Uncategorized

યુવતીનું અકસ્માતમાં મોત: મંહેદીનો રંગ હજી ઓસર્યો જ નહોતો અને ગુજરાતની દીકરીને આફ્રિકામાં કાળ આંબી ગયો

[ad_1]

ભરૂચ2 દિવસ પહેલા

  • કૉપી લિંક
  • સાંસરોદના યુવાન સાથે ભરૂચના સરનારની યુવતીના દ.આફ્રિકામાં લગ્ન થયા હતા
  • યુવતી તેના ભાઇ સાથે કારમાં જોહનિસબર્ગથી વેન્ડા જવા માટે નીકળતાં અકસ્માત નડ્યો

ભરૂચના સરનાર ગામની એક યુવતિના સાઉથ આફ્રિકા ખાતે વડોદરાના સાંસરોદ ગામના યુવાન સાથે સપ્તાહ પહેલાં લગ્ન થયાં હતાં. લગ્નમાં યુવતીની માતા બન્ને પુત્રી સાથે સાઉથ આફ્રિકા ખાતે ગઇ હતી. જ્યાં લગ્ન પ્રસંગ પૂર્ણ થયા બાદ તેઓ પોતાના ઘર તરફ જતા વેળાં તેમની કારને અકસ્માત નડતાં યુવતિનું મોત થયું હતું. ઘટનાને પગલે સરનાડ તેમજ સાંસરોદ ગામે શોકનું મોજું ફરી વળ્યું હતું.

સરનાડની યુવતિના લગ્ન સાઉથ આફ્રિકા ખાતે રહેતાં અને મુળ વડોદરાના સાંસરોદના યુવાન સાથે નક્કી થયાં હતાં. એક સપ્તાહ પહેલાં તેમના લગ્ન હોઇ તેમનો પરિવાર લગ્નપ્રસંગમાં સાઉથ આફ્રિકા ગયો હતો. લગ્નપ્રસં પુર્ણ થયાં બાદ યુવતિ તેની માતા અને સાઉથ આફ્રિકામાં રહેતાં ભાઇ સાથે કારમાં જોહનિસબર્ગથી વેન્ડા જવા માટે નિકળ્યાં હતાં. દરમિયાનમાં રસ્તામાં તેમની કારને અકસ્માત નડતાં યુવતિનું મોત નીપજ્યું હતું. લગ્નની મહેંદી સુકાય તે પહેલાં જ યુવતિના મૃત્યુથી સરનાર તેમજ સાંસરોદ ગામે રહેતાં સગાસંબંધીઓમાં શોકનું મોઝું ફેલાયું હતું.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link