[ad_1]
મુંબઈએક કલાક પહેલા
- કૉપી લિંક
- NCBના મતે, અનન્યા પાંડે તથા આર્યન ખાન વચ્ચે ડ્રગ્સ ચેટ થઈ હતી
બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડેને ડ્રગ્સ કેસમાં પૂછપરછ માટે બોલાવવામાં આવી છે. NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો)એ અનન્યાના ઘરે દરોડા પાડ્યા હતા. NCBને આર્યન ખાનની વ્હોટ્સએપ ચેટ મળી હતી. આ ચેટમાં એક એક્ટ્રેસનું નામ સામે આવ્યું હતું. હવે ચર્ચા છે કે આર્યને અનન્યા સાથે જ વાત કરી હતી. આ જ ચેટને આધારે દરોડા પાડવામાં આવ્યા છે.
મિત્રો છે આર્યન-અનન્યા
અનન્યા પાંડે, શનાયા કપૂર, નવ્યા નવેલી નંદા, સુહાના ખાન બેસ્ટ ફ્રેન્ડ્સ છે. આર્યન તથા અનન્યા નાનપણથી મિત્રો છે. મન્નતમાં યોજાયેલી અનેક પાર્ટીમાં અનન્યા પાંડે સામેલ થઈ છે.
મિત્રો સાથે આર્યન તથા અનન્યા
અનન્યાએ આર્યન તથા સુહાના સાથે અનેકવાર પાર્ટી માણી છે. ત્રણેય સાથે ઘણીવાર હેંગઆઉટ માટે જતા હોય છે. તેઓ એક જ ગ્રુપમાં છે. સો.મીડિયામાં પાર્ટી તથા હેંગ આઉટની અનેક તસવીરો સામે આવી છે.
અનન્યા બોલિવૂડ એક્ટર ચંકી પાંડેની દીકરી છે
અનન્યાની વાત કરીએ તો 30 ઓક્ટોબર, 1998માં તેનો જન્મ થયો હતો. 23 વર્ષીય અનન્યા બોલિવૂડ એક્ટર ચંકી પાંડેની દીકરી છે. તે મુંબઈની ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી ભણી છે.
અનન્યા 12 ધોરણ સુધી ભણેલી છે
અનન્યા પાંડેએ પોતાનું સ્કૂલિંગ પૂરું કર્યું હતું. જોકે, તે ક્યારેય કોલેજ ગઈ નથી. તે 12 ધોરણ સુધી ભણેલી છે. અનન્યાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયામાં તેનું એડમિશન થયું હતું, પરંતુ એક્ટિંગમાં કરિયર બનાવી હોવાથી તેણે આગળ અભ્યાસ કર્યો નથી.
અનન્યાએ પણ અન્ય સ્ટારકિડ્સની જેમ કરન જોહરના બેનર ધર્મા પ્રોડક્શનથી બોલિવૂડ ડેબ્યૂ કર્યું છે. તેણે ‘સ્ટૂડન્ટ ઓફ ધ યર 2’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મ 2019માં રિલીઝ થઈ હતી અને ફિલ્મમાં ટાઇગર શ્રોફ તથા તારા સુતરિયા હતા. આ ફિલ્મ માટે અનન્યાને ફિલ્મફેરનો બેસ્ટ ફીમેલ બેસ્ટ ડેબ્યૂનો અવોર્ડ મળ્યો હતો.
મિત્રો સાથે આર્યન તથા અનન્યા, સુહાના
અનન્યા પાસે આ ફિલ્મ છે
અનન્યા પહેલી ફિલ્મ બાદ ‘પતિ પત્ની ઔર વો’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં કાર્તિક આર્યન તથા ભૂમિ પેડનેકર હતા. 2020માં તે ઇશાન ખટ્ટ સાથે ફિલ્મ ‘ખાલી પીલી’માં જોવા મળી હતી. હવે તે શકુન બત્રાની ફિલ્મમાં દીપિકા પાદુકોણ તથા સિદ્ધાંત ચતુર્વેદી સાથે જોવા મળશે. સાઉથ સ્ટાર વિજય દેવરાકોંડા સાથે ‘લાઇગર’માં જોવા મળશે. આ ઉપરાંત તે ‘ખો ગયે હમ કહાં’માં પણ કામ કરી રહી છે. અનન્યા અનટાઇલ્ડ ફિલ્મમાં સિદ્ધાંત ચતુર્વેદી તથા આદર્શ ગૌરવ સાથે કામ કરી રહી છે.
તસવીરોમાં આર્યન-અનન્યાનું બોન્ડિંગ…
આર્યન તથા અનન્યા
ડાબેથી, અનન્યા, સુહાના, આર્યન, નિર્વાણ ખાન (સોહેલ ખાનનો દીકરો)
અરહાન ખાન, અનન્યા પાંડે, આર્યન ખાન
મિત્રો સાથે આર્યન-અનન્યા
શાહરુખની પાર્ટીમાં અનન્યા
અનન્યા, સુહાના તથા શનાયા
અનન્યા તથા સુહાના
[ad_2]
Source link