાં છે. તે 21 ઓક્ટોબરે દીકરાને આર્થર રોડ જેલમાં મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link