Uncategorized

ચિપથી સર્જાઈ ચિંતા: ચિપની અછતથી પેસેન્જર વાહનોના હોલસેલ વેચાણને અસર, વાર્ષિક ધોરણે 41%નો ઘટાડો

[ad_1]

નવી દિલ્હીએક દિવસ પહેલા

  • કૉપી લિંક

ભારતમાં પેસેન્જર વાહનોના જથ્થાબંધ વેચાણમાં સપ્ટેમ્બરમાં વાર્ષિક ધોરણે 41 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો કારણ કે સેમીકન્ડક્ટરની અછતને કારણે ઉત્પાદનમાં કાપ આવ્યો છે જેના કારણે પુરવઠામાં ઘટાડો થયો હોવાનું ઓટો ઇન્ડસ્ટ્રીઝ સંસ્થા સિયામે જણાવ્યું હતું.

ગત મહિને સપ્ટેમ્બર માસમાં પેસેન્જર વ્હીકલ (પીવી)નું વેચાણ 1,60,070 યુનિટ રહ્યું હતું, જે અગાઉના સમયગાળામાં 2,72,027 યુનિટ હતું. સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (SIAM) દ્વારા લેટેસ્ટ અહેવાલ મુજબ સપ્ટેમ્બર 2020માં 18,49,546 ની સરખામણીમાં ડીલરોને ટુ-વ્હીલર વાહનો મોકલવા પણ 17 ટકાનો ઘટાડો થઇને 15,28,472 યુનિટ થયા છે.

ગયા મહિને સપ્ટેમ્બર માસમાં મોટરસાઇકલ ડિસ્પેચ 22 ટકા ઘટીને 9,48,161 યુનિટ રહ્યાં હતા જે અગાઉના સમયગાળામાં 12,24,117 હતા. સ્કૂટરનું વેચાણ પણ સાત ટકા ઘટીને 5,17,239 યુનિટ થયું હતું, જે એક વર્ષ અગાઉ 5,56,205 યુનિટ હતું. જોકે, થ્રી-વ્હીલરનું વેચાણ ગયા મહિને 29,185 યુનિટ્સ પર વાર્ષિક ધોરણે 54 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

ગયા મહિને સપ્ટેમ્બર માસમાં તમામ કેટેગરીમાં વાહનોનું વેચાણ વાર્ષિક ધોરણે 20 ટકા ઘટીને 21,40,549 યુનિટથી 17,17,728 યુનિટ રહ્યું છે. ગયા મહિને, પેસેન્જર વાહનો, થ્રી-વ્હીલર્સ, ટુ-વ્હીલર્સ અને ક્વાડ્રીસાઇકલનું કુલ ઉત્પાદન સપ્ટેમ્બર 2020 ની સરખામણીમાં 19 ટકા ઘટીને 2,125,304 યુનિટ રહ્યું હતું. જુલાઇ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં પેસેન્જર વ્હીકલ હોલસેલ્સમાં 2 ટકાનો નજીવો વધારો થયો છે, જે ગયા નાણાકીય વર્ષના સમાન ગાળામાં 7,26,232 યુનિટ છે.

કોર્મશિયલ વાહનોના વેચાણમાં પોઝિટિવ ટ્રેન્ડ
બીજા ક્વાર્ટર દરમિયાન કુલ કોર્મશિયલ વાહનોના જથ્થાબંધ વેચાણ વધીને 1,66,251 એકમ થઈ છે, જે અગાઉના સમયગાળામાં 1,33,533 એકમો હતી જે સેગમેન્ટમાં વૃદ્ધિ દર્શાવે છે. એ જ રીતે, 2020-21ના જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં 46,695 એકમોની તુલનામાં થ્રી-વ્હીલરની ડિસ્પેચ વધીને 70,899 યુનિટ થઈ છે. જોકે, વેચાણની સંખ્યા 2019-20ના બીજા ક્વાર્ટરમાં 1,80,899 યુનિટની સરખામણીમાં ઓછી રહી છે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link