Uncategorized

નેટવર્થ ગ્રોથમાં અંબાણીથી આગળ છે અદાણી: ગૌતમ અદાણીની સંપત્તિ દરરોજ 1,002 કરોડ રૂપિયા વધી, ફરીથી એશિયાના બીજા સૌથી અમીર ઉદ્યોગપતિ બન્યા

[ad_1]

  • Gujarati News
  • Business
  • Gautam Adani Earns Rs 1,002 Crore Every Day, Again Becoming Asia’s Second Richest Businessman

મુંબઈ7 કલાક પહેલા

  • કૉપી લિંક

અદાણી ગ્રુપના માલિક ગૌતમ અદાણી એશિયાના બીજા સૌથી અમીર બિઝનેસમેન બની ગયા છે.આ સમયે તેમની સંપત્તિ 5.05 લાખ કરોડ રૂપિયા છે. એક વર્ષ પહેલાં તેમની સંપત્તિ 1.40 લાખ કરોડ રૂપિયા હતી. એટલે કે છેલ્લાં એક વર્ષમાં તેમની સંપત્તિ 3.65 લાખ કરોડ રૂપિયા વધી ગઈ છે. વર્ષના 365 દિવસના હિસાબે જોવામાં આવે તો તેમની સંપત્તિ દરરોજ 1002 કરોડ રૂપિયાની કમાણી વધી છે.

મુકેશ અંબાણી સૌથી અમીર
ભારતના સૌથી અમીર ફેમિલિમાં મુકેશ અંબાણીનો પરિવાર છે. તેમણે છેલ્લા એક વર્ષમાં પ્રત્યેક દિવસે 163 કરોડ રૂપિયા કમાયા છે. તેમની સંપત્તિ 9 ટકા વધી ગઈ છે. તેમની સંપત્તિ હાલ 7.18 લાખ કરોડ રૂપિયા છે. અંબાણીની સરખામણીમાં અદાણીએ ગત વર્ષ રોજના 6 ગણાથી વધુ પૈસા કમાયા હતા.

અદાણીની સંપત્તિ 4 ગણી વધી
IIFL વેલ્થ હુરુન ઈન્ડિયાના રિચ લિસ્ટ 2021ના જણાવ્યા મુજબ, ગૌતમ અદાણીની સંપત્તિ એક વર્ષમાં લગભગ 4 ગણી વધી ગઈ છે. 59 વર્ષના અદાણી આ કારણે એશિયાના બીજી સૌથી અમીર બિઝનેસમેન બન્યા છે. આ વર્ષે મેમાં તે એશિયામાં બીજા સૌથી અમીર બિઝનેસમેન બન્યા હતા. જોકે તેમની કંપનીઓમાં વિદેશી રોકાણકારોના સમાચારથી તેમની કંપનીઓના શેર્સ જૂનમાં ભારે ઘટાડો આવ્યો હતો. તેનાથી અદાણીની ખાનગી સંપત્તિ પણ ઘટી ગઈ હતી.

વધી રહી છે અદાણીના શેર્સની કિંમત
છેલ્લા થોડા સમયથી અદાણીના શેર્સની કિંમત વધી રહી છે. અદાણી અત્યાર સુધી બીજા નંબર પર રહ્યાં છે. ચીનના જોંગ શનશાનને પાછળ છોડી દીધા છે. પ્રથમ વખત આવું બન્યું છે, જ્યારે ગૌતમ અદાણી અને દુબઈમાં રહેનાર વિનોદ અદાણી બંને IIFL વેલ્થ હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટમાં એક સાથે ટોપ 10માં આવ્યા છે. તેમના ભાઈ એશિયામાં 8માં નંબરના સૌથી અમીર બિઝનેસમેન છે. તે પહેલ 12માં નંબરે હતા.

વિનોદ અદાણીની સંપત્તિ 1.31 લાખ કરોડ
રિપોર્ટના જણાવ્યા મુજબ, વિનોદ અદાણીની સંપત્તિ 1.31 લાખ કરોડ રૂપિયા છે. એક વર્ષમાં તેમની સંપત્તિમાં 21 ટકાનો વધારો થયો છે. IT કંપની HCL ટેકના શિવ નાડાર અને તેમના પરિવારની સંપત્તિ એક વર્ષમાં 67 ટકા વધી છે. તેમની સંપત્તિ 2.36 લાખ કરોડ રૂપિયા છે. તેમનું રેન્કિંગ ગત વર્ષ બરાબર જ છે. તે ત્રીજા નંબરે છે. SP હિન્દુજા પરિવારની સંપત્તિ 2.30 લાખ કરોડ રૂપિયા છે. તેમની સંપત્તિ 53 ટકા વધી છે.

લક્ષ્મી મિતલ 5માં નંબરે
આર્સલર મિતલના માલિક લક્ષ્મી મિતલ એશિયાઈ અમીરોના લિસ્ટમાં 5માં નંબરે છે. તેમની સંપત્તિ 1.74 લાખ કરોડ રૂપિયા છે. તેમની રોજની કમાણી 312 કરોડ રૂપિયા હતી. રિપોર્ટ મુજબ, સીરમ ઈન્સ્ટિટ્યૂટના સાઈરસ પૂનાવાલા 1.63 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે છઠ્ઠા નંબરે છે. તે 80 વર્ષના છે. તેમની રોજની કમાણી 190 કરોડ રૂપિયા હતી. તેમની સંપત્તિમાં 74 ટકાનો વધારો થયો છે. ડીમાર્ટના રાધાકૃષ્ણા દમાની 7માં નંબરે છે. તેમની સંપત્તિ 1.54 લાખ કરોડ રૂપિયા છે.

9માં નંબર પર બિરલા ગ્રુપના કુમાર મંગલમ બિરલા છે. તેમની સંપત્તિ 1.22 લાખ કરોડ રૂપિયા છે. એશિયાના ટોપ 10 અમીરોમાં 3 લોકો મુંબઈના, બે લોકો લંડનમાં રહે છે. એક બિઝનેસમેન અમદાવાદમાં અને એક દિલ્હીમાં, જ્યારે એક બિઝનેસમેન પુનામાં રહે છે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link