Uncategorized

જજ હત્યાકાંડમાં ઝરાખંડ હાઈકોર્ટ નારાજ: CBIની ઝાટકણી કાઢી, કહ્યું- દેખાડ્યા વગર ચાર્જશીટ કઈ રીતે ફાઈલ કરી, હત્યાનું કારણ હજી પણ સ્પષ્ટ કર્યું નથી

[ad_1]

  • Gujarati News
  • National
  • Slams CBI, Says How He Filed Chargesheet Without Appearing, Cause Of Murder Still Not Clear

રાંચી33 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ધનબાદના જજ ઉતમ આનંદની હત્યાના મામલામાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન(CBI)ને રજૂ કરેલી ચાર્જશીટને જોઈને શુક્રવારે ઝારખંડ હાઈકોર્ટે ખૂબ જ નારાજગી જાહેર કરી છે. હાઈકોર્ટે ચાર્જશીટ ખામીયુકત ગણાવી અને કહ્યું- હત્યાનું કારણ અને ઉદેશ્ય જણાવ્યા વગર ચાર્જશીટ દાખલ કરવી તે દુઃખદ છે. CBI પાસે આવી અપેક્ષા નહોતી.

કોર્ટે CBIને પૂછયું કે જ્યારે સુપ્રીમ કોર્ટના આદેશ પછી હાઈકોર્ટ સમગ્ર કેસનું મોનિટરિંગ કરી રહી છે તો ચાર્જશીટ ફાઈલ કરતા પહેલા તેને આ અંગેની માહિતી શાં માટે આપવામાં આવી નથી? હાઈકોર્ટની દેખરેખનો અર્થ માત્ર કહેવા પુરતો નથી. આ ચાર્જશીટ ખામીયુક્ત છે.

ચીફ જસ્ટિસ રવિ રંજન અને જસ્ટિસ સુજીત નારાયણે આગામી સુનાવણીમાં CBIના ડાયરેક્ટરને વરચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિતિ રહેવાનો આદેશ આપ્યો છે. જોકે હાઈકોર્ટના સૂત્રોના જણાવ્યા મુજબ, CBIના આગ્રહ પછી કોર્ટે ડાયરેક્ટર હાજર ન થવાનો અનુરોધ માની લીધો, જોકે કોર્ટ કહ્યું કે આગામી સુનાવણીમાં તપાસ-સંતોષજનક હોવાનું ન જણાયું તો ડાયરેક્ટરે હાજર થવું પડશે.

CBIએ 20 ઓક્ટોબરે ફાઈલ કરી હતી ચાર્જશીટ
CBIએ 20 ઓક્ટોબરે ચાર્જશીટ રજૂ કરી હતી. ઘટનાના 90 દિવસ થતા પહેલા તેને રજૂ કરવામાં આવી, જેથી જેલમાં બંધ ઓટો ડ્રાઈવર લખન વર્મા અને તેના સાથી રાહુલ વર્માને જામીન ન મળી શકે. એજન્સીએ કહ્યું- મામલામાં આગળ તપાસ ચાલુ છે. CBI બંને આરોપીઓને 3 વખત રિમાન્ડ પર લઈ ચૂકી છે.

CBI પહેલા જ કહી ચૂકી છે-આ હત્યા છે
CBIને એવા સાક્ષી મળ્યા છે, જેના આધારે ઝારખંડ હાઈકોર્ટમાં તેણે જણાવ્યું છે કે જસ્ટિસ ઉતમ આનંદની હત્યા કરવામાં આવી છે. તેમાં કેટલાક લોકો પણ સામેલ છે. હાલ દરેક બાબતે મામલાની તપાસ ચાલુ છે. જોકે એજન્સી તરફથી હજી સુધી એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે આ હત્યાનું ષેડયંત્ર કોણે બનાવ્યું હતું?

હોટવાર જેલ સાથેનું કનેક્શન પણ શોધી રહી છે CBI
CBIની તપાસ આ કેસમાં રાંચીની હોટવાર જેલ સુધી પહોંચી ચુકી છે. હોટવાર જેલમાં CBI સતત બે દિવસ સુધી અડધો ડઝનથી વધુ અપરાધીઓની પૂછપરછ કરી ચૂકી છે. તેમાં હોટવારમાં બંધ રંજય સિંહ હત્યાકાંડના આરોપી નંદ કુમાર સિંહ ઉર્ફે મામા પણ સામેલ છે.

હાઈકોર્ટ કરી રહી છે મોનિટરિંગ
જજના મૃત્યુના મામલાની CBI તપાસનું મોનિટરિંગ હાઈકોર્ટ કરી રહી છે. દર સપ્તાહે CBIએ કોર્ટમાં તપાસનો પ્રગતિ રિપોર્ટ રજૂ કરવો પડી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે 28 જુલાઈએ મોર્નિગ વોક દરમિયાન જજ ઉતમ આનંદને ઓટોએ ટક્કર મારી હતી. તે પછી તેમનું હોસ્પિટલ લઈ જવા દરમિયાન મૃત્યુ થયું હતું. બંને આરોપીઓની બીજા દિવસે ધરપકડ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link