Uncategorized

કોરોના ઇમ્પેક્ટ: આ વર્ષે પણ કેસર કેરીની નિકાસ નહિવત થવાની સંભાવના, ખેડૂતોને ઓછા ભાવ મળી શકે છે

[ad_1]

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ3 મિનિટ પહેલાલેખક: વિમુક્ત દવે

  • કૉપી લિંક
  • સિઝન શરૂ થઈ પણ નિકાસ માટે કોઈ ખાસ પૂછપરછ નથી
  • કોરોનાને કારણે પ્લેનના ભાડા કેરી કરતાં બમણાથી પણ વધુ

ગુજરાતની કેસર કેરી દેશ વિદેશમાં પ્રખ્યાત છે અને તેની નિકાસ પણ સારી એવી થાય છે. જોકે, કોરોનાની વર્તમાન સ્થિતિએ નિકાસ વેપારની મીઠાશ સતત બીજા વર્ષે પણ ફિક્કી રહેવાની સંભાવના છે. ગુજરાતમાં દર વર્ષે 3-3.5 લાખ ટન કેસર કેરીનું ઉત્પાદન થાય છે. વેપારીઓ અને નિકસકારોના જણાવ્યા અનુસાર કુલ ઉત્પાદનમાંથી 20-25% કેરી જાપાન, અમેરિકા, ગલ્ફના દેશો, યુરોપ, કેનેડા સહિતના દેશોમાં નિકાસ કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોના હોવાથી ઘણા દેશોમાંથી હજુ નિકાસ પૂછપરછ શરૂ થઈ નથી.

કોરોનાએ સતત બીજા વર્ષે નિકાસ વેપારને અસર કરી
જુનાગઢની સુમિત બાગ એન્ડ નર્સરીના ઓનર સંજય વેકરીયાએ જણાવ્યું કે, સામાન્ય સંજોગોમાં એપ્રિલ મહિનામાં અમારી પાસે નિકસકારોની પૂછતાછ શરૂ થઈ જતી હોય છે. પરંતુ આ વર્ષે કોરોના હોવાથી હજુ સુધી કોઈ ઇન્ક્વાયરી આવી નથી. ગત વર્ષે થોડા વેપાર હતા પણ આ વર્ષે તો નિકાસ થવાની સંભાવના નહિવત લાગી રહી છે.

તાલાલા ગીર વિસ્તારમાં કેસર કેરીનો બગીચો.

તાલાલા ગીર વિસ્તારમાં કેસર કેરીનો બગીચો.

નિકાસકારો તરફથી 70-75% ઓછી પૂછપરછ છે
કેસર કેરીની નિકાસ કરતાં શૈલેષ ચૌહાણે જણાવ્યું કે, ગત વર્ષે પણ કોરોનાએ એક્સપોર્ટ બિઝનેસને અસર કરી હતી અને આ વર્ષે પણ મોટો ફટકો પડી શકે છે. અત્યારે ઘણા દેશોમાંથી કોઈ ઇન્કવાયરી જ નથી. નિકાસકારો તરફથી 70-75% ઓછી પૂછપરછ છે. જે દેશમાંથી પૂછપરછ આવે છે તેના માટે સમયસર ફ્લાઇટ મળવી પણ મુશ્કેલ છે.

વિમાન ભાડામાં વધારો ચિંતાનો વિષય
શૈલેષ ચૌહાણે જણાવ્યું કે, વર્તમાન સંજોગોમાં વિમાનના ભાડામાં ઘણો વધારો થયો છે. સામાન્ય સંજોગોમાં ફ્રેઇટ રેટ રૂ. 80 પ્રતિ કિલો રહેતું હતું તે અત્યારે વધીને રૂ. 240-250 પ્રતિ કિલો થયું છે. બીજી તરફ કેરીનાં ભાવ અત્યારે રૂ. 100-120 પ્રતિ કિલો ચાલે છે. આ હિસાબે કેરીની કિમત કરતાં ભાડું જ બમણું થઈ ગયું છે. આ સાથે જ કોરોના હોવાથી કાર્ગો અને પેસેન્જર ફ્લાઇટ પણ ઓછી છે એટલે નિકાસકારો પણ ઓર્ડર બૂક નથી કરી રહ્યા.

ટ્રાન્સપોર્ટેશન મોંઘું થવાથી વૈશ્વિક ડિમાન્ડ ઘટી છે
તાલાલા APMC સંચાલિત નિકાસ કંપની હિન્દુસ્તાન એક્ઝિમના અંજુમ પનાવધુએ જણાવ્યું કે, કોરોનાને કારણે લોકલ ટ્રાન્સપોર્ટેશન અને ફ્લાઇટ મળવાની મુશ્કેલી વધી છે. ભાડા વધી જવાથી કેરીનાં ભાવ પણ વધી ગયા છે અને તેના કારણે ડિમાન્ડ ઘણી જ ઓછી રહે છે. અમદાવાદથી ફ્લાઇટ મર્યાદિત છે એટલે હલ કેનેડામાં કેરીની નિકાસ બંધ છે. આવું જ અન્ય દેશોમાં માલ મોકલવામાં પણ મુશ્કેલી આવી રહી છે.

સ્થાનિક બજારમાં ભાવને અસર થશે
સંજય વેકરીયાએ જણાવ્યું કે, નિકાસ ઓછી થશે અથવા નહીં થાય તો તે સંજોગોમાં સ્થાનિક બજારમાં ભાવ પર અસર પડી શકે છે. એક્સપોર્ટ ન થાય તો લોકલ માર્કેટમાં એટલો માલ વધુ આવશે. સપ્લાય વધી જવાણા સંજોગોમાં કેસર કેરીનું માર્કેટ તૂટશે અને ખેડૂતોને એટલા ભાવ ઓછા મળશે. જોકે, ખરાબ હવામાંના પગલે પાકને 15-20% જેવુ નુકસાન ગયું છે તેનાથી સપોર્ટ મળવાની સંભાવના છે.

હવામાને કેરીનાં પાકને અસર કરી છે
તાલાલા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી હરસુખ ઝરસાણિયાએ કહ્યું કે, આ વર્ષે શિયાળા દરમિયાન જ્યારે આંબમાં મોર (ફ્લાવરિંગ) આવવાની શરૂઆત હતી ત્યારે જ ઝાકળ પડવાથી ઘણા વિસ્તારોમાં મોર ખરી ગયા હતા અને તેના કારણે આ વર્ષે ઉત્પાદનમાં 15% જેવો ઘટાડો થવાની સંભાવના છે. જોકે, સારી વાત એ છે કે કેરીની ક્વોલિટી ઘણી સારી છે.

કેસર કેરીની આવકો શરૂ થઈ

તાલાલા યાર્ડમાં કેસર કેરીની હરાજીનો ફાઇલ ફોટો.

તાલાલા યાર્ડમાં કેસર કેરીની હરાજીનો ફાઇલ ફોટો.

વેપારીઓના જણાવ્યા પ્રમાણે સૌરાષ્ટ્રમાં કેસર કેરીની આવકો શરૂ થઈ છે. હાલમાં દૈનિક 5000 બોક્સ (10 કિલોનું એક બોક્સ)ની આવક થાય છે. તાલાલા APMCમાં કેસર કેરીનો બોક્સનો ભાવ રૂ. 500-900 ભાવ ચાલી રહ્યા છે. આવકો ધીમે ધીમે વધશે એટલે ભાવ પણ દબાશે. એક અંદાજ મુજબ 15 મે સુધીમાં આવક વધીને 50,000 બોક્સ થઈ જવાની ધારણા છે અને ત્યારે ભાવ રૂ. 350-650ની વચ્ચે રહી શકે છે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link