Uncategorized

શેરબજાર: સપ્તાહના પ્રથમ દિવસે સેન્સેક્સ અને નિફ્ટી ફલેટ બંધ રહ્યા, HCL ટેક, બજાજ ફિનસર્વના શેર ઘટ્યા

[ad_1]

  • Gujarati News
  • Business
  • Sensex Rises 93 Points, Nifty Surpasses 17,800; Shares Of Maruti Suzuki, M&M Rose

મુંબઈ15 કલાક પહેલા

  • કૉપી લિંક
  • મારૂતિ સુઝુકી, એમએન્ડએમ, બજાજ ઓટો, NTPC, રિલાયન્સના શેર વધ્યા

ભારતીય શેરબજારો સપ્તાહના પ્રથમ દિવસે ફ્લેટ બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 29 અંક ઘટી 60077 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 2 અંક ઘટી 17855 પર બંધ રહ્યો હતો. સોમવારે સેન્સેક્સ 255 અંક વધી રેકોર્ડ ઉંચાઈ 60303.79 પર ખુલ્યો અને થોડીવારમાં જ વધારા સાથે નવા રેકોર્ડ સ્તર 60339.28 સુધી ગયો હતો. નિફ્ટી પણ 79 અંકના વધારા સાથે 17932.20 પર ખુલ્યો અને થોડીવારમાં જ 17943.50 સુધી પહોંચ્યો હતો.

સેન્સેક્સ પર HCL ટેક, ટેક મહિન્દ્રા, બજાજ ફિનસર્વ, ઈન્ફોસિસ, લાર્સન સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. HCL ટેક 4.58 ટકા ઘટી 1295.50 પર બંધ રહ્યો હતો. ટેક મહિન્દ્રા 3.30 ટકા ઘટી 1464.45 પર બંધ રહ્યો હતો. જોકે મારૂતિ સુઝુકી, એમએન્ડએમ, બજાજ ઓટો, NTPC, રિલાયન્સ સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. મારૂતિ સુઝુકી 6.53 ટકા વધી 7404.20 પર બંધ રહ્યો હતો. એમએન્ડએમ 4.14 ટકા વધી 811.45 પર બંધ રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link