Uncategorized

માંડવિયા પર ભડકી મનમોહન સિંહની દીકરી: હોસ્પિટલમાં બેડ પર સૂતેલા પિતાની તસવીર જાહેર થતાં કહ્યું- મારા પેરન્ટ ઝૂના જાનવર નથી; વિવાદ બાદ મંત્રીએ તસવીર ડિલિટી કરી

[ad_1]

  • Gujarati News
  • National
  • Regarding Sharing A Picture Of A Father Lying In A Hospital Bed, Manmohan Singh’s Daughter Said: “My Parents Are Not Aviaries.”

નવી દિલ્હી13 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • પૂર્વ PM મનમોહન સિંહની દિલ્હીની AIIMSમાં સારવાર ચાલી રહી છે

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની પુત્રી દમન સિંહે પોતાના પિતાની સારવાર દરમિયાનની તસવીર શેર કરવા બાબતે આકરી પ્રતિક્રિયા જણાવી છે. ધ ટેલિગ્રાફને આપેલા એક ઇન્ટરવ્યુમાં દમન સિંહે કહ્યું હતું કે મારા પેરન્ટ મુશ્કેલભરી સ્થિતિનો સામનો કરવાના પ્રયાસ કરી રહ્યા છે. તેઓ વૃદ્ધ છે, ઝૂના જાનવર નથી.

પૂર્વ PM મનમોહન સિંહની દિલ્હીની AIIMSમાં સારવાર ચાલી રહી છે. કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા શુક્રવારે તેમની ખબર કાઢવા માટે હોસ્પિટલ ગયા હતા. માંડવિયાએ આ મુલાકાતની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જ્યારે ન્યૂઝ ચેનલો પર કેટલાક વીડિયો પણ બતાવવામાં આવ્યા હતા, જેમાં મનમોહન સિંહ બેડ પર સૂતેલા દેખાય છે અને તેમનાં પત્ની ગુરશરણ કૌર તેમની નજીક ઊભાં છે.

દમને કહ્યું- મારાં માતાએ તસવીર લેવાની ના પાડી હતી
દમને કહ્યું હતું કે ‘મારા પિતાની AIIMSમાં ડેન્ગ્યુની સારવાર ચાલી રહી છે. તેમની તબિયત સ્થિર છે, પરંતુ તેમની રોગપ્રતિકારક ક્ષમતા ઓછી છે. અમે સંક્રમણના જોખમને કારણે ખબર કાઢવા આવતા લોકો પર પ્રતિબંધ લગાવી દીધો છે. આરોગ્યમંત્રી ખબર કાઢવા માટે આવ્યા અને તેમણે ચિંતા વ્યક્ત કરી હતી એ સારી વાત છે, જોકે મારા પેરન્ટ એ સમયે ફોટો પડાવવાની સ્થિતિમાં નહોતા. મારી માતાએ ભારપૂર્વક કહ્યું હતું કે ફોટોગ્રાફરે રૂમમાંથી બહાર જવું જોઈએ, પરંતુ તેમની આ વાતને પૂરી રીતે અવગણવામાં આવી હતી. આ બાબતે તેઓ ખૂબ જ પરેશાન હતાં.’

ડોક્ટરોએ કહ્યું – દર્દીઓની ગોપનીયતા જાળવવી એ નૈતિકતા
આ બાબતે ડોક્ટરોએ કહ્યું હતું કે દર્દીઓની ગોપનીયતા જાળવવી એ નૈતિકતા છે, જે મેડિકલ શિક્ષણ દરમિયાન શીખવવામાં આવે છે. ડોકટરો અને હોસ્પિટલોની જવાબદારી છે કે દર્દીની ગોપનીયતા સુરક્ષિત રહેવી જોઈએ. ફોરમ ફોર મેડિકલ એથિક્સ સોસાયટી (FMES)ના એક સભ્યએ કહ્યું હતું કે જો પૂર્વ વડાપ્રધાનની તસવીર તેમના પરિવારની સંમતિ વિના લેવામાં આવી હોય તો એ નૈતિકતાનું ઉલ્લંઘન છે.

કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા શુક્રવારે તેમની ખબર કાઢવા માટે હોસ્પિટલ ગયા હતા.

કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા શુક્રવારે તેમની ખબર કાઢવા માટે હોસ્પિટલ ગયા હતા.

લોકોની તીવ્ર પ્રતિક્રિયા બાદ માંડવિયાએ તસવીર ડિલિટી કરી
કેન્દ્રીય મંત્રીએ શેર કરેલી તસવીર પર લોકોએ આકરી પ્રતિક્રિયા આપી હતી. યુઝર્સે ટ્વીટ કરીને કહ્યું હતું કે મીડિયાની હેડલાઇન્સ મેળવવા માટે આવું કરવામાં આવ્યું હતું, જે નિંદનીય છે. આ પ્રકારનો આક્રોશ જોઈને માંડવિયાએ તસવીર ડિલિટી કરી હતી. એ હજુ સુધી સ્પષ્ટ નથી થયું કે ડોક્ટરો અને એઇમ્સ મેનેજમેન્ટે ફોટોગ્રાફરને અંદર જવાની કેવી રીતે મંજૂરી આપી. એનાથી પણ વધુ ચોંકાવનારી વાત એ છે કે AIIMSના ડિરેક્ટર ગુલેરિયા પોતે પણ ત્યાં હાજર હતા.

AIIMSના ડિરેક્ટર ગુલેરિયા પોતે પણ ત્યાં હાજર હતા.

AIIMSના ડિરેક્ટર ગુલેરિયા પોતે પણ ત્યાં હાજર હતા.

આ જ વર્ષે કોરોનાથી સંક્રમિત થયા હતા મનમોહન સિંહ
મનમોહન સિંહ રાજસ્થાનથી રાજ્યસભાના સાંસદ છે. તેઓ 2004થી 2014 સુધી દેશના વડાપ્રધાન રહ્યા હતા. મનમોહન સિંહ આ જ વર્ષે 19 એપ્રિલે કોરોનાથી સંક્રમિત થયા હતા. તેમને AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. 10 દિવસ બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપી હતી. મનમોહન સિંહને ડાયાબિટીસની બીમારી પણ છે. તેમની બે બાયપાસ સર્જરી પણ થઈ ચૂકી છે. પ્રથમ સર્જરી 1990માં બ્રિટનમાં થઈ હતી, જ્યારે 2009માં AIIMSમાં બીજી બાયપાસ સર્જરી થઈ હતી. ગયા વર્ષે એક દવાથી રિએકશન અને તાવ આવ્યાં બાદ મનમોહન સિંહને AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link