Uncategorized

પ્રેમીએ મોતની છલાંગ લગાવી: મઉમાં લેબ ટેકનીશીયને 100 ફૂટ ઉંચી પાણીની ટાંકી પર ચડી એક કલાક સુધી ધમાલ કરી, પ્રેમીકા સામે આવી તો કૂદીને જીવ આપી દીધો

[ad_1]

  • Gujarati News
  • National
  • In Mau, A Lab Technician Climbed A 100 foot high Water Tank And Made A Fuss For An Hour, Jumping In Front Of His Girlfriend And Killing Himself.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મઉએક કલાક પહેલા

ઉત્તર પ્રદેશના મઉ જિલ્લામાં રવિવારે પ્રાઈવેટ હોસ્પિટલનો એક લેબ ટેકનીશીયન 100 ફૂટ ઉંચી ટાંકી પર ચડી ગયો. ત્યારબાદ તેણે પ્રેમીકાની સામે ટાંકી પરથી મોતની છલાંગ લગાવી દીધી. આ સંજોગોમાં તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. મૃતક યુવક અને તેની પ્રેમી એક સાથે હોસ્પિટલમાં કામ કરતા હતા. એવી માહિતી પણ મળી છે કે આ ઘટના અગાઉ બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી છે.

આ યુવક બલિયાનો રહેવાસી હતો
બલિયાના રસડા તાલુકાના બૈજલપુર ગામના રહેવાસી સંતોષ કુમાર (26 વર્ષ) મઉના સરાયલખનસી પોલીસ સ્ટેશન સ્થિત ફાતિમા હોસ્પિટલમાં લેબ ટેકનીશીયન હતો. તેની પ્રેમીકા પણ આ હોસ્પિટલમાં કામ કરે છે. બન્ને વચ્ચે લાંબા સમયથી પ્રેમ પ્રકરણ ચાલતુ હતું. પણ રવિવારે બન્ને વચ્ચે કોઈ વાતને લઈ ઝઘડો શરૂ થઈ ગયો. ત્યારબાદ સતીશ હોસ્પિટલની બહાર નિકળી ગયો.

થોડી વાર બાદ તે હોસ્પિટલ કેમ્પસમાં આવેલી પાણીની ટાંકી પર ચડી ગયો. તેણે વહિવટીતંત્ર અને મીડિયાના લોકોને ત્યાં બોલાવવાની માંગ કરી. હોસ્પિટલ પ્રશાસને પોલીસને આ અંગે માહિતી આપી અને સંતોષને નીચે ઉતરવા માટે પ્રયત્ન કર્યાં. પણ તે પોતાની પ્રેમીકાને બોલાવવાની માંગ કરતો રહ્યો.

પ્રેમીકા સામે આવતા જ યુવક ટાંકી પરથી કુદી ગયો
હોસ્પિટલ પ્રશાસન અને પોલીસે પ્રેમીકાને બહાર બોલાવી. એવું માનવામાં આવતુ હતું કે સંતોષ તેની પ્રેમીકાની વાત માની ટાંકી પરથી ઉતરી જશે. પણ પ્રેમીકા સામે આવતાની સાથે જ સંતોષે ટાંકી પરથી છલાંગ લગાવી લીધી. આ જોઈ લોકો દોડી આવ્યા હતા. પણ ત્યાં સુધીમાં તેનું મોત નિપજ્યું હતું. પોલીસે મૃતકના પરિવારને જાણ કરી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link