Uncategorized

તાલિબાનનો અસલી ચહેરો સામે આવ્યો: અફઘાન શિખોને આદેશ- ઈસ્લામ સ્વિકારો અથવા દેશ છોડો; હુમલાઓ બાદ મોટી સંખ્યામાં શિખ ભારત માટે રવાના

[ad_1]

  • Gujarati News
  • International
  • Order To Afghan Sikhs Accept Islam Or Leave The Country; A Large Number Of Sikhs Left For India After The Attacks

કાબુલ10 કલાક પહેલા

અફઘાનિસ્તાનમાં તાલિબાને બેવડું વલણ દર્શાવવાનું શરુ કરી દીધું છે. સત્તા કબજે કર્યા બાદ તાલિબાને માન્યતા મેળવવા માટે ધર્મ સાંપ્રદાયિકતાનો દાવો કર્યો હતો. પરંતુ હવે ત્યાંની સુરક્ષાની સ્થિતિ લઘુમતીઓ માટે વધુને વધુ ખરાબ થઈ રહી છે.

ખાસ કરીને શિખ સમુદાયના અફઘાનિસ્તાનમાં રહેવા પર સંકટ ઘેરાઈ રહ્યું છે. એક રિપોર્ટ પ્રમાણે તાલિબાને શિખોને આદેશ આપ્યો છે કે તેઓ ઈસ્લામ ધર્મ સ્વિકારી સુન્ની મુસ્લિમ બની જાઓ અથવા તો દેશ છોડીને ચાલ્યા જાઓ.

ઈન્ટરનેશનલ ફોરમ ફોર રાઈટ્સ એન્ડ સિક્યોરિટી (IFFRAS)ના રિપોર્ટ પ્રમાણે, તાલિબાન સરકારે આ સ્પષ્ટ કર્યુ છે કે શિખોને સુન્ની ઈસ્લામ સ્વિકારવો જ પડશે નહીંતો તેમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવશે. તાલિબાની સરકાર ક્યારેય દેશમાં વિવિધતાને પ્રોત્સાહન આપશે નહીં.

રિપોર્ટમાં આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે આવામાં દેશમાં લધુમતિઓના નરસંહારનું જોખમ સર્જાઈ રહ્યું છે. તાલિબાને 15 ઓગસ્ટે કાબુલ પર કબ્જો કર્યો હતો, તેના બાદ દેશમાં દહેશતનો માહોલ બનેલો છે.

મોટી સંખ્યામાં શિખો ભારત માટે રવાના
IFFRASએ જણાવ્યું હતું કે શીખ સમુદાય સદીઓથી અફઘાનિસ્તાનમાં રહે છે, પરંતુ છેલ્લા ઘણા દાયકાઓથી અફઘાન સરકારે તેમને મૂળભૂત સુવિધાઓ પણ પૂરી પાડી નથી. તેમને રહેવા માટે ઘર પણ આપવામાં આવ્યું ન હતું. 26 માર્ચ, 2020ના રોજ કાબુલના ગુરુદ્વારામાં તાલિબાને ગોળીબાર કર્યા બાદ મોટાભાગના શીખો ભારત જવા રવાના થયા છે.

કાબુલ અને ગજનીમાં સૌથી વધુ શીખ હતાં
IFFRASએ રિપોર્ટમાં જણાવ્યું કે હજારો એક સમયે અફઘાનિસ્તાનમાં હજારો શિખો રહેતા હતા, પરંતુ અફઘાનિસ્તાનમાં ઘણા વર્ષોથી હિંસામાં સ્થળાંતર અને મૃત્યુને કારણે શીખોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. બાકી રહેલા મોટાભાગના શીખો હવે કાબુલમાં અને કેટલાક ગજની અને નાંગરહારમાં રહે છે.

સતત શીખ સમુદાયમાં હુમલાઓ થઈ રહ્યા છે
5 ઓક્ટોબરે 15થી 20 આતંકવાદીઓએ કાબુલના કર્ત-એ-પરવાન જિલ્લામાં ગુરુદ્વારામાં ઘુસીને ગાર્ડસને બંધક બનાવ્યો હતો અને તોડફોડ પણ કરી હતી. શિખ સમુદાય વિરુદ્ધ આ પહેલી ઘટના નથી. આવા કેસ હવે ત્યા સામાન્ય બની ગયા છે.

ગયા વર્ષે જૂનમાં અફઘાન શિખ નેતાને આતંકવાદીઓ દ્વારા કિડનેપ કરવામાં આવ્યા હતાં. આ મામલે કોઈ જાણકારી આપવામાં આવી નથી.

માર્ચ 2019માં એક શિખ વ્યક્તિને કિડનેપ કરીને તેની હત્યા કરી દેવામાં આવી હતી. બાદમાં અફઘાનિસ્તાન પોલીસે બે શંકાસ્પદોની ધરપકડ કરી હતી. જ્યારે કંદહારમાં અજ્ઞાત બંદૂકધારિઓએ એક શિખને ગોળી મારી હતી.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link