Uncategorized

પંતની આ ભૂલ DKને ભારે પડી શકતી હતી: પંતે વિકેટ બચાવવાના ચક્કરમાં જોરથી બેટ હવામાં ચલાવ્યું, દિનેશ કાર્તિક માંડ બચ્યો, મેદાન પર મોટી દૂર્ઘટના ટળી

[ad_1]

એક કલાક પહેલા

  • કૉપી લિંક

દિલ્હી કેપિટલ્સ અને કોલકત્તા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાયેલી IPL 2021ની 41મી મેચમાં એક મોટી દૂર્ઘટના ટળી છે. રીષભ પંતની એક ભૂલ દિનેશ કાર્તિકને ભારે પડી શકતી હતી.

બન્યું એવું કે 17મી ઓવર વરુણ ચક્રવર્તી નાખી રહ્યો હતો. ઓવરના પહેલા બોલ પર રીષભ પંતે ડિફેન્સ કર્યું. તો બોલ સ્પમ્પ ઉપર જ હવામાં હતો. જો બોલ સ્ટમ્પને અડ્યો હોત તો રિષભ પંત આઉટ થઈ જાત તેથી પંતે પોતાની વિકેટ બચાવવા ખૂબ જ જોરથી બીજી વખત બેટ સ્પમ્પ ઉપર ફેરવ્યું. ત્યાં સુધી વિકેટ પાછળ ઉભેલા વિકેટ કિપર દિનેશ કાર્તિક બોલની નજીક આવી ગયો હતો.

જ્યારે પંતે બેટ ફેરવ્યું તો તે બેટ કાર્તિકના ચહેરાથી એકદમ પાસેથી જ નીકળ્યું. પોતાની તરફ બેટ આવતું જોઈ DKએ પોતાને બચાવવા પાછળની ખેચ્યો અને સ્પમ્પ સાથે અથડાઈ મેદાન પર નીચે પડ્યો. જોકે કાર્તિક ઉઠ્યો ત્યારે પંતે પોતાની આ હરકતની માફી માગી લીધી.

જોકે, આ મેચની વાત કરીએ તો IPLની આ સિઝનમાં શરૂઆતથી જ ટોપ 2માં રહેલી દિલ્હી મેચ હારી ગઈ હતી. KKRએ DCને 3 વિકેટે હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતાં દિલ્હીએ 20 ઓવરમાં 9 વિકેટે 127 રન કર્યા હતા. જવાબમાં KKRએ 7 વિકેટના નુકસાને 130 રન બનાવીને ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link