[ad_1]
- Gujarati News
- Sports
- Fans Throw Firecrackers At Each Other During A Match Between Marcel And Galatasaray, The Game Had To Be Stopped
પેરિસ10 કલાક પહેલા
- કૉપી લિંક
- યુએફા યુરોપા લીગની આ મેચ ગોલરહિત ડ્રો રહી
ફ્રાન્સમાં ફૂટબોલ મેચ સમયે ફરી એકવાર દર્શકોએ ઉપદ્રવ કર્યો. આ સિઝનમાં ફ્રેન્ચ લીગની ઘણી મેચમાં આવી ઘટનાઓ બની હતી. પણ આ વખતે યુએફા યુરોપા લીગમાં આવું થયું.
ફ્રેન્ચ ક્લબ માર્સેલે અને તુર્કીના ગેલેટેસરાયની મેચમાં 38મી મિનિટે દર્શકોએ એક-બીજા પર ફટાકડા ફેંકવાનું શરૂ કર્યું. ત્યારબાદ રેફરીએ મેચ રોકી દીધી હતી. પોલીસે બધાને શાંત પાડ્યા હતા અને 9 મિનિટ બાદ મેચ ફરી શરૂ થઇ હતી.
મેચ શરૂ થયા બાદ પણ ફટાકડાનો અવાજ આવતો હતો. આ ઘટનામાં ઘણા પોલીસકર્મીઓ ઇજાગ્રસ્ત થયા હતા. તો લંડનમાં વેસ્ટ હેમ અને રેપિડ વિયના વચ્ચે મેચ રમાઇ. આ મેચમાં પણ બંને ટીમના દર્શકો વચ્ચે મારામારી થઇ હતી.
દર્શકોએ એક-બીજા પર બોટલો ફેકી હતી. આ મેચ ઇંગ્લિશ ક્લબ વેસ્ટ હેમે 2-0થી પોતાના નામે કરી હતી. મેચ બાદ પણ દર્શકો શાંત રહ્યા ન હતા.
અન્ય સમાચારો પણ છે…
[ad_2]
Source link