Uncategorized

બાંગ્લાદેશમાં હિન્દુ મંદિરો પર અટકતા નથી હુમલા: ઇસ્કોન અને મહાકાળી મંદિરમાં તોડફોડ, 1નું મોત; PM શેખ હસીનાની ચેતવણીની પણ અસર નહીં

[ad_1]

ઢાકા7 કલાક પહેલા

  • બાંગ્લાદેશ સરકારે હુમલો કરનારાઓ સામે તાત્કાલિક પગલાં લેવાનું વચન આપ્યું હતું

બાંગ્લાદેશમાં હિન્દુ મંદિરો પર હુમલાની ઘટના અટકી રહી નથી. શુક્રવારે ટોળાંએ નાઓખાલીમાં ઇસ્કોન મંદિરમાં તોડફોડ કરી હતી. મંદિર સમિતિનો એ દાવો છે કે 200 લોકોની ભીડે ઇસ્કોનના એક સભ્ય પાર્થો દાસની નિર્દયતાપૂર્વક હત્યા કરી છે, જેમનો મૃતદેહ નજીક આવેલા તળાવમાંથી મળ્યો છે. શુક્રવારે નાઓખાલી જિલ્લામાં જ બેગમગંજ વિસ્તારમાં જતન કુમાર સાહા નામની એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી, જ્યારે 17 લોકો ઘાયલ થયા હતા.

જ્યારે શનિવારે પણ તોફાનીઓએ મુંશીગંજમાં દાનિયાપારા મહાશોશન મહાકાળી મંદિરમાં ઘૂસીને 6 પ્રતિમા તોડી નાખી હતી. હુમલો શનિવારે સવારે 3થી 4 વાગ્યા વચ્ચે થયો હતો. મંદિરમાં કોઈ સુરક્ષા વ્યવસ્થા ન હતી. માટે તોફાનીઓએ કોઈ ડર રાખ્યા વિના જ પ્રતિમાને ખંડિત કરી હતી. આ હુમલામાં કોઈ વ્યક્તિને ઇજા થઈ ન હતી. દાનિયાપારાના મહાસચિવ શુવ્રત દેવનાથ વાસુએ જણાવ્યું હતું કે મંદિરનું તાળું તૂટેલું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે મંદિરમાં આ પ્રકારની ઘટના પહેલાં ક્યારેય બની નથી.

ઇસ્કોન મંદિરમાં તોડફોડ કરવામાં આવી. સમિતિએ આરોપ લગાવ્યા હતા કે એક સભ્યની હત્યા કરવામાં આવી છે.

ઇસ્કોન મંદિરમાં તોડફોડ કરવામાં આવી. સમિતિએ આરોપ લગાવ્યા હતા કે એક સભ્યની હત્યા કરવામાં આવી છે.

બુધવારથી થઈ રહ્યા છે હિન્દુ મંદિર પર હુમલા
બાંગ્લાદેશમાં સતત હિન્દુ મંદિરો પર હુમલા થઈ રહ્યા છે. એક દિવસ પહેલા પણ ચિટ્ટાગામે કોમિલા વિસ્તારમાં દુર્ગા પંડાલો પર થયેલા હુમલામાં 4 લોકોનાં મોત થયાં હતાં. સોશિયલ મીડિયા પર અફવા ઊડી હતી કે પૂજા પંડાલમાં કુરાન મળી છે, ત્યાર બાદ અનેક જગ્યાએ હિંસક ઘટના બની હતી. ચાંદપુર, ચિટ્ટા ગામ, ગાજીપુર, બંદરબન, ચપાઇનવાબ ગંજ અને મૌલબીબજારમાં અનેક પૂજા પંડાલોમાં તોડફોડ કરવામાં આવી હતી.

ચિટ્ટાગામે સ્થાનિકોએ જણાવ્યું હતું કે હુમલાના સમયે દુર્ગાપૂજા માટે મોટી સંખ્યામાં હિન્દુઓ હાજર હતા.

ચિટ્ટાગામે સ્થાનિકોએ જણાવ્યું હતું કે હુમલાના સમયે દુર્ગાપૂજા માટે મોટી સંખ્યામાં હિન્દુઓ હાજર હતા.

બાંગ્લાદેશના PMએ તરત કાર્યવાહી કરવાનું વચન આપ્યું હતું
બાંગ્લાદેશ સરકારે હિન્દુ મંદિરો અને દુર્ગા પૂજા પંડાલો પર હુમલો કરનારાઓ સામે તાત્કાલિક પગલાં લેવાનું વચન આપ્યું છે. બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ કહ્યું હતું કે તે કોમિલામાં બનેલી ઘટનાઓની સઘન તપાસ કરવામાં આવી રહી છે. કોઈને પણ છોડવામાં આવશે નહીં. તેઓ કયા ધર્મના છે એ મહત્ત્વનું નથી. તેમને પકડવામાં આવશે અને સજા પણ આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link