Uncategorized

ફેબ ઈન્ડિયાનું ફેસ્ટિવલ કેમ્પેઇન વિવાદમાં: દિવાળી નિમિત્તે જશ્ન-એ-રિવાજ કેમ્પેઇનનો થયો ભારે વિવાદ; ટ્વિટર યુઝર્સે શરમજનક ગણાવ્યું, કહ્યું- આ માટે નુકસાન ભોગવવું પડશે

[ad_1]

  • Gujarati News
  • Business
  • The Jashn e Rivaj Campaign On The Occasion Of Diwali Caused A Huge Controversy; Twitter Users Called It A Shame, Saying It Would Hurt

8 કલાક પહેલા

લાઈફસ્ટાઈલ પ્રોડક્ટ બનાવતી અગ્રણી કંપની ફેબ ઈન્ડિયા તેના ફેસ્ટિવલ કેમ્પેઇનને લઈ ભારે વિવાદમાં છપડાઈ ગઈ છે. ટ્વિટર પર આ કેમ્પેઇનને લઈ ભારે વિવાદ શરૂ થઈ ગયો છે. હકીકતમાં કંપનીએ દિવાળી અગાઉ જશ્ન-એ-રિવાજ નામથી એક કેમ્પેઇન શરૂ કર્યું છે. આ અંગે કંપનીએ એક ટ્વિટમાં લખ્યું ‘દિવાળીને પ્રેમ અને પ્રકાશના તહેવાર તરીકે વેલકમ કરી છીએ, ફેબ ઈન્ડિયાનું જશ્ન-એ-રિવાજ એક એવું કલેક્શન છે,જે ઈન્ડિયન કલ્ચરની સુંદરતાને દર્શાવે છે.’ ફેશન મેગેઝીન વોગમાં તાજેતરમાં આ કેમ્પેઇન સાથે જોડાયેલ એક લેખ પણ પ્રકાશિત થયો હતો.

ટ્વિટર યુઝર્સે ફેબ ઈન્ડિયાને ટ્રોલ કરી
ફેબ ઈન્ડિયાનું આ કેમ્પેઇન અનેક લોકોને પસંદ આવ્યું નથી. મણિપાલ ગ્લોબલ એજ્યુકેશનના ચેરમેન મોહનદાસ પાઇએ નારાજગી દર્શાવી ટ્વિટ કર્યું દિવાળી નિમિતે ફેબ ઈન્ડિયાનું ખૂબ જ શરમજનક નિવેદન! જે રીતે અન્યો માટે ક્રિસમસ અને ઈદ છે એવી જ રીતે એક હિંદુ ધર્મનો તહેવાર છે! આ પ્રકારનું નિવેદન એક ધાર્મિક તહેવારને ખતમ કરવા માટે સુઆયોજીત ષડયંત્રને દર્શાવે છે. જે રીતે અન્યો માટે ક્રિસમસ અને ઈદ છે બસ એવી જ રીતે આ એક હિંદુ ધર્મનો તહેવાર છે! આ નિવેદન એક ધાર્મિક તહેવારને ખતમ કરવા માટેનો સુઆયોજીત પ્રયત્ન દેખાડે છે.

વિદેશી શબ્દો આપણી વિરાસતનો નાશ કરવાનો પ્રયત્ન
ત્યારપછીના ટ્વિટમાં મોહનદાસ પાઈએ એક યુઝરને જવાબ આપ્યો, ‘તમે સમજ્યા નહીં! એક હિંદુ તહેવાર માટે વિદેશી શબ્દોનો ઉપયોગ આપણી વિરાસતને છીનવા અને તેનો નાશ કરવાનો પ્રયત્ન છે. તમે દિવાળી બાદ કોઈ પણ બ્રાંડ નેમનો ઉપયોગ કરી શકો છો, જોકે અત્યારે તેને દિવાળી સાથે જોડવી એ એક વિકૃત માનસિકતાને દર્શાવે છે.

જાણી જોઈને કરવામાં આવેલા દુઃસાહસથી આર્થિક નુકસાન ઉઠાવવું પડશે

​​​​​​​ભારતીય જનતા યુવા મોરચા (BJYM)ના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યાએ પણ આ અંગે નારાજગી વ્યક્ત કરી. તેજસ્વીએ કહ્યું- દિવાળી જશ્ન-એ-રિવાજ નથી. જાણીજોઈને કરવામાં આવેલું દુઃસાહસથી આર્થિક નુકસાન ઉઠાવવું પડશે. આ ઉપરાંત ભાજપ યુપીના પ્રવક્તા પ્રશાંત ઉમરાવે ટ્વિટ કર્યું, ‘ફેબ ઈન્ડિયાના કપડા ઘણા મોંઘા છે અને ધોયા બાદ નકામા થઈ જાય છે, અન્ય બ્રાન્ડ્સમાં શિફ્ટ થવાની જરૂર છે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link