Uncategorized

ક્રિકેટરના પિતાનું નિધન: પૂર્વ ભારતીય વિકેટકીપર પાર્થિવ પટેલના પિતાનું અવસાન, 2019માં બ્રેન હેમરેજ થયું હતું, ટ્વીટ કરી પિતાને પ્રાર્થનામાં યાદ કરવાનું કહ્યું

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Former Indian Wicketkeeper Parthiv Patel’s Father Dies, Tweets Asking Father To Remember In Prayer

3 કલાક પહેલા

પૂર્વ ભારતીય વિકેટકીપર પાર્થિવ પટેલના પિતાનું રવિવારે નિધન થઈ ગયું છે. પાર્થિવ પટેલે ટ્વીટ કરી આ અંગે જાણકારી આપી છે. પૂર્વ ભારતીય ક્રિકેટરે કહ્યું કે, ‘મારા પિતા અજયભાઈ બિપિનચંદ્ર પટેલનું 26 સપ્ટેમ્બર નિધન થઈ ગયું છે.’ તેઓએ ફેન્સને પોતાના પિતાને પ્રાર્થનામાં યાદ કરવાનું કહ્યું છે. પાર્થિવના પિતા અજયભાઈ પટેલ 2019થી જ બ્રેન હેમરેજ સામે જંગ લડી રહ્યાં હતા.

છેલ્લાં બે ભારે પડકારભર્યા રહ્યાં- પાર્થિવ
વર્ષ 2019માં જ્યારે પાર્થિવ પટેલ રોયલ ચેલેન્જર્સ બેંગલોર ટીમમાં હતા તે સમયે તેમના પિતા બ્રેન હેમરેજ સામે જંગ લડી રહ્યાં હતા, અને તેઓ ICUમાં પણ એડમિટ હતા. તે સમયે પાર્થિવનું ખાનગી અને પ્રોફેશનલ જીવન ઘણું ડિસ્ટર્બ ચાલી રહ્યું હતું. તેઓને દર વખતે પોતાના પિતાને લઈને ડર લાગતો હતો. પિતાના નિધનના સમાચાર આપતા તેઓ સંપૂર્ણપણે ભાંગી પડ્યા હતા. પાર્થિવે 2019માં IPLની એક મેચ બાદ જણાવ્યું હતું કે મેચ ખતમ થયા બાદ તે ડ્રેસિંગ રૂમમાં જતો હતો ત્યારે પોતાનો ફોન જોતા પ્રાર્થના કરતા હતા કે હોસ્પિટલમાંથી કોઈ ખરાબ સમાચાર ન આવે. તેઓએ 2019ની IPL શરૂ થતાં પહેલાં પોતાના પિતાની સ્થિતિ અંગે જણાવ્યું હતું. તેમના પિતા ઘણાં લાંબા સમયથી હોસ્પિટલમાં રહ્યાં હતા.

IPL 2019માં RCBમાં સૌથી વધુ રન બનાવનાર ત્રીજા બેટ્સમેન

  • IPL 2019માં પાર્થિવ RCB તરફથી સૌથી વધુ રન બનાવનાર ત્રીજા બેટ્સમેન રહ્યાં છે. આ લેફ્ટ હેન્ડેડ બેટ્સમેને તે સીઝનમાં કુલ 373 રન બનાવ્યા હતા. RCB ઉપરાંત પાર્થિવે IPLમાં ચેન્નઈ સુપરકિંગ્સ, ડેક્કન ચાર્જીસ, કોચ્ચિ ટસ્કર્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સમાંથી રમી ચુક્યા છે. 139 IPL મેચમાં પાર્થિવના નામે 22.60ની સરેરાશથી 2,848 રન છે.
  • પાર્થિવ પટેલે ભારત તરફથી 25 ટેસ્ટ અને 38 વનડે ઈન્ટરનેશનલ મેચ રમ્યા છે. ટેસ્ટમાં પાર્થિવના નામે 934, જ્યારે વનડેમાં 736 રન નોંધાયેલા છે. પાર્થિવે બે ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં પણ ભાગ લીધો હતો.
  • 2020માં પાર્થિવ પટેલે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લીધો હતો. ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ પાર્થિવે કોમેન્ટેટર તરીકે પોતાની નવી ઈનિંગ શરૂ કરી છે. IPL 2021માં પણ તેઓ કોમેન્ટ્રી કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link