Uncategorized

ASC- વિલિયમ જ્હોન્સ કપ 2021: અંડર-15 ફુટબોલ ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ શનિવારે GMDC ગ્રાઉન્ડ ખાતે રમાશે, પ્રોગ્રેસિવ બોય્ઝ અને 94’s FC વચ્ચે હાઇસ્કોરિંગ મેચની સંભાવના

[ad_1]

  • Gujarati News
  • Sports
  • ASC William Jhones Cup 2021 | The Final Match Of The Under 15 Football Tournament Will Be Played At GMDC On Saturday, With A High scoring Match Between Progressive Boys And 94’s FC Expected.

14 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • ASC દ્વારા નવેમ્બર-ડિસેમ્બરમાં અંડર-13 તથા અંડર-17 ટૂર્નામેન્ટનું આયોજન કરાશે

અમદાવાદ સોકર ચેમ્પ્સ (ASC) દ્વારા આયોજિત ASC- વિલિયમ જ્હોન્સ કપ 2021 અંડર-15 ફુટબોલ ટૂર્નામેન્ટ હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. આ ટૂર્નામેન્ટની બંને સેમિફાઇનલ મેચ બુધવારે રમાઈ હતી. જેને પ્રોગ્રેસિવ બોય્સ તથા 94’S FCએ જીતી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. તેવામાં હવે આ બંને ટીમ વચ્ચે ફાઇનલ મેચ આવતીકાલે શનિવારે રશ સ્પોર્ટ્સ અરેના, GMDC ગ્રાઉન્ડ ખાતે રમાશે. આ મેચનો કિક-ઓફ સમય રાત્રે 8 વાગ્યાનો રાખવામાં આવ્યો છે.

ASC ટૂર્નામેન્ટ કેવી રીતે આયોજિત કરે છે?
અમદાવાદ સોકર ચેમ્પ્સ અંડર-15 બોય્ઝ માટે હરાજી આધારિત ટૂર્નામેન્ટનું આયોજન કરે છે. ASC- વિલિયમ જ્હોન્સ કપ 2021માં 8 ટીમો અને 80 ખેલાડીએ ભાગ લીધો હતો. આ ટૂર્નામેન્ટ 5 સપ્તાહથી વધુ સમયગાળા દરમિયાન રમાય છે. જેની ફાઇનલ મેચ પ્રોગ્રેસિવ બોય્ઝ અને 94’s FC વચ્ચે શનિવારે રમાશે.

અંડર-13 તથા અંડર-17 ટૂર્નામેન્ટનું આયોજન કરાશે
આ ટૂર્નામેન્ટ શહેરના ઊભરતા ફુટબોલ ખેલાડીઓને પ્રોત્સાહન પુરુ પાડવા માટે તથા તેમના કૌશલ્યને વિકસાવવા માટે આયોજિત કરાય છે. તેવામાં ASC આને વધુ આકર્ષક અને રોમાંચક ઓળખ આપવા તથા ફુટબોલ ખેલાડીઓને યોગ્ય મંચ પુરૂ પાડવા માટે નવેમ્બર-ડિસેમ્બરમાં અંડર-13 તથા અંડર-17 બોય્ઝ માટે બીજી ટૂર્નામેન્ટનું આયોજન કરશે.

સેમિફાઇનલમાં બંને ટીમનું આક્રમક પ્રદર્શન

  • ASC- વિલિયમ જ્હોન્સ કપ 2021ની સેમિફાઇનલ મેચમાં ભાગ લેનારી ચારેય ટીમે આક્રમક પ્રદર્શન દાખવ્યું હતું.
  • પહેલી સેમિફાઇનલ મેચ પ્રોગ્રેસિવ બોય્ઝ અને અર્બનેક બુલ્સ વચ્ચે રમાઈ હતી. જેને પ્રોગ્રેસિવ બોય્ઝે 2-1થી જીતી લીધી હતી.
  • બીજી સેમિફાઇનલ મેચ 94’S FC અને અદ્વેત FC વચ્ચે રમાઈ હતી. જે એક હાઇસ્કોરિંગ મેચ રહી હતી. આ મેચને 94’S FCએ 6-5થી જીતી લીધી હતી.
  • તેવામાં હવે શનિવારે આયોજિત ફાઇનલ મેચ પ્રોગ્રેસિવ બોય્ઝ અને 94’S FC વચ્ચે રશ સ્પોર્ટ્સ અરેના, GMDC ગ્રાઉન્ડ ખાતે રમાશે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link