Uncategorized

ચમત્કારને નમસ્કાર: બ્રિટને બદલાવ્યા નિયમ; કહ્યું- 11 ઓક્ટોબરથી ભારતથી આવતા લોકોને કોરોન્ટિન નહીં રહેવું પડે, વેક્સિનેટેડ હોય તે જરૂરી

[ad_1]

  • Gujarati News
  • International
  • Rules That Changed Britain; Said People Coming From India Will Not Have To Stay In Quarantine From October 11, Must Be Vaccinated

2 કલાક પહેલા

  • કૉપી લિંક

બ્રિટને નરમ વલણ અપનાવાતા કોરોન્ટિન થવાના નિયમોમાં ફેરફાર કર્યા છે. (સિમ્બોલિક ઈમેજ)

  • બ્રિટનથી આવતા દરેક પ્રવાસી માટે 10 દિવસ આઇસોલેટ અને RT-PCR ટેસ્ટ જરૂરી કર્યા છે
  • બ્રિટને પણ ભારતથી જતા લોકો માટે નિયમો કડક બનાવ્યા હતા

ભારત અને બ્રિટન વચ્ચે કોરોન્ટિનના નિયમને લઈને જોવા મળતો તણાવ હવે ખતમ થશે તેવી શક્યતા પ્રબળ બની છે. ગુરૂવારે ભારતમાં બ્રિટનના હાઈકમિશનરે કહ્યું- ભારતથી બ્રિટન જતા લોકોને 11 ઓક્ટોબર પછી ત્યાં કોરોન્ટિન નહીં રહેવું પડે. જો કે આ લોકોને કોવિશીલ્ડ કે અન્ય કોઈ જેને બ્રિટને માન્યતા આપી છે તે વેક્સિન લીધી હોય તે જરૂરી છે.

કેન્દ્ર સરકારના ચોટદાર જવાબ બાદ અંતે બ્રિટિશ સરકારને ઝુકવું પડ્યું છે. બ્રિટને નરમ વલણ અપનાવાતા કોરોન્ટિન થવાના નિયમોમાં ફેરફાર કર્યા છે. ભારતમાં બ્રિટનના રાજદૂત એલેક્સ એલિસે ટ્વિટ કરી બ્રિટન દ્વારા યાત્રા નિયમોમાં થયેલા ફેરફારની જાણકારી આપી છે.

બ્રિટનના રાજદૂતે કર્યું ટ્વિટ
ભારતમાં બ્રિટનના એમ્બેસેડર એલેક્સ એલિસે ટ્વિટ કરી કહ્યું કે, “ભારતથી બ્રિટન જતા ભારતીયો માટે કોરોન્ટિન થવાના કોઈ પણ જાતના નિયમો લાગુ નહીં પડે. તેઓએ કોવિશીલ્ડ કે યુકે દ્વારા માન્ય વેક્સિન લીધી હોવી જરૂરી છે. આ નિયમ 11 ઓક્ટોબરથી લાગુ થશે.” આ સાથે જ બ્રિટન સરકારે ભારત સરકારનો આભાર પણ માન્યો છે. એલેક્સે કહ્યું, “ગત મહિનાથી આપવામાં આવેલા સહયોગ બદલ ભારત સરકારનો ધન્યવાદ.”

બ્રિટન જતા ભારતીયો માટે કડક નિયમ લાગુ કર્યા હતા
હાલમાં જ ભારત અને બ્રિટિશ સરકાર વચ્ચે કોરોન્ટિન થવાના નિયમને લઈને વિવાદ ઊભો થયો હતો. સૌથી પહેલાં બ્રિટને ભારતની વેક્સિનને મંજૂરી આપી ન હતી અને બાદમાં મંજૂરી આપી તો ભારતથી બ્રિટન જતા નાગરિકોને કોરોન્ટિન થવાનું ફરજિયાત બનાવી દીધું હતું.

બ્રિટન સાથે જેવા સાથે તેવાની ભારત સરકારની નીતિ
ભારત સરકારે પણ જેવા સાથે તેવાનો સિદ્ધાંત અપનાવતા બ્રિટિશ નાગરિકો માટે ભારત આવવાના લઈને નિયમો કડક કરી દીધા હતા. સરકારે બ્રિટનથી આવતા લોકો માટે કોરોન્ટીન થવાના નિયમો ફરજિયાત કરી દીધા હતા. 4 ઓક્ટોબરે લાગુ થયેલા નિયમો પછી ભારત પહોંચનાર બ્રિટિશ નાગરિકોને 72 કલાક પહેલાં જ RT-PCR રિપોર્ટ ફરજિયાત કરી દીધા હતા. સાથે જ ભારત આવ્યા બાદ પણ 8 દિવસ પછી પણ ટેસ્ટિંગ કરાવવું ફરજિયાત હતું. 10 દિવસ સુધી પોતાના ખર્ચે તેઓને કોરોન્ટિન રહેવાનું પણ અનિવાર્ય કર્યું હતું. સરકારના આ નિયમ પછી બ્રિટિશ સરકાર બેકફુટ પર આવી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link